Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુત્રાપાડાના આલીદ્રામાં સોમનાથ એકેડમી સ્કૂલની માન્યતા રદ:બોર્ડની તપાસ અને હિયરિંગ બાદ શાળા સામે કાર્યવાહી; આસપાસની શાળાઓમાં પ્રવેશ આપી વિદ્યાર્થીઓનું વર્ષ બચાવાશે

    6 hours ago

    સુત્રાપાડા તાલુકાના પ્રાચી માટે મંજૂર થયેલી પરંતુ હાલ આલીદ્રા ખાતે કાર્યરત સોમનાથ એકેડમી સ્કૂલની માન્યતા બોર્ડ દ્વારા રદ કરવામાં આવી છે. આ ખાનગી શાળામાં ધોરણ 9 થી 12 ના વર્ગો ચલાવવામાં આવતા હતા. બોર્ડ દ્વારા કરાયેલી તપાસ અને વીડિયો કોન્ફરન્સ મારફતે થયેલા હિયરિંગ બાદ કમિટીએ આ આકરો નિર્ણય લીધો છે. જોકે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ ન બગડે તે માટે અન્ય શાળાઓમાં સમાવવાની ખાતરી આપી છે. બોર્ડ કમિટીની તપાસ બાદ કાર્યવાહી સોમનાથ એકેડમી શાળામાં ધોરણ 9, 10 તેમજ ધોરણ 11 અને 12 સામાન્ય વિજ્ઞાન પ્રવાહના વર્ગો ચાલતા હતા. પરંતુ શાળાની સ્થળબદલી સામે સામે ફરિયાદો ઊઠતાં બોર્ડ દ્વારા વિગતવાર તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 11 સપ્ટેમ્બરના રોજ ઓનલાઈન વીડિયો કોન્ફરન્સથી યોજાયેલા હિયરિંગમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ કમિટીએ શાળાની માન્યતા રદ કરવાનો આદેશ આપ્યો હતો. વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે વિભાગની સ્પષ્ટતા શાળા બંધ થવાની કાર્યવાહીને પગલે તેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના ભવિષ્ય અને અભ્યાસને લઈને વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. વાલીઓની ચિંતા દૂર કરતાં શિક્ષણ વિભાગના અધિકારીએ સ્પષ્ટતા કરી છે કે શાળા બંધ થવાની સ્થિતિમાં તમામ વિદ્યાર્થીઓને નજીકની અન્ય શાળાઓમાં ત્વરિત પ્રવેશ આપવામાં આવશે જેથી તેમનો અભ્યાસ અટકે નહીં. અન્ય શાળામાં પ્રવેશની પ્રક્રિયા હાથ ધરાશે શિક્ષણ વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓને આદેશ આપીને વિદ્યાર્થીઓના હિતમાં જરૂરી સૂચનાઓ જારી કરી દેવાઈ છે. બોર્ડના નિર્ણયની અમલવારી સ્થાનિક કચેરી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. હવે આગામી દિવસોમાં સોમનાથ એકેડમીના વિદ્યાર્થીઓને અન્ય શાળાઓમાં ટ્રાન્સફર કરવાની અને શાળા સામે આગળની કાનૂની કામગીરી કરવાની તજવીજ હાથ ધરાશે.
    Click here to Read More
    Previous Article
    વડનગરમાં દિવાળી જેવો માહોલ, કાંકરિયામાં 1.25 લાખ દીવડા પ્રગટાવાશે:શર્મિષ્ઠા તળાવથી હાટકેશ્વર સુધી ઝળહળાટ, PM મોદીના બર્થ-ડેની ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ
    Next Article
    મંત્રી પીસી બરંડાએ અંબાજી પદયાત્રીઓ માટે વિસામાનો શુભારંભ કરાવ્યો:શામળાજી રુદ્રેશ્વર મહાદેવ મંદિરે ચા-પાણી અને નાસ્તાની વ્યવસ્થા શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment