Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શંખેશ્વર પાસે અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારતાં યુવતીનું મોત:ગાંધીનગર જતી વખતે નાયરા પેટ્રોલપંપ પાસે અકસ્માત

    1 day ago

    શંખેશ્વર પાસે નાયરા પેટ્રોલપંપ નજીક વહેલી સવારે એક અજાણ્યા વાહને રિક્ષાને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં રિક્ષામાં પાછળ બેઠેલી 21 વર્ષની યુવતીનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. મૃતક યુવતી ગાંધીનગર જવા માટે પોતાના કૌટુંબિક ભાઈની રિક્ષામાં શંખેશ્વર આવી રહી હતી ત્યારે આ ઘટના બની હતી. શંખેશ્વર તાલુકાના ખીજડીયારી ગામના કાજલબા બહાદુરસિંહ (ઉંમર 21 વર્ષ) વહેલી સવારે ગાંધીનગર જવા નીકળ્યા હતા. તેઓ પોતાના કૌટુંબિક ભાઈ ખુમાનસિંહ પરમારની રિક્ષામાં બેસીને શંખેશ્વર તરફ આવી રહ્યા હતા. શંખેશ્વર પહોંચતા નાયરા પેટ્રોલપંપ નજીક સામેથી આવી રહેલા અજાણ્યા વાહને રિક્ષાને જોરદાર ટક્કર મારી. આ ટક્કરના કારણે પાછળ બેઠેલા કાજલબા રિક્ષામાંથી બહાર ફેંકાઈ ગયા હતા. તેમને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. બનાવની જાણ થતા જ શંખેશ્વર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને શંખેશ્વર સી.એચ.સી. ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી શરૂ કરી હતી. આ બનાવ અંગે રિક્ષા ચાલક ખુમાનસિંહ દોલતસિંહ પરમાર (રહે. ખીજડીયારી)ની ફરિયાદના આધારે શંખેશ્વર પોલીસે અજાણ્યા વાહનચાલક સામે કેસ નોંધી તેને પકડવા માટે તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં ગણેશ વિસર્જનનો બીજો દિવસ:બંને કુંડમાં 68 ગણેશ મૂર્તિઓનું વિસર્જન; ખંભાળિયા બાયપાસમાં 51 અને સરદાર રિવેરામાં 17 મૂર્તિઓ વિસર્જિત
    Next Article
    1954 Photo Claiming To Show IIT Students Solving Engineering Drawing Exam Goes Viral

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment