Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાપ્પાના ચરણોમાં ચડેલા ફૂલો હવે કચરામાં નહીં જાય:સુરતના વિવિધ પંડાલોમાંથી નજીકની વોર્ડ ઓફિસો ખાતે ફૂલો જમા લેવા માટે ખાસ વ્યવસ્થા ગોઠવાશે

    10 hours ago

    સુરતમાં ગણેશોત્સવનો પર્વ અત્યંત ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક ઉજવાઈ રહ્યો છે. શેરી-મહોલ્લાઓ તેમજ વિશાળ મેદાનોમાં સ્થાપિત ગણેશ પંડાલોમાં દુંદાળા દેવની પૂજા-અર્ચના માટે દરરોજ પુષ્કળ પ્રમાણમાં ફૂલો અને હાર ચડાવવામાં આવી રહ્યા છે. આ ઉત્સવ દરમિયાન શહેરની સ્વચ્છતા જળવાઈ રહે અને પર્યાવરણનું રક્ષણ થાય તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા એક વિશિષ્ટ પહેલ શરૂ કરવામાં આવી છે. 'ભગવાનની ભક્તિ, પ્રકૃતિ માટે એક ભેટ'ના ઉમદા સંદેશ સાથે મનપાએ ગણેશ મંડળો અને ભક્તોને વપરાયેલાં ફૂલોને સામાન્ય કચરામાં ન ફેંકવા અપીલ કરી છે. 'ફૂલોથી ખાતર તરફ'નો આ પર્યાવરણલક્ષી અભિગમ પંડાલોમાંથી એકત્રિત કરાયેલા નિર્માલ્ય અને પૂજાના ફૂલોને સુરત મહાનગરપાલિકા સંચાલિત વર્મી કમ્પોસ્ટ પ્લાન્ટ ખાતે મોકલવામાં આવશે. ત્યાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પ્રક્રિયા હાથ ધરીને ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળું સેન્દ્રીય (જૈવિક) ખાતર તૈયાર કરવામાં આવશે. 'ફૂલોથી ખાતર તરફ'નો આ પર્યાવરણલક્ષી અભિગમ કચરાના નિકાલની સમસ્યા હળવી કરવાની સાથે કુદરતી ખાતર નિર્માણમાં પણ ઉપયોગી સાબિત થશે. ગણેશ મંડળોની અનુકૂળતા માટે પાલિકા તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. 'સ્વચ્છ સુરત, સુંદર સુરત'ના સંકલ્પને સાકાર કરવા માટે પાલિકાએ તમામ ગણેશ મંડળો અને નાગરિકોને ભક્તિથી હરિયાળા ભવિષ્ય તરફ દોરી જતી આ ઇકો-ફ્રેન્ડલી મુહિમમાં સક્રિય સહયોગ આપવા અનુરોધ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    કાદવ-કીચડ વચ્ચે પણ લોકોએ તરણેતરના મેળાની મોજ માણી:લાડુ સ્પર્ધામાં 52 વર્ષીય સ્પર્ધકે 28 લાડુ ઝાપટી મેદાન માર્યું, હૂડા રાસે આકર્ષણ જમાવ્યું; સ્ટેજ તૂટતાં 5ને ઈજા
    Next Article
    Did iPhone 18 Pro Just Beat The New Mac Mini? First M6 Benchmarks Leak

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment