Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'હવે ગાડી નહીં મળે, જે કરવું હોય તે કરી લે':માંજલપુરમાં સેકન્ડ હેન્ડ કાર વેચવાના બહાને ઠગાઈ, ગેરેજ સંચાલક સામે ગાડી પચાવી પાડવાની ફરિયાદ

    10 hours ago

    વડોદરા શહેરમાં સેકન્ડ હેન્ડ કાર વેચવા માટે આપ્યા બાદ ગાડી પરત ન આપીને, છેતરપિંડી આચરવા અને જાનથી મારી નાખવાની ધમકી આપી કાર પચાવી પાડવાનો મામલો સામે આવ્યો છે. માંજલપુર વિસ્તારમાં રહેતા અને સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા યુવકે પ્રીતી ઓટો ગેરેજના સંચાલક વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ગાડી પર ત્રણ લાખની લોન લીધી હતી શહેરના માંજલપુર વિસ્તારમાં કિશન આઈકોન સામે રહેતા અને ફતેગંજની કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરતા સન્ની પ્રેમચંદ પટીયાલે વર્ષ 2023માં વડસર સ્થિત આશીર્વાદ મોટર્સમાંથી સેકન્ડ કાર ₹ 59,000 રોકડા આપીને ખરીદી હતી. બાદમાં નવું ઘર ખરીદવા માટે તેમણે શ્રીરામ ફાઈનાન્સમાંથી આ ગાડી પર 3 લાખની લોન લીધી હતી અને નિયમિત હપ્તા ભરતા હતા. જો કે, અલગ-અલગ નાણાકીય મુશ્કેલીઓના કારણે લોનના હપ્તા ભરવામાં અસમર્થ બનતા તેમણે આ ગાડી વેચી દેવાનું નક્કી કર્યું હતું. હપ્તા ન ભરી શકતા ગેરેજમાં ગાડી વેચવા માટે આપી ફરિયાદીના બનેવી એથેશામ ચૌહાણની ભલામણથી પ્રતાપનગર હુડા ONGC ગેટ પાસે ડેરી રોડ પર 'પ્રીતી ઓટો ગેરેજ' ચલાવતા રવિસિંગ અજુપસિંગ પંજાબી ગાડી લે-વેચનો ધંધો કરતા હોવાનું જણાયું હતું. જેથી જુલાઈ 2025માં સન્નીભાઈએ તેમની કાર વેચવા માટે રવિસિંગને સોંપી હતી. રવિસિંગે ગાડીના ₹ 4.50 લાખ કે તેથી વધુ અપાવવાની ખાતરી આપી હતી. આ વિશ્વાસ પર ફરિયાદીએ ગાડી ગેરેજ પર મૂકી હતી અને બીજા દિવસે રવિસિંગને ટી.ઓ. ફોર્મ પર સહી કરી આપી, ઓરિજિનલ આર.સી.બુક, આધાર કાર્ડની નકલ અને બે ઓરિજિનલ ચાવી સોંપી હતી. એક મહિના બાદ પૂછપરછ કરતા ગેરેજ સંચાલકે ગાડી જમા થઈ એમ કહ્યું ગાડી આપ્યાના એક મહિના બાદ ફરિયાદીએ પ્રીતી ઓટો ગેરેજ પર જઈને કાર વેચાઈ કે નહીં તેની પૂછપરછ કરી હતી, ત્યારે સંચાલકે થોડી રાહ જોવાનું કહી ગ્રાહકોની તપાસ ચાલુ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ડિસેમ્બર-ફેબ્રુઆરી દરમિયાન જ્યારે સન્નીભાઈ ફરી ગેરેજ પર ગયા, ત્યારે રવિસિંગ પંજાબીએ ફરી દાવો કર્યો કે ટી.ઓ.ફોર્મ પર સહી કરેલી હોવાથી ગાડી જમા થઈ ગઈ છે અને હવે તમને ગાડી કે પૈસા નહીં મળે. 'ગાડી નહીં મળે તારે જે કરવું હોય તે કરી લે' જ્યારે ફરિયાદીએ પોતાના બનેવી સાથે મળીને ગાડી પરત માંગવાનો પ્રયાસ કર્યો, ત્યારે આરોપી રવિસિંગે ઉશ્કેરાઈને હવે ગાડી નહીં મળે, તારે જે કરવું હોય તે કરી લે તેમ કહી અવારનવાર ગાડી માંગવા આવવા બાબતે ટાંટીયા તોડી નાખવાની ગંભીર ધમકી આપી હતી. આજદિન સુધી આરોપીએ ફરિયાદીની માલિકીની કાર પરત ન કરતા સમગ્ર મામલે ન્યાય મેળવવા માટે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વૃંદાવન-6 બંગ્લોઝમાં ગ્રીન ગણેશોત્સવનો ત્રીજો દિવસ ઉજવાયો:સભ્યોએ લીલા ડ્રેસ કોડમાં રીલ બનાવી, બાળકોએ ગણેશ ચક્ર બનાવ્યું
    Next Article
    નિકોલની સાર્થક હેબિટેટ સોસાયટીમાં અનોખી જંગલ થીમ પર ગણેશ મહોત્સવ:કુદરતી સૌંદર્ય અને વન્યજીવનની કલ્પના સાથે વિઘ્નહર્તા ગણપતિ બાપા બિરાજ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment