Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન:વાકી નદી કિનારે ઢોલ-નગારાના તાલે ભક્તિમય માહોલમાં ભક્તોએ આપી વિદાય

    11 hours ago

    વલસાડ શહેરમાં ગણેશોત્સવની ભક્તિભાવ સાથે ઉજવણી કરાયા બાદ આજે દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન કરવામાં આવ્યું. શહેરના વિવિધ વિસ્તારો અને સોસાયટીઓમાં સ્થાપિત ગણપતિજીની પ્રતિમાઓને શ્રદ્ધા અને ભાવુક વાતાવરણ વચ્ચે વાકી નદી ખાતે વિસર્જન માટે લાવવામાં આવી હતી. ઢોલ-નગારાના તાલે ગણપતિ બાપ્પાના જયઘોષથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. ભક્તોએ ગણપતિ બાપ્પાની આરતી કરી, શ્રીફળ વધેર્યા અને આગામી વર્ષે ફરીથી પધારવા માટે પ્રાર્થના કરી. ત્યારબાદ વિધિ અનુસાર ગણેશજીની પ્રતિમાઓનું વાકી નદીમાં વિસર્જન કરાયું. વિસર્જન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. કોઈ અણબનાવ ન બને તે માટે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થા કરાઈ હતી. ગણેશભક્તોએ પણ શાંતિપૂર્ણ અને પર્યાવરણનું ધ્યાન રાખીને વિસર્જન કરી ગણેશોત્સવની પરંપરા જાળવી રાખી. "ગણપતિ બાપ્પા મોરિયા, આવતા વર્ષે જલ્દી આવજો"ના જયઘોષ સાથે ભક્તોએ બાપ્પાને વિદાય આપી. દોઢ દિવસના ગણપતિના વિસર્જન સાથે વલસાડમાં ગણેશોત્સવના પ્રથમ તબક્કાનું ભાવુક સમાપન થયું.
    Click here to Read More
    Previous Article
    હિમાલયા મોલ સ્થિત 'મેક્સસ સિનેમા'નું લાયસન્સ તાત્કાલિક અસરથી મોકૂફ:જિલ્લા મેજિસ્ટ્રેટે 'મેક્સસ સિનેમા'ની સ્ક્રીન 1 થી 4નું લાયસન્સ અને ટિકિટ વેચાણ રદ કર્યું, આગળનો હુકમ ન થાય ત્યાં સુધી શો બંધ
    Next Article
    ગાંધીબાગ ડ્રગ્સ કેસ, સલાબતપુરાની મહિલાને 10 વર્ષની કેદ:1.96 લાખના મેફેડ્રોન સાથે ઝડપાઈ હતી, મુંબઈનો પેડલર પુરાવાના અભાવે મુક્ત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment