Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંગીઠીમાં કુકિંગ ઓઇલની જગ્યાએ કેરોસિન નાખ્યું, મહિલા દાઝી:બચાવતી વખતે પતિ પણ દાઝ્યો; દાર્જિલિંગ હનીમૂન મનાવવા ગયેલું દંપતી

    8 hours ago

    પશ્ચિમ બંગાળના દાર્જિલિંગના સિટોંગમાં ગુરુવાર રાત્રે એક હોમસ્ટેના બાર્બેક્યૂમાં આગ લાગી હતી. તેમાં નવવિવાહિતા 60% દાઝી ગઈ હતી. તેમને બચાવવાનો પ્રયાસ કરતાં પતિ પણ દાઝી ગયો હતો. મહિલાને સારવાર માટે સિલિગુડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, બાર્બેક્યૂમાં કુકિંગ ઑઇલની જગ્યાએ કેરોસિન નાખવાથી આગ ભભૂકી ઊઠી હતી. પરિવારે કુર્સિયાંગ પોલીસ સ્ટેશનમાં હોમસ્ટે વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ શરૂ કરી દીધી છે, પરંતુ આ મામલે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સમિર દાસને પ્રાથમિક સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી હતી. જ્યારે નિકિતાની હાલત ગંભીર છે. પહેલા જુઓ અકસ્માતની 4 તસવીરો… હનીમૂન મનાવવા માટે સિટોંગ ગયા હતા દંપતી નિકિતા અને સમીર પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના ચોપડાના રહેવાસી છે. બંનેએ લગભગ બે મહિના પહેલાં લગ્ન કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, બંને ઘણા વર્ષોથી સંબંધમાં હતા. લગ્ન પછી તેઓ થોડા દિવસ પહેલાં હનીમૂન માટે સિટોંગ પહોંચ્યા હતા. હોમસ્ટેના CCTV ફૂટેજમાં કંઈક નાખ્યા બાદ બાર્બેક્યૂની આગ ઝડપથી ફેલાતી દેખાઈ રહી છે. ત્યારબાદ નિકિતાનાં કપડાંમાં આગ લાગી ગઈ. ફૂટેજમાં સમીર પોતાનો ટી-શર્ટ ઉતારીને નિકિતાના શરીર પર લાગેલી આગ બુઝાવતા દેખાઈ રહ્યા છે. તેમને બચાવવાના પ્રયાસમાં તેઓ પોતે પણ દાઝી ગયા. નિકિતાના પતિએ આરોપ લગાવ્યો કે બાર્બેક્યૂ પર ટર્પેન્ટાઇન ઓઇલ નાખ્યા બાદ આગ લાગી. બીજી તરફ, હોમસ્ટેના માલિક નિહાલ અયાને કર્મચારીની બેદરકારી સ્વીકારી છે. નિહાલ અયાનના જણાવ્યા અનુસાર, કર્મચારીએ કુકિંગ ઓઇલની જગ્યાએ કેરોસિન નાખી દીધું હતું. પરિવારે સુરક્ષા વ્યવસ્થાઓ પર સવાલ ઉઠાવ્યા પરિવારે આરોપ લગાવ્યો કે હોમસ્ટેમાં સુરક્ષાની જરૂરી વ્યવસ્થાઓ નહોતી. ઘટના બાદ હોમસ્ટે સંચાલકોએ મદદ પણ કરી નહોતી. નિકિતાને હોસ્પિટલ લઈ જવા માટે બોલાવવામાં આવેલી ગાડી પણ લગભગ 40 મિનિટ બાદ પહોંચી. નિકિતાને પહેલાં નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવી. બાદમાં તેમને સિલિગુડીની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. નિકિતાની હાલત ગંભીર છે.
    Click here to Read More
    Previous Article
    પુતિનની જીત નક્કી, છતાં રશિયામાં ચૂંટણી:યુક્રેનના કબજાવાળા વિસ્તારોમાં પણ મતદાન; યુદ્ધનો વિરોધ કરનારી પાર્ટી બહાર
    Next Article
    "Fiction And Lies": Trump Bans CNN, Politico From White House

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment