Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને વિવિધ બેઠકો:સેવા સેતુ કાર્યક્રમો અને એઈમ્સ દ્વારા મેગા હેલ્થ કેમ્પ યોજાશે

    1 day ago

    મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ સહ સંકલન સમિતિ સહિતની વિવિધ બેઠકો યોજાઈ હતી. આ બેઠકોમાં પ્રગતિ હેઠળના વિકાસ કામોની સમીક્ષા કરવામાં આવી હતી. સાથે જ, રાજકોટ એઈમ્સ દ્વારા મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને નશામુક્તિ અભિયાન યોજવાનો નિર્ણય લેવાયો હતો. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જાહેર જીવનના ૨૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે 'સેવા સંકલ્પ અભિયાન' શરૂ કરાશે. આ અંતર્ગત મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબી જિલ્લામાં લગભગ ૩૦ 'સેવા સેતુ' કાર્યક્રમો યોજવા સૂચના આપી હતી. આ કાર્યક્રમો દ્વારા લોકોને તેમના ઘરઆંગણે જ સરકારી સેવાઓ અને યોજનાઓના લાભ મળશે. સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ મોરબીના નાગરિકોના સારા સ્વાસ્થ્ય માટે રાજકોટ એઈમ્સના સહયોગથી મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ અને નશામુક્તિ અભિયાન યોજવાનું સૂચન કર્યું હતું. કલેક્ટર સ્વપ્નિલ ખરેએ વિવિધ સરકારી વિભાગોની કામગીરી અને વિકાસ કામોની વિગતવાર સમીક્ષા કરી હતી. તેમણે સરકારી કચેરીઓ માટે જમીન માંગણી, પેન્શન કેસ, આયોજનના કામો, પ્રવાસન સ્થળોના વિકાસ, 'નમો વન' ફેઝ-૩, ઈ-સરકાર પેન્ડન્સી અને મધ્યાહન ભોજન જેવા મુદ્દાઓની સમીક્ષા કરી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હતી. ફરિયાદ સહ સંકલન સમિતિની બેઠકમાં દબાણો હટાવવા અને જમીનની માપણી જેવા લોકોના પ્રશ્નો રજૂ થયા હતા. અધિકારીઓને આ પ્રશ્નોના સમયસર ઉકેલ માટે જરૂરી કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. આ બેઠકનું સંચાલન અધિક નિવાસી કલેક્ટર નવલદાન ગઢવીએ કર્યું હતું. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગીતાબેન દુબરીયા, મેયર ઉત્તમભાઈ સુરાણી, ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જિલ્લા વિકાસ અધિકારી વિદ્યાસાગર, પોલીસ અધિક્ષક મુકેશ પટેલ અને નાયબ વન સંરક્ષક ડો. સુનિલકુમાર બેરવાલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વેડિંગ ઇન્વિટેશનની APK ખોલતાં જ વૃદ્ધના ખાતામાંથી રૂ.10 લાખ ગાયબ:બેંક ખાતુ ચેક કરતા અલગ-અલગ ટ્રાન્જેક્શનથી રકમ ટ્રાન્સફર થઈ ગઈ
    Next Article
    પોલીસ કર્મચારી પર ડંડાથી જીવલેણ હુમલો, માથામાં 9 ટાંકા:દવાખાનેથી SPને પત્ર લખી આરોપીઓની તત્કાલ ધરપકડની માંગ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment