Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સગીર શાળાએ ન જવા દોઢ દિવસ રખડતો રહ્યો:બસ સ્ટેશન પર રાત વિતાવી, ખેતરમાંથી મળ્યા બાદ પરિવારે ભણતરનું દબાણ ન કરવાનો નિર્ણય લીધો

    11 hours ago

    વિજાપુરના પિલવાઈ રોડ પર આવેલા વૃન્દાવન સોસાયટીમાં રહેતો 15 વર્ષીય સગીર ગત 17 સપ્ટેમ્બરે સવારે ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થતાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. પિલવાઈની શેઠ જી.સી. હાઈસ્કૂલમાં ધોરણ-11માં અભ્યાસ કરતો મિશ્વ સાંજે ઘરે પરત ન ફરતાં પરિવારે શાળાના શિક્ષકનો સંપર્ક કર્યો હતો, જ્યાં તે દિવસે શાળાએ જ આવ્યો ન હોવાની જાણ થઈ હતી. ફૂલવાડી નજીક ખેતરોમાં છૂપાયો હતો સગા-સંબંધીઓ તથા આસપાસના વિસ્તારોમાં શોધખોળ કરવા છતાં બાળકની કોઈ ભાળ ન મળતાં આખરે પરિવારે બાળકના અપહરણની શંકા સાથે વિજાપુર પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાયા બાદ પણ પરિવારજનો દ્વારા સતત શોધખોળ ચાલુ રાખવામાં આવી હતી. આ દરમિયાન બીજા દિવસે વિજાપુરના ફૂલવાડી નજીક આવેલા ખેતરોમાંથી કિશોર સુરક્ષિત રીતે છુપાયેલી હાલતમાં મળી આવ્યો હતો. બાળક સહીસલામત મળી આવતાં ચિંતાતુર પરિવારમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી. શાળાએ ન જવા દોઢ દિવસ રખડતો રહ્યો પૂછપરછ દરમિયાન સગીરે ખુલાસો કર્યો હતો કે તેને શાળામાં ભણવા નહોતું જવું, જેના કારણે તે શાળાએ જવાના બદલે દોઢ દિવસ સુધી વિજાપુરના આજુબાજુના વિસ્તારોમાં રખડતો રહ્યો હતો અને રાત્રે પિલવાઈના બસ સ્ટોપ પર સૂઈ ગયો હતો. સગીરના શિરે પિતાનું છત્ર નથી અને તેની માતા ખાનગી કંપનીમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. છેલ્લા પંદર દિવસથી ઘરેથી નીકળતો પણ સ્કૂલે નહોતો જતો તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે સગીર છેલ્લા પંદર દિવસથી ઘરેથી શાળાએ જવાનું કહીને નીકળ્યા બાદ આખો દિવસ વિજાપુરમાં ફર્યા કરતો અને શાળા છૂટવાના સમયે જ ઘરે પરત ફરી જતો હતો. શાળામાં સતત ગેરહાજરીના કારણે શિક્ષકોએ પરિવારને જાણ કરતા આ બાબત સામે આવી હતી. બાળક સુરક્ષિત મળી આવ્યા બાદ પરિવારે નિર્ણય લીધો છે કે હવેથી તેના પર અભ્યાસ માટે કોઈ પણ પ્રકારનું દબાણ કરવામાં નહીં આવે.
    Click here to Read More
    Previous Article
    ‘FAKE NEWS સહન નહીં થાય’:ટ્રમ્પે CNN સહિત 3 મીડિયા હાઉસ પર લગાવ્યો ગંભીર આરોપ, વ્હાઇટ હાઉસના દરવાજા કાયમી બંધ કર્યા
    Next Article
    તિરુપતિ લાડુ વિવાદ-EDએ સુકૃતિ ફૂડ્સના પ્રમોટરની ધરપકડ કરી:₹230 કરોડનું ઘી સપ્લાય કરવામાં આવ્યું હતું; ઘી પામ ઓઇલ-એસિટિક એસિડ એસ્ટરથી બનાવવામાં આવ્યું હતું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment