Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે ગળાફાંસો ખાધો:ટ્રેનમાં મિત્ર સાથે જામનગરથી યુપી જતો'તો, કાલુપુરથી ચાલતો પહોંચ્યો; પોલીસે ભાઈ સાથે વાત પણ કરાવી હતી

    9 hours ago

    અમદાવાદના શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં મદદ માટે આવેલા ઉત્તરપ્રદેશના યુવકે પોલીસની નજર ચૂકવી ઈલેક્ટ્રિક રૂમમાં જઈ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. મૃતક રાજુ જામનગરમાં નોકરી કરતો હતો અને થોડા દિવસથી માનસિક તણાવમાં હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. રાજુ પોતાના વતન ઉત્તરપ્રદેશ જવા માટે મિત્ર સાથે નીકળ્યો હતો. ટ્રેન કાલુપુર પહોંચી ત્યારે રાજુ મિત્રને જાણ કર્યા વગર ટ્રેનમાંથી ઉતરી ગયો હતો અને ત્યાંથી ચાલતો સીધો શહેરકોટડા પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા બાદ તેણે પોલીસ કર્મચારીઓને કોઈ વ્યક્તિ તેને હેરાન કરી રહી હોવાની વાત કરી હતી. પોલીસે રાજુની તેના ભાઈ સાથે વાત કરાવી હતી રાજુની સ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસે તેના ભાઈ સાથે ફોન પર વાત કરાવી હતી. રાજુ પાસે પૈસા ન હોવાનું જણાવતા તેના ભાઈએ એક દિવસમાં રૂપિયા મોકલી આપવાની ખાતરી આપી હતી.આ દરમિયાન એક પોલીસ કર્મચારીએ પણ રાજુને નાસ્તો કરવા માટે 100 રૂપિયા આપ્યા હતા. જોકે, રાજુ પોલીસ સ્ટેશનમાં હાજર હતો ત્યારે તક જોઈને ઈલેક્ટ્રિક રૂમમાં જતો રહ્યો હતો. થોડા સમય બાદ તેણે ત્યાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. રાજુ છેલ્લા ચાર દિવસથી જામનગરમાં ટેન્શનમાં હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા મુજબ રાજુ છેલ્લા ચાર દિવસથી જામનગરમાં ટેન્શનમાં હતો અને માનસિક રીતે પરેશાન હોવાનું પણ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. બીજી તરફ રાજુ સાથે યુપી જઈ રહેલો તેનો મિત્ર હાલમાં ફોન ઉપાડતો ન હોવાથી પોલીસે તેની પણ તપાસ શરૂ કરી છે. આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ
    Click here to Read More
    Previous Article
    કચ્છના માંડવી બે કલાલમાં 5 ઇંચ વરસાદ:અતિભારે વરસાદની આગાહી સાથે દીવ સહિત 6 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    મહંત સ્વામી મહારાજનો 93મો જન્મોત્સવ ઉજવાયો:અક્ષરચરણ સ્વામીએ કહ્યું- ગુરુ હોવા છતાં સદાય દાસ ભાવે વર્તે છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment