Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલનગરનાં લોકોનો રોષ ભભૂક્યો:રાજકોટનાં શીતલપાર્ક તરફ જતા રસ્તે મુકેલા બેરીકેડ ખોલાવવા હલ્લાબોલ, પોલીસની સાથે બોલાચાલીનાં દ્રશ્યો, લોકોએ જાતે રસ્તો ખુલ્લો કર્યો

    7 hours ago

    રાજકોટનાં જામનગર રોડ પર સાંઢીયો પુલ બન્યો છતાં ટ્રાફિક સમસ્યા યથાવત છે. ત્યારે ટ્રાફિકનાં નિયમનમાં સદંતર નિષ્ફળ રહેલી પોલીસ દ્વારા મનસ્વી રીતે શીતલ પાર્ક જવાના રસ્તે છેલ્લા થોડા દિવસોથી બેરીકેડ મારી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈને લોકોને 2કિમીનો ફેરો ફરવાની ફરજ પડતી હતી. તાજેતરમાં જ દિવ્યભાસ્કરે આ અંગે અહેવાલ પ્રસિદ્ધ કર્યો હતો. જેમાં રેલનગરનાં લોકોમાં ભારોભાર રોષની લાગણી હોવાનું સ્પષ્ટ જણાવ્યું હતું. આમ છતાં પોલીસ તંત્ર દ્વારા આ બેરીકેડ હટાવવામાં આવ્યા નહોતા. જેને લઈને આજે રેલનગરનાં લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો. રાત્રીના સમયે મોટી સંખ્યામાં આ બેરીકેડ ખોલાવવા માટે ટોળા ઉમટ્યા હતા. અને પીલીસ સાથે બોલાચાલીનાં દ્રશ્યો પણ સામે આવ્યા હતા. અંતે પોલીસે લોકરોષ સામે ઝૂકીને હાલ તો આ બેરીકેડ ખોલવાની ફરજ પડી છે. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટમાં જ્યારથી સાંઢિયા પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારથી લોકો વધુ હેરાનગતિ ભોગવી રહ્યા હતા. રાજકોટના રેલનગર વિસ્તારથી જામનગર રોડને જોડતા રસ્તા પર ટ્રાફિક શાખા દ્વારા લગાવવામાં આવેલા બેરીકેટ સામે સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે. રેલનગર અને જામનગર રોડને જોડતા માર્ગ પર છેલ્લા કેટલાક સમયથી બેરીકેટ લગાવવામાં આવતા સ્થાનિકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી. ખાસ કરીને રેલનગરથી કાલાવડ રોડ, રેસકોર્સ અને 150 ફૂટ રિંગરોડ તરફ જવા માટે લોકોને ખૂબ લાંબો ચક્કર લગાવવો પડતો હોવાની ફરિયાદ ઉઠી છે. આ મુશ્કેલીથી કંટાળેલા રેલનગર વિસ્તારના લોકો આજે મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને રસ્તા પર બેસીને રામધુન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ સ્થાનિકોએ જાતે જ બેરીકેટ હટાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસ સાથે સ્થાનિકોની બોલાચાલીના દ્રશ્યો પણ સામે આવ્યા હતા. આપ નેતા પદ્મિનીબા વાળા પણ વિરોધમાં જોડાયા હતા. અને લોકોએ બેરીકેડ ખોલી નાખ્યા હતા. તેમજ ફરી આ બેરીકેડ લાગશે તો આંદોલન કરવાની ચીમકી પણ પદ્મિનીબાએ ઉચ્ચારી હતી. રેલનગરમાં રહેતા સમંત ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ગત 28 ઓગસ્ટથી પોલીસ તંત્ર દ્વારા આ રોડ બંધ કરવામાં આવ્યો છે. એ ટાઈમે જ્યારે અમને રજૂઆત કરી ત્યારે અમને એવું કહ્યું કે સાતમ-આઠમ છે એના કારણે અમે રોડ બંધ કરેલો છે. સાતમ-આઠમ પુરી થયાને 10 દિવસ જેવું થઈ ગયું છે, છતાં હજુ આ લોકોએ રોડને ખુલ્લો મુક્યો નથી. આ અંગે જાણ કરતા અમને એમ કહ્યું કે આ રોડ ટેમ્પરરી બંધ કરેલો છે, અમે હમણાં ઓપન કરશું નહીં કારણ કે ટ્રાફિક વધારે થાય છે. મેં એમને વિડીયો ફૂટેજ બતાવ્યા કે મારી પાસે વિડીયો ફૂટેજ છે, મને બતાવો આમાં ટ્રાફિક ક્યાં થાય છે? તમારી પાસે તંત્રના 5 માણસો TRB જવાનો છે, એ 5 TRB જવાનો આરામથી નીચે પાનના ગલ્લે બેસી રહ્યા છે, બરોબર? એમને કંઈ કામ કરવું નથી. જ્યારે ટેલિફોનિક હું એમને સૂચના આપું કે તમારા માણસો કંઈ કામ કરતા નથી તો ત્યારે DCP સાહેબ કહે છે કે, મારે એમના પર એક્શન લેવું પડશે. પણ એનો કોઈ ઉકેલ આવ્યો નથી. આજે હું રજૂઆત કરવા ગયો ત્યારે મેં એમને કહ્યું કે સાહેબ, તમે જે કહ્યું હતું એનાથી વધારે ટ્રાફિક થાય છે, અમે લોકો હેરાન થઈએ છીએ. ત્યારે મને એવું કહ્યું કે અમે અહીંયાથી દરરોજ અવારનવાર નીકળીએ છીએ. મેં કહ્યું સાહેબ, તમારે એક દિવસનું હોય છે અમારે રોજ નીકળવાનું હોય છે. તો આનો તમે અમને કાયમી રસ્તો કરી આપો. દરરોજ ઓછામાં ઓછા 10થી 12 હજાર વાહનચાલકો હેરાન થાય છે. પણ આમ છતાં કોઈપણ ઉકેલ આવ્યો નથી. એટલા માટે હું ડીસીપી સાહેબને આજે એક લેટર પણ આપીને આવ્યો છું. ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટની જનતાએ ટ્રાફિક શાખા વિરુદ્ધ હલ્લાબોલ કર્યો હતો. શહેરના રેલનગર વિસ્તારમાં રહેતા લોકોએ ટ્રાફિક શાખાના બેરીકેડથી કંટાળી લોકોએ એકઠા થઈ રસ્તા ઉપર બેસી રામધુન બોલાવી રોષ પ્રગટ કર્યો હતો. એટલું જ નહીં જાતે જ બેરીકેડ હટાવી રસ્તો ખુલ્લો કર્યો હતો. આ દરમિયાન લોકોની પોલીસ સાથે બોલાચાલીનાં દ્રશ્યો પણ સામે આવ્યા હતા. હાલપૂરતા તો લોકોએ બેરીકેડ હટાવીને રસ્તો ખુલ્લો કર્યો છે. પરંતુ આવતીકાલથી પોલીસ દ્વારા આ રસ્તો ફરી બંધ કરવામાં આવે છે કે નહીં તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    ग्रेटर नोएडा में UGC और आरक्षण मुद्दे पर सवर्ण समाज का प्रदर्शन, पानी की टंकी पर चढ़े प्रदर्शनकारी
    Next Article
    On Risk From Superintelligence, Top AI Expert's Chimpanzee-Nukes Analogy

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment