Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરના દસાડામાં એક ઇંચથી વધુ વરસાદ:મુળી, ધ્રાંગધ્રા, લખતર, ચોટીલા અને થાનગઢમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો

    1 day ago

    સુરેન્દ્રનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. દસાડામાં એક ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે મુળી, ધ્રાંગધ્રા, લખતર, ચોટીલા અને થાનગઢમાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. આજે વહેલી સવારથી જ સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દસાડા તાલુકામાં 27 MM, મુળીમાં 19 MM, ધ્રાંગધ્રામાં 15 MM, લખતરમાં 14 MM, ચોટીલામાં 13 MM અને થાનગઢમાં 11 MM વરસાદ નોંધાયો હતો. વઢવાણ તાલુકામાં 8 MM અને સાયલામાં 7 MM વરસાદ પડ્યો હતો. જોકે, સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા અને લીંબડી તાલુકામાં આજે બિલકુલ વરસાદ નોંધાયો ન હતો. આ સિઝનના કુલ વરસાદની વાત કરીએ તો, લખતર તાલુકામાં સૌથી વધુ 728 MM વરસાદ નોંધાયો છે. દસાડામાં 681 MM, વઢવાણમાં 610 MM, ચુડામાં 605 MM, ધ્રાંગધ્રામાં 585 MM, સાયલામાં 582 MM, થાનગઢમાં 575 MM, મુળીમાં 535 MM અને ચોટીલામાં 530 MM વરસાદ પડ્યો છે. જ્યારે લીંબડી તાલુકામાં સૌથી ઓછો 485 MM વરસાદ નોંધાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં દસેય તાલુકાઓમાં સરેરાશ 591.6 MM વરસાદ પડ્યો છે.
    Click here to Read More
    Previous Article
    નવસારી કૃષિ યુનિવર્સિટીમાં વાંસના વેચાણ માટે આધુનિક શોરૂમનું ઉદ્ઘાટન:વર્લ્ડ બામ્બુ ડે પર ઉદ્યોગને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો પ્રયાસ, વિદેશ મંત્રીની ઓફિસમાં પણ વાંસનો સોફા
    Next Article
    Nandigram Candidate Abandons Her, Mamata Banerjee Pulls A Congress Surprise

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment