Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શિક્ષક પતિએ પત્નીની લાકડી મારી હત્યા કરી:હત્યા બાદ પુરાવા નાશ કરવાનો પ્રયાસ, કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યો

    1 day ago

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામમાં ઘરકંકાસને કારણે એક હત્યા થઈ છે. સરવરટાટી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા પતિએ પત્નીને લાકડીના ફટકા મારી હત્યા કરી નાખી. પોલીસે આરોપી પતિની ધરપકડ કરી છે. મંગળવારે આરોપીને ધરમપુર કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો. માહિતી મુજબ, કરજુન ગામના સુરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘમારે સરવરટાટી ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક છે. તેમના લગ્ન આનંદીબેન સાથે થયા હતા. આનંદીબેનને દારૂ પીવાની ટેવ હતી અને તેઓ વારંવાર ઘર છોડીને જતા રહેતા હતા. આ મુદ્દે પતિ-પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડા ચાલતા હતા. ઘરકામને લઈને પણ તકરાર થતી હતી. અગાઉ પરિવારજનોએ સમાધાન કરાવ્યું હતું, છતાં વિવાદ ચાલુ રહ્યો હતો. ઘટનાના દિવસે આનંદીબેન સવારે લગભગ 5 વાગ્યે ઘરે પાછા ફર્યા. દારૂ પીવાની ટેવ સહિતના મુદ્દે પતિ-પત્ની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ. ગુસ્સે ભરાયેલા સુરેશભાઈએ લાકડી વડે પત્નીના માથા અને પેટના ભાગે ફટકા માર્યા. ગંભીર ઈજાઓ થવાથી આનંદીબેનનું મોત થયું. હત્યા કર્યા પછી, આરોપીએ લોહીવાળા કપડાં છુપાવી પુરાવા નાશ કરવાનો પ્રયાસ કર્યો. તેણે પુત્ર પ્રવીણ વાઘમારેને કહ્યું કે, 'તમારી મમ્મી જાગતી નથી.' પ્રવીણ ઘરે પહોંચ્યો ત્યારે તેની માતા મૃત હાલતમાં મળી આવી. તેણે તરત જ કપરાડા પોલીસને જાણ કરી. ઘટનાની જાણ થતાં કપરાડા પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પુત્રની ફરિયાદના આધારે હત્યા અને પુરાવા નાશ કરવાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો. પોલીસે આરોપી સુરેશ વાઘમારેની ધરપકડ કરી. હત્યામાં વપરાયેલી લાકડી સહિતનો સામાન પણ પોલીસે કબજે કર્યો. પોલીસે આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. આરોપીએ જણાવ્યું કે તેણે પત્નીની હત્યા કર્યા બાદ તેના લોહીવાળા કપડાં સળગાવી દીધા હતા. પોલીસે કપડાં સળગાવ્યા હોવાનું જણાવેલા સ્થળેથી જરૂરી નમૂનાઓ એકત્ર કર્યા. આરોપીનું નિવેદન નોંધ્યા પછી, મંગળવારે તેને ધરમપુર કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો આદેશ કર્યો. કપરાડા પોલીસે તેને ધરમપુર જેલમાં મોકલી વધુ તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    યુપીના લખીમપુરમાં 7 મકાનો નદીમાં તણાયા:બિહારમાં 50 લાખ લોકો પૂરથી ઘેરાયા, ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભૂસ્ખલન; MP-રાજસ્થાનમાં એલર્ટ
    Next Article
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ:ટનલોને તબાહ કરતા 900 કિલોના 40 હજાર સુપર-હેવી બોમ્બ પહોંચાડશે, ₹26 હજાર કરોડની ડીલથી દુનિયાભરમાં ખળભળાટ!

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment