Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લુણાવાડામાં વરસાદ વચ્ચે અંબાજીના પદયાત્રીઓ ઉત્સાહમાં:ભાદરવી પૂનમના મેળા માટે મોટી સંખ્યામાં ભક્તો નીકળ્યા, ગરમીથી રાહત મળી

    7 hours ago

    મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં વહેલી સવારથી ઝરમર વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદી માહોલ વચ્ચે અંબાજી તરફ રથ અને પગપાળા જતા પદયાત્રીઓ વરસાદની મજા માણતા પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે. ભાદરવા મહિનામાં સામાન્ય રીતે ખૂબ ગરમી હોય છે, ત્યારે હાલ વરસાદના કારણે વાતાવરણ ઠંડું બન્યું છે. આ ઠંડા વાતાવરણથી અંબાજી તરફ પગપાળા નીકળેલા પદયાત્રીઓને ગરમીમાંથી ઘણી રાહત મળી છે. વરસાદ વચ્ચે પણ પદયાત્રીઓમાં યાત્રાને લઈને ઉત્સાહ દેખાઈ રહ્યો છે. રસ્તાઓ પર વરસાદ વચ્ચે ‘જય અંબે’ના જયઘોષ સાથે શ્રદ્ધાળુઓ પોતાની યાત્રા આગળ વધારી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં અલગ અલગ માર્ગો પરથી રોજના હજારોની સંખ્યામાં માઈ ભક્તો રથ અને ધજા લઈને પદયાત્રા કરી રહ્યા છે. દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના દાભડા તળાવ ફળિયાના અંબાજી જઈ રહેલા માઈ ભક્તોએ દિવ્ય ભાસ્કર ડિજિટલ સાથે વાત કરતા કહ્યું કે, તેઓ છેલ્લા 15 વર્ષથી અંબાજી જાય છે. આ વર્ષે ઝરમર વરસાદ વરસી રહ્યો છે, જેથી વાતાવરણમાં ઠંડક છે અને પદયાત્રામાં ખૂબ મજા આવી રહી છે. અંબાજી જવાના માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પ અને વિસામા છે, જેથી તેમને રસ્તામાં કોઈ મુશ્કેલી નથી પડતી અને બધી સુવિધાઓ મળી રહે છે. તેમને અંબાજી પ્રત્યે ખૂબ શ્રદ્ધા છે અને આ શ્રદ્ધા સાથે તેઓ દર વર્ષે ભાદરવી પૂનમના મેળામાં અંબાજી ચાલીને જાય છે. તેમનું 55 ભક્તોનું જૂથ છે અને આજે તેમની પદયાત્રાનો ત્રીજો દિવસ છે.
    Click here to Read More
    Previous Article
    મોરબીની અવની સોસાયટીમાં 68 લાખના રોડનું ખાતમુહૂર્ત:રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે વિકાસકાર્ય શરૂ, 550 મીટર લાંબો રોડ બનશે
    Next Article
    ઉંમર 15 હોય કે 30, રાહ તો જોવી જ પડશે!:વૈભવને પ્લેઇંગ-11માં ન રમાડવા અંગે ગંભીરનું મોટું નિવેદન, પંડ્યા માટે કહ્યું- 'એ 10 ઓવર તો નાખી નથી શકતો'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment