Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મક્કા પર હુમલાનાં એલર્ટથી અફરાતફરી:હુથીઓએ સાઉદીમાં તરખાટ મચાવ્યો, પાકિસ્તાને દગો દીધો, લાલ સમુદ્રની આગ પેટ્રોલ-ડીઝલને ભડકે બાળી શકે

    6 hours ago

    મિડલ ઈસ્ટમાં અત્યારે જે ઈરાન-યમન અને સાઉદી અરેબિયા વચ્ચે યુદ્ધનો જ્વાળામુખી ફાટ્યો છે. એ કોઈ સામાન્ય સરહદી વિવાદ નથી, એ વૈશ્વિક સત્તાના ગણિતને મૂળમાંથી હલાવી નાખનાર ઘટના છે. સેટેલાઈટ ઈમેજમાં સાઉદી સાઉદી અરેબિયાની તસવીરો દેખાઈ છે જે અતિ ખતરનાક છે. ઈરાન યુદ્ધના પડઘા સાઉદી અરેબિયામાં પડ્યા છે તેની અસર ટૂંક સમયમાં ભારતના વેપાર અને માણસોના ખિસ્સા પર પડી શકે એમ છે. કારણ કે સાઉદી અરેબિયા દુનિયાનું ક્રુડ ઓઈલ પ્રોડ્યુસ કરતો બીજા નંબરનો દેશ છે. જે દેશ અત્યારે એકસાથે ત્રણ મોરચે લડી રહ્યો છે. એક બાજુથી યમનના હુથીઓના હુમલા થઈ રહ્યા છે, બીજી બાજુએ પોતાના દેશના ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ધડાધડ હુમલાઓ થઈ રહ્યા છે અને ત્રીજી બાજુએ કાચું તેલ સપ્લાય કરવા માટે બાબ અલ મંદેબ અને હોર્મુઝ સ્ટ્રેટ પર બંધ મૂકાયેલું છે. જેના પર ભરોસો કરી શકે એવા દેશ એટલે કે અમેરિકા અને પાકિસ્તાન અત્યારે દોસ્તી નિભાવવાના બદલે દૂરથી દર્શન આપીને બીટવીન ધ લાઈન્સ કહી રહ્યા છે કે ભાઈ અમારાથી આઘા રહેજો. આ કપરા સમયે સાઉદીએ કોને યાદ કર્યું? અને ઈસ્લામના સૌથી પવિત્ર સ્થળ મક્કા પર ડ્રોન હુમલા થયાના શું સમાચાર છે? ચાલો આખા મામલા પરથી પડદો હટાવીએ. નમસ્કાર... સપ્ટેમ્બર 2026ની આ કટોકટીએ સાઉદી અરેબિયાના કહેવાતા અમેરિકન સુરક્ષા કવચના ભુક્કા બોલાવી દીધા છે. યમનના હુથી વિદ્રોહીઓએ રેડ સીના એન્ટ્રીગેટ બાબ અલ મંદેબ સ્ટ્રેટ પર કબજો જમાવીને દુનિયાના ઊર્જા સપ્લાય કે રૂટની નસ દબાવી દીધી છે. આટલું જ નહીં સાઉદીની અંદર સુધી ડ્રોન અને મિસાઈલ્સનો વરસાદ કરીને એડવાન્સ એર ડિફેન્સ સિસ્ટમને પણ ખોખલી સાબિત કરી દીધી છે. વાત કંઈક એવી છે કે હુથી વિદ્રોહીઓએ સાઉદી અરેબિયાને બાનમાં લીધું છે. તેમણે સાઉદીના બંદરો, દરિયાઈ રૂટ્સ પરના અમુક નોડ્સ પર કબજો જમાવવાનું શરૂ કર્યું છે. જેના કારણે સાઉદીની સિક્યોરિટી અને તેલની એક્સપોર્ટ પર ભયાનક અસર પડી છે અને લાગે છે કે ભવિષ્યમાં એનાથી પણ ઊંડી અસર જોવી મળી શકશે. સાઉદી-તુર્કી-પાક.નું ઈસ્લામિક નાટો ફેલ ગયું પણ અહીં એક ઈન્ટ્રેસ્ટિંગ વાત એ જોવા મળી કે સાઉદી અરેબિયાએ પોતાની સિક્યોરિટી માટે બનાવેલી મક્કા પેક્ટ કે ઈસ્લામિક નાટો અહીં ફેલ ગઈ છે. મક્કા પેક્ટ એટલે કે સાઉદીએ પાકિસ્તાન અને તુર્કી સાથે એક સેટિંગ ગોઠવ્યું છે કે બધાને બધાની રક્ષા કરવાની છે. કોઈ એક દેશ પર હુમલો થાય તો બીજા દેશે પોતાના પર હુમલો થયો એવું માનીને મદદે પહોંચી જવાનું છે. પણ સાઉદી પર હુથીઓના હુમલા થઈ રહ્યા છે ત્યારે પાકિસ્તાન મદદે પણ નથી આવ્યું. ઉલટાનું તેમણે એવું કહ્યું કે, "મક્કા સંરક્ષણ કરારનો અર્થ તાત્કાલિક યમનમાં લશ્કરી હસ્તક્ષેપ તરીકે ન કરવો જોઈએ." મદદ માટે સાઉદી પ્રિન્સે ટ્રમ્પને ફોન ઘૂમેડ્યો આ મામલે સાઉદી અરેબિયાએ અમેરિકાની મદદ માગી કે કંઈક કરો. આપણી જાણ માટે કે સાઉદી અને અમેરિકા વચ્ચે સાત દાયકા પહેલા ડીલ થઈ હતી કે સાઉદી અરેબિયા પોતાનું ક્રુડ ડોલરમાં વેચે અને બદલામાં અમેરિકા સાઉદી અરેબિયાની રક્ષા કરશે. આને ધ્યાને લઈને સાઉદી અરેબિયાના પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સીધો ડોનાલ્ડ ટ્રમ્પને ફોન ઘુમેડ્યો કે મદદ કરો. પણ ટ્રમ્પે સીધી સ્ટ્રાઈક કરવાની ના પાડી છે. આવું એટલા માટે કારણ કે અમેરિકાનું યુદ્ધ હાલ ઈરાન સાથે ચાલે છે. ઈરાનનો સપોર્ટ ઓમાનમાં રહેલા હુથીઓ કરે છે, જો અમેરિકા ઓમાન પર સીધો હુમલો કરે તો અત્યારનું યુદ્ધ વધુ મોટું થાય. અધૂરામાં પૂરું હાલ અમેરિકાની હાલત એવી નથી કે તે હુથીઓ સાથે સીધી ટક્કર લે. શું સાઉદી સંકટના કારણે તેલ-ગેસના ભાવ વધશે? ટૂંકમાં જો આવું ને આવું ચાલતું રહેશે તો સામાન્ય માણસ અને ભારત પર મોટી અસરો જોવા મળી શકે એમ છે. સાઉદી અરેબિયા પર હુથીઓના હુમલા અને દરિયાઈ નાકાબંધીના કારણે કાચા તેલના ભાવ ભડકી શકે એમ છે. જો આવું થાય તો સીધી રીતે પેટ્રોલ-ડીઝલના ભાવ વધશે અને તેની અસર આખી ઈકોનોમી પર જોવા મળે એમ છે. હુથીઓએ સાવ મામૂલી અને દેશી સિસ્ટમ વાપરીને સાઉદી અરેબિયાની એડવાન્સ ડિફેન્સ સિસ્ટમને ઉભેઉભી ચીરી નાખી છે. તો એવામાં સવાલ બને કે પાકિસ્તાને કેમ ખરા સમયે પીછે હઠ કરી? તો આ સવાલનો જવાબ હવે મેળવી લઈએ. પાકિસ્તાને સાઉદી અરેબિયાને દગો દીધો હુથીઓએ સાઉદી અરેબિયાના કિંગ ખાલીદ એરબેઝ પર હુમલો કર્યો છે. આવા સમયે પાકિસ્તાને પોતાની સેના સાઉદી અરેબિયા લડવા માટે મોકલવાની ઘસીને ના પાડી દીધી છે. પાકિસ્તાન સામે આમ પણ ભૂખમરા જેવી અનેક સમસ્યાઓ છે ઉપરથી સાઉદી સાથે તે જોડાય જાય તો ઈરાન સામે યુદ્ધમાં ઉતરવાની ઓફિશિયલ એન્ટ્રી ગણાય. ઈરાનને નારાજ ન કરવાના ચક્કરમાં પાકિસ્તાને સાઉદી અરેબિયાને અધવચ્ચે જ મૂકી દીધું. પણ સાઉદી અરેબિયા અટક્યું નહીં, તેણે આવા સમયે પોતાના કટ્ટર દુશ્મન ગણાતા ઈઝરાયલની મદદ માગી એવા મિડલ ઈસ્ટ મોનિટરમાં રિપોર્ટ સામે આવ્યા છે. ચોંકાવનાર વાત એવી છે કે સમાચારો મુજબ ઈઝરાયલે મદદ કરવાની તૈયારી દેખાડી. અમેરિકન સેના સેન્ટકોમ આમાં વચ્ચે રહ્યું છે અને સાઉદી અરેબિયાએ ઈઝરાયલ પાસેથી એડવાન્સ ઈન્ટેલિજન્સ ડેટા મગાવ્યા છે. ઈઝરાયલના ડિફેન્સ એક્સપર્ટ્સ આ ઘટનાને સ્ટ્રેટેજીક શેમ અને ભયાનક સૈન્ય નિષ્ફળતા ગણાવી રહ્યા છે. ટૂંકમાં મુસ્લીમ દેશોનું ઓર્ગેનાઈઝેશન હવે કાગળ પર વાઘ બનીને રહી ગયું છે. સાઉદીની તેલ પાઈપ લાઈન પર હુમલા આપણને એવું થાય કે આ બધુ થાય તો મારે શું લેવાદેવા? તો હવે સાંભળો, આ બધી જ ઘટનાઓના કારણે તેલ વેપાર પર ભારે ફટકો પડ્યો છે. સાઉદીની સૌથી મોટી લાઈફલાઈન ગણાતી 1200 કિલોમીટર લાંબી ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન પર 10 અને 11 સપ્ટેમ્બરે ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા હતા. આ વાતની હજુ પુષ્ટિ નથી થઈ કે હુથીઓએ જ હુમલા કર્યા હતા. પણ સાઉદી અરેબિયાએ આ તેલ પાઈપલાઈનના હુમલાને ઈરાકી ડ્રોન સાથે જોડ્યો છે. આના કારણે રોજના 7 મિલિયન બેરલ તેલ સપપ્લાય કરવાની કેપેસિટીવાળી સિસ્ટમના પરખચ્ચા ઉડી ગયા છે. સાઉદી માથે તેલ ગાયબ થવાનો ખતરો બીજી બાજુ, EIA એટલે કે એનર્જી ઈન્ફોર્મેશન એડમિનિસ્ટ્રેશનનું કહેવું છે હોર્મુઝ સ્ટ્રેટનો ટ્રાફિક રોજના 21.6 મિલિયન બેરલથી ઘટીને 4.9 મિલયન બેરલ થયેલો છે. ઈન્ડસ્ટ્રિયલ સોર્સ પાસેથી રોયટર્સને ખબર પડી છે કે યાનબુ પોર્ટ પર ખાલી 5થી 7 દિવસ ચાલે એટલો જ સ્ટોક બચ્યો છે. આ બધા ડખાના કારણે હવે રોજનું અંદાજે 3.5થી 5 મિલિયન બેરલ સાઉદી તેલ ગાયબ થવાનો ખતરો ઉભો થયો છે. જેના કારણે સાઉદીથી જતા તેલ ટેન્કર્સને સાઉદીનું તેલ લઈને ક્યાંથી નીકળવું તેની મુંજવણ ઉભી થઈ ગઈ છે. આની ડોમીનો ઈફેક્ટ સમજો! જે ગ્લોબલ કન્ટેનર ભાડું પહેલા 1500 ડોલર આસપાસ હતું તે આજના સમયમાં ઉછળીને 4500 ડોલરને પાર પહોંચી ગયું છે. શાંઘાઈથી ન્યૂયોર્કના શિપિંગ ખર્ચા તો 7800 ડોલરને પાર પહોંચી ગા છે. આ મોંઘવારી ભારત સુધી આવશે તો તેની વસૂલી સરકાર આપણા જેવા સામાન્ય લોકો પાસેથી જ કરશે. અમેરિકા-બ્રિટન હુથી પર કેમ નથી ત્રાટકતા? હવે એક ઈન્ટ્રેસ્ટિંગ એંગલની પણ વાત કરીએ. આપણે સૌ જાણીએ છીએ કે રેડ સી જેને આપણે લાલ સમુદ્ર પણ કહીએ છીએ ત્યાં તો ઓલરેડી અમેરિકા અને બ્રિટન જેવા પાવરફુલ દેશોની નેવી તહેનાત છે. તો પછી એ લોકો આ હુથી વિદ્રોહીઓ પર હુમલા કેમ નથી કરતા? તો અહીંથી શરૂ થાય છે મોટો ખેલ. સાવ એવું નથી કે અમેરિકા અને બ્રિટને અગાઉ ક્યારેય ઈરાન કે તેના ગ્રુપ્સ પર એટેક નથી કર્યા. સાઉદીને બચાવવા અમેરિકા કેમ ન આવ્યું? આ બંને દેશો જાણે છે કે યમન પર હુમલો કરવો હોય તો ગ્રાઉન્ડથી કરવો પડે જેનો ખર્ચો વધારે છે. હુથીઓ પહાડી રસ્તાઓ પર ગુરિલ્લા ટેક્નિકથી એટેક કરે છે, એટલે ક્યાં કેવી રીતે હુમલો થાય એ કોઈને ખબર નથી પડતી અને ખબર પડે ત્યાં સુધીમાં તો એ લોકો ગાયબ થઈ જાય છે. ઉપરથી રિજનલ પોલિટિક્સનું ટેન્શન પર ઉભું છે. અમેરિકા અને બ્રિટન દરિયામાં પોતાના જહાજો બચાવવા માટે મથી રહ્યા છે. બીજા ભલે કૂટાઈ મરે પણ પહેલા આપણું ભલું થજોવાળી કામગીરી. એવામાં યમનની જમીન પર પોતાની સેના ઉતારીને હુથીઓને ભડાકે દેવાનો કાં તો તેમની પાસે સમય નથી અથવા કાં તો લાગે છે તેમની ઈચ્છા નથી. ઈસ્લામિક દેશોમાં વિશ્વ યુદ્ધના ભણકારા? આ ડરનું નામ છે ઈરાન. જો અમેરિકા સીધો હુમલો કરે તો આખું મિડલ ઈસ્ટ સળગી ઉઠે અને ઈસ્લામિક દેશો પૂરતું ત્રીજું વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે. બીજું કારણ છે આર્થિક. હુથીઓ રોજના જે સસ્તા ડ્રોન છોડી રહ્યા છે તેને તોડી પાડવા માટે અમેરિકા અને સાઉદી અરેબિયાએ પોતાના કરોડો રૂપિયાની મિસાઈલ્સ વાપરવી યોગ્ય નહીં લાગતી હોય. કારણ કે યુદ્ધ લાંબુ ચાલે અને શસ્ત્રોનો જથ્થો ખાલી થઈ જાય તો બીજી મગજમારી ઉભી થાય. આ બધાના કારણે સાઉદી અરેબિયાને સમજાઈ ગયું કે અમેરિકા જમીન પર લડવા નહીં અને અને તેના મોંઘા હથિયારો ફોડીને ડોલર ઉડાવાથી નુકસાન પોતાને જ છે. એટલે સાઉદીએ પોતાની નાકામી છૂપાવવા એક માસ્ટર સ્ટ્રોક રમ્યો. સાઉદી અરેબિયાએ પોતાનું બ્રહ્માસ્ત્ર ગણાતું ઈસ્લામિક કાર્ડ રમ્યું. ગઈકાલે 15 સપ્ટેમ્બરે સાઉદી અરેબિયાએ મક્કાની દક્ષિણ બાજુ એક હુતી ડ્રોન તોડી પાડ્યું હોવાના સમાચારો આવ્યા. સાઉદી પ્રવક્તા મેજર જનરલ તુરકી અલ-મલિકીએ કહ્યું કે, સાઉદી અરેબિયાએ ફેંક્યુ ઈસ્લામિક કાર્ડ આ ઘટનાનો સાઉદી અરેબિયાએ ભરપૂર ફાયદો ઉઠાવ્યો. તેણે દુનિયામાં મેસેજ વાયરલ કર્યો કે યમનના હુતિઓએ ઈસ્લામના સૌથી પવિત્ર સ્થાન મક્કાને નિશાન બનાવ્યું છે. આ કોઈ જેવો તેવો મેસેજ ન હતો, આ ખૂબ સમજી વિચારીને રમવામાં આવેલી રમત હતી. સાઉદી અરેબિયા ઈચ્છે છે કે મક્કા પર ખતરો બતાવીને બાકીના ઈસ્લામિક દેશોને બ્લેકમેલ કરે અને ઈરાનને વિલન તરીકે ઉભું કરે. એટલા માટે હવે સાઉદી અરેબિયા ઈસ્લામિક કાર્ડ રમીને મુસ્લીમ દેશો પાસેથી મદદ માગવા ઈમોશનલ દબાણ કરી રહ્યું છે. પોપ્યુલારિટી વધારવા હુથીઓનો હથકંડા પણ ડગ દે તો હુથી હોથી થોડી કહેવાય? તે પણ કાચા ખેલાડી ન નીકળ્યા. તેમણે મક્કા પર હુમલાની વાતને ફગાવી દીધી અને પોતાને વેસ્ટર્ન સામ્રાજ્ય સામે લડનાર ક્રાંતિકારીમાં ખપાવી દીધા. હુથીઓ પણ બરોબર જાણે છે કે અમેરિકા અને સાઉદી જેટલા હવાઈ હુમલા કરશે એટલી યમનની લોકલ પબ્લિકમાં હુથીઓની પોપ્યુલારિટી વધશે. ટૂંકમાં આ કોઈ સામાન્ય લશ્કરી ભીડંત નથી. જો થોડું પણ આમથી તેમ થઈ જાય તો પશ્ચિમ એશિયામાં ઈસ્લામિક યુદ્ધ ફાટી નીકળે તેવી પૂરી સંભાવના છે. અત્યાર સુધી એવી માન્યતા ચાલી આવી છે કે જેટલું મોટું ડિફેન્સ બજેટ એટલી એડવાન્સ સેના. પણ હુથીઓએ આ ભ્રમણાને ભાંગી નાખી છે. સાઉદીની સુરક્ષામાંથી અમેરિકાની છટકબારી આ નવું મિડલ ઈસ્ટ છે જ્યાં અમેરિકા રક્ષાના વાયદા કરીને છટકી જાય છે અને સાઉદી અરેબિયાને પોતાના દુશ્મન દેશ ઈઝરાયલ સાથે હાથ મિલાવવા પડે છે. જો આ સરહદી સંઘર્ષો મોટા થશે તો અસર આપણા ખિસ્સા સુધી પહોંચતા વાર નહીં લાગે. અને છેલ્લે.… આવું પહેલીવાર નથી કે હુથી વિદ્રોહીઓએ પવિત્ર ઈસ્લામિક મક્કા શહેરને નિશાને બનાવ્યું હોય. અગાઉ વર્ષ 2017માં પણ તેઓ આ કરી ચૂક્યા છે. ત્યારથી લઈને આજના દિવસ સુધીમાં નવ વર્ષ બાદ પહેલીવાર મક્કા શહેરમાં સિક્યોરિટી અલર્ટના ભણકારા સંભળાયા છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
    Click here to Read More
    Previous Article
    In seat Kejriwal lost by thin margin, nearly 40% names added before 2025 polls missing in SIR draft
    Next Article
    PM મોદીના 25 વર્ષ રાષ્ટ્ર સમર્પણ નિમિત્તે ‘સેવા સંકલ્પ અભિયાન’:પાટણ HNGU ખાતેથી બાઇક યાત્રાને મંત્રીએ પ્રસ્થાન કરાવ્યું; વિવિધ નદીઓનું જળ ભેગું કરી કાશી વિશ્વનાથમાં જળાભિષેક કરાશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment