Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- શેરબજારમાં નકારાત્મક અને અસ્થિર વલણ:વૈશ્વિક અનિશ્ચિતતાએ સમગ્ર બજારના સેન્ટિમેન્ટને દબાણ હેઠળ રાખ્યું

    7 hours ago

    ભારતીય શેરબજારમાં નકારાત્મક અને અસ્થિર શરૂઆતની શક્યતા છે. અગાઉના સત્રમાં શરૂઆતની તેજી બાદ મુખ્ય સૂચકાંકોએ મોટાભાગનો સુધારો ગુમાવ્યો હતો. સેન્સેક્સમાં પણ મર્યાદિત ફેરફાર નોંધાયો હતો. ટેકનોલોજીમાં મજબૂત ખરીદી છતાં ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ, અમેરિકન બોન્ડ યીલ્ડ અને વૈશ્વિક અનિશ્ચિતતાએ સમગ્ર બજારના સેન્ટિમેન્ટને દબાણ હેઠળ રાખ્યું હતું. મંગળવારના સત્રમાં અંદાજે 500 પોઈન્ટ સુધીની નકારાત્મક હલચલ માટે મુખ્ય કારણોમાં ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ, રૂપિયા ઉપરનું દબાણ, વિદેશી રોકાણકારોની સતત વેચવાલી અને અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિ અંગેની અનિશ્ચિતતા મહત્વપૂર્ણ રહેશે. બ્રેન્ટ ક્રૂડ 105 – 107 ડોલર આસપાસ રહેતાં ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા વધી છે. સેન્સેક્સમાં ટૂંકા ગાળે ઊંચી અસ્થિરતા રહેવાની શક્યતા છે. અગાઉના સત્રમાં મર્યાદિત સુધારા બાદ ફરી વેચવાલી આવે તો સૂચકાંક ઉપર દબાણ વધી શકે છે. જોકે સ્થાનિક સંસ્થાકીય ખરીદી અને પસંદગીયુક્ત લાર્જકેપ શેરોમાં રસ ઘટાડાને મર્યાદિત રાખી શકે છે. નિફ્ટી ફ્યુચરમાં નકારાત્મક શરૂઆત બાદ ઝડપી વધઘટ જોવા મળી શકે છે. ઊંચા સ્તરે વેચવાલી અને નીચલા સ્તરે શોર્ટ કવરિંગ વચ્ચે સૂચકાંકમાં તીવ્ર હલચલ રહેવાની શક્યતા છે. ફેડરલ રિઝર્વના નિર્ણય પહેલાં મોટા વેપારીઓ નવી પોઝિશન લેવાને બદલે સાવચેતીભર્યો અભિગમ અપનાવી શકે છે. બજાર સંપૂર્ણપણે મંદી તરફી હોવા છતાં કેટલાક ક્ષેત્રોમાં નીચલા સ્તરે ખરીદીનો આધાર મળી શકે છે. વૈશ્વિક ટેકનોલોજી શેરોમાં મજબૂતાઈને કારણે ઇન્ફર્મેશન ટેકનોલોજીમાં ફરીથી ખરીદી જોવા મળી શકે છે. ભારતીય ઇન્ફર્મેશન ટેકનોલોજી શેરોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો હતો અને એચસીએલ ટેકનોલોજી, ઇન્ફોસિસ અને ટીસીએસ જેવા શેરોમાં જોરદાર ખરીદી જોવા મળી હતી. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદી પણ બજારને નીચલા સ્તરે ટેકો આપતું મહત્વપૂર્ણ પરિબળ છે. તાજેતરના આંકડા મુજબ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ વિદેશી વેચવાલી સામે સતત ખરીદી દ્વારા બજારમાં પ્રવાહ જાળવી રાખ્યો છે. મંદીના કારણો :- આજના નકારાત્મક માહોલ પાછળ સૌથી મોટું પરિબળ ઊંચા ક્રૂડ ઓઇલના ભાવ છે. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરથી ઉપર રહેતાં ભારતના આયાત બિલ, રૂપિયા, ફુગાવો અને કંપનીઓના ખર્ચ ઉપર દબાણ વધવાની શક્યતા છે. પશ્ચિમ એશિયામાં ઊર્જા માળખા ઉપરના હુમલાઓને કારણે સપ્લાય અંગેની ચિંતા પણ યથાવત છે. આ ઉપરાંત અમેરિકન 10 વર્ષીય બોન્ડ યીલ્ડ 5 ટકાની આસપાસ રહેવી, અમેરિકન ફુગાવાના ઊંચા આંકડા અને ફેડરલ રિઝર્વની નીતિ અંગેની અનિશ્ચિતતા ઉભરતા બજારોમાંથી વિદેશી મૂડી બહાર જવાની શક્યતા વધારી રહી છે. વૈશ્વિક બજારોમાં રોકાણકારોનું ધ્યાન અમેરિકન ફેડરલ રિઝર્વની નીતિ બેઠક તરફ કેન્દ્રિત છે. અમેરિકામાં વ્યાજદર અંગેના નિર્ણય અને આગામી નીતિ સંકેતો વૈશ્વિક શેરબજારો તથા ઉભરતા બજારોના નાણાંપ્રવાહને અસર કરી શકે છે. ઊંચી અમેરિકન બોન્ડ યીલ્ડને કારણે ડોલર આધારિત સંપત્તિઓનું આકર્ષણ વધતાં ભારતીય બજારમાં વિદેશી વેચવાલીનું દબાણ યથાવત રહી શકે છે. ભારતીય બજારને સ્થાનિક સંસ્થાકીય ખરીદી, મજબૂત ઘરેલુ રોકાણ અને પસંદગીયુક્ત કોર્પોરેટ શેરોમાં ખરીદીનો આધાર મળી રહ્યો છે. જોકે ઓગસ્ટમાં છૂટક ફુગાવા 4.82 ટકા સુધી વધ્યો હોવાથી મોંઘવારી અને વ્યાજદર અંગે સાવચેતી વધી છે. રૂપિયા 95.55 પ્રતિ ડોલર આસપાસ નબળો રહેતાં આયાત આધારિત ક્ષેત્રો ઉપર પણ દબાણ વધે તેવી શક્યતા છે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વેચાણ બજાર માટે મુખ્ય નકારાત્મક પરિબળ બની રહ્યું છે. ઉપલબ્ધ આંકડા મુજબ એક સત્રમાં FIIએ આશરે ₹930.90 કરોડની વેચવાલી કરી હતી, જ્યારે DIIએ આશરે ₹1,968 કરોડની ખરીદી કરી હતી. સપ્ટેમ્બર દરમિયાન FIIની કુલ વેચવાલી પણ નોંધપાત્ર રહી છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી બજારમાં રક્ષણાત્મક આધાર પૂરો પાડી રહી છે. જો DII પ્રવાહ મજબૂત રહેશે તો ઊંચા FII વેચાણ છતાં બજારમાં એકતરફી ઘટાડો મર્યાદિત રહી શકે છે. ક્રૂડ ઓઇલ આજે પણ બજાર માટે સૌથી મહત્વપૂર્ણ કોમોડિટી પરિબળ રહેશે. બ્રેન્ટ ક્રૂડ 105 ડોલરથી ઉપર રહેતાં ભારતના આયાત ખર્ચ અને ફુગાવા અંગે ચિંતા યથાવત છે. ઊંચા ક્રૂડના કારણે પરિવહન અને ઊર્જા આધારિત કંપનીઓના ખર્ચ ઉપર દબાણ વધવાની શક્યતા છે. સોનામાં વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સલામત રોકાણની માંગ જળવાઈ શકે છે, જ્યારે ધાતુના ભાવની ચાલ મેટલ ક્ષેત્રના શેરોમાં પસંદગીયુક્ત ખરીદી માટે મહત્વપૂર્ણ રહેશે. ભાવિ દિશા :- આગામી સત્રોમાં ભારતીય શેરબજારનું વલણ નકારાત્મકથી અસ્થિર રહી શકે છે. બજાર માટે સૌથી મહત્વપૂર્ણ પરિબળોમાં અમેરિકન ફેડરલ રિઝર્વનો નિર્ણય, અમેરિકન બોન્ડ યીલ્ડ, ક્રૂડ ઓઇલ, રૂપિયા-ડોલરની ચાલ અને FII/DII નાણાંપ્રવાહ રહેશે. જો ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો આવે અને વિદેશી વેચવાલી ઘટે તો નીચલા સ્તરે ફરી ખરીદી ઊભી થઈ શકે છે. ટેકનોલોજી તથા પસંદગીના લાર્જકેપ શેરોમાં મજબૂતી બજારને સંભાળી શકે છે. બીજી તરફ ક્રૂડમાં વધુ ઉછાળો, રૂપિયા ઉપર વધતું દબાણ અને વૈશ્વિક બજારોમાં નબળાઈ વધે તો 500 પોઈન્ટ સુધીની ઝડપી હલચલ સાથે વેચવાલી વધુ તીવ્ર બની શકે છે. હાલના તબક્કે બજારમાં આક્રમક ખરીદી કરતાં ઘટાડા દરમિયાન ગુણવત્તાસભર શેરોમાં તબક્કાવાર ખરીદી અને તેજીના ઉછાળામાં સાવચેતી રાખવાનો અભિગમ વધુ યોગ્ય રહેશે. તા. 16.09.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા. 15.09.2026 ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23220 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23133 પોઈન્ટના પ્રથમ અને 23088 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23272 પોઈન્ટ થી 23303 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23373 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ :- હિન્દુસ્તાન યુનિલીવર ( 1948 ) :- એફએમસીજી સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ. 1948 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ. 1909 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ. 1963 થી રૂ. 1970 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ. 1979 ઉપર તેજી તરફી ध्यान...!! ફીનિક્સ મિલ્સ ( 1848 ) :- રિયલ એસ્ટેટ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1823 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1863 થી રૂ. 1870 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ. 1875 ઉપર તેજી તરફી ધ્યાન...!! કોચીન શિપયાર્ડ ( 1321 ) :- શિપબિલ્ડિંગ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1303 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1334 થી રૂ. 1340 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ. 1345 ઉપર તેજી તરફી ધ્યાન...!! સીડીએસએલ ( 1305 ) :- ફાઇનાન્શિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1288 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1323 થી રૂ. 1330 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ. 1335 ઉપર તેજી તરફી ધ્યાન...!! એચસીએલ ટેક્નોલોજીઝ ( 1256 ) :- ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો આ સ્ટોક રૂ. 1230 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1267 થી રૂ. 1274 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ. 1280 ઉપર તેજી તરફી ધ્યાન...!! પીએનબી હાઉસિંગ ફાઇનાન્સ ( 1138 ) :- હાઉસિંગ ફાઇનાન્સ સેક્ટરનો આ સ્ટોક રૂ. 1117 ના સ્ટ્રોંગ સપોર્ટથી રૂ. 1153 થી રૂ. 1160 થી રૂ. 1167 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! રૂ. 1170 ઉપર તેજી તરફી ધ્યાન...!!
    Click here to Read More
    Previous Article
    Aries Aaj Ka Rashifal 16 September 2026: व्यापार में बनेगा लाभ का योग, दोपहर बाद रहें सतर्क
    Next Article
    પશ્ચિમ બંગાળમાં TMCના 10 બળવાખોર ધારાસભ્યોને નોટિસ:વિધાનસભા સચિવાલયે ગેરલાયકાત અરજી પર 7 દિવસમાં જવાબ માંગ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment