Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ:યુવા શક્તિ મંડળ દ્વારા મહાકાલની ઝાંખી, બળિયાદેવ યુવક મંડળમાં બાપાના દર્શને ભક્તોનું ઘોડાપૂર

    1 day ago

    વલસાડ શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમથી શરૂઆત થઈ ચૂકી છે. પ્રથમ દિવસથી જ શહેરના વિવિધ ગણેશ મંડળોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. યુવા શક્તિ મંડળના અનિલ છત્રીવાલાએ જણાવ્યું કે, તેઓ છેલ્લા 61-62 વર્ષથી ગણપતિજીની સ્થાપના કરે છે. આ વર્ષે મંડળ દ્વારા ખાસ મહાકાલની થીમ અને ઝાંખી તૈયાર કરવામાં આવી છે. તેનો હેતુ એ છે કે જે ભક્તો ઉજ્જૈન જઈ શકતા નથી, તેઓ અહીં જ મહાકાલના દર્શનનો લાભ લઈ શકે. પ્રથમ દિવસે જ દર્શનાર્થીઓનો સારો પ્રતિસાદ મળ્યો છે. બીજી તરફ, શ્રી બળિયાદેવ યુવક મિત્ર મંડળના આયોજક તેજશ રાણાએ માહિતી આપતા જણાવ્યું કે, તેમના મંડળની પરંપરા 100 વર્ષ કરતાં પણ જૂની છે. આ વર્ષે મંડળ દ્વારા બાબા બળિયાદેવ (ખાટુશ્યામજી)ની થીમ પર પંડાલ અને મૂર્તિ બનાવવામાં આવી છે. વલસાડ શહેર સહિત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો જેવા કે કોસંબા, લીલાપોર, ભડેલી, હિંગરાજ તેમજ હાલર રોડ અને તીથલ રોડ પરથી મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે. પ્રથમ દિવસે જ 500 થી 600 ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો. પંડાલ મોડી રાત સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લો રાખવામાં આવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    દિવ્યાંગ બાળકોના પ્રવેશ મુદ્દે શાળા સંચાલકોની શિક્ષણ સચિવને રજૂઆત:દિવ્યાંગ બાળક પ્રવેશ ન મેળવે તો પણ સુવિધા ઉભી કરવા દબાણ કરાતું હોવાનો આક્ષેપ, નિયમોમાં પુનઃ વિચારણા કરવા માંગ
    Next Article
    "Ridiculous": West Indies Great Targets Pakistan In Angry Imran Khan Rant

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment