Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ સોનાવાલા સિવિલ હોસ્પિટલમાં સીલ પેક દવામાંથી જીવજંતુ મળ્યાનો દાવો:ધારાસભ્યની ઉમેશ મકવાણાની મુલાકાતમાં ઘટસ્ફોટ, સ્ટાફની અછતનો મુદ્દો પણ ઉઠ્યો

    14 hours ago

    બોટાદની સોનાવાલા સરકારી સિવિલ હોસ્પિટલમાં સીલ પેક દવામાંથી જીવજંતુ મળી આવ્યાનો ગંભીર દાવો સામે આવ્યો છે. બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત દરમિયાન લેબોરેટરી વિભાગમાં તપાસ હાથ ધરતાં આ મામલો સામે આવ્યો હોવાનું જણાવાયું છે. ઘટનાને પગલે હોસ્પિટલમાં દર્દીઓને આપવામાં આવતી દવાઓની ગુણવત્તા અને તેની તપાસ અંગે સવાલો ઉભા થયા છે. સીલ પેક બોટલ ખોલતાં જીવજંતુ મળ્યાનો દાવો ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હોસ્પિટલની લેબોરેટરીની મુલાકાત દરમિયાન દવાની સીલ પેક બોટલ ખોલી હતી. આ બોટલની અંદર જીવજંતુ જોવા મળ્યું હોવાનો તેમણે દાવો કર્યો હતો. સીલ પેક દવામાં જ જીવજંતુ મળી આવ્યાના દાવાને પગલે હોસ્પિટલમાં વપરાતી દવાઓની ગુણવત્તા અને દવાઓનું વિતરણ કરતા પહેલાં તેની યોગ્ય ચકાસણી કરવામાં આવે છે કે નહીં તે અંગે પ્રશ્નો ઉભા થયા છે. હોસ્પિટલમાં સ્ટાફની અછતનો પણ મુદ્દો મુલાકાત દરમિયાન હોસ્પિટલમાં મહેકમ પ્રમાણે પૂરતો સ્ટાફ ઉપલબ્ધ ન હોવાનો મુદ્દો પણ સામે આવ્યો હતો. સ્ટાફની અછતના કારણે હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાનો મુદ્દો ધારાસભ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો. હોસ્પિટલની કામગીરી માટે જરૂરી માનવબળ અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા અંગે પણ ધ્યાન દોરવામાં આવ્યું હતું. દવાઓની લેબોરેટરી તપાસ કરવા સૂચન ધારાસભ્ય ઉમેશ મકવાણાએ હોસ્પિટલમાં ઉપયોગમાં લેવાતી દવાઓની લેબોરેટરી મારફતે યોગ્ય તપાસ કરવામાં આવે તે માટે સૂચન કર્યું હતું. દવામાંથી જીવજંતુ મળી આવ્યાનો મામલો ગંભીર હોવાનું જણાવી આ અંગે સરકાર સમક્ષ પણ રજૂઆત કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. હવે સીલ પેક દવામાંથી જીવજંતુ મળી આવ્યાના દાવા અંગે હોસ્પિટલ તંત્ર દ્વારા કઈ તપાસ કરવામાં આવે છે, દવાની ગુણવત્તા અંગે શું કાર્યવાહી હાથ ધરાય છે અને જવાબદારી નક્કી થાય છે કે નહીં તેના પર સૌની નજર છે.
    Click here to Read More
    Previous Article
    जुमे की नमाज पढ़ रहे थे लोग, तभी हो गया आत्मघाती हमला... पाकिस्तान की मस्जिद में ब्लास्ट; 23 की मौत
    Next Article
    23 સપ્ટેમ્બરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વડોદરામાં:MS યુનિવર્સિટીના 75માં પદવીદાન સમારોહમાં 202 ગોલ્ડ મેડલ એનાયત થશે, 127 વિદ્યાર્થિનીઓ અને 75 વિદ્યાર્થીઓ શૈક્ષણિક સિદ્ધિ બદલ ગોલ્ડ મેડલ મેળવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment