Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમરતભાઈ દેસાઈ અને કરણસિંહ વાઘેલાને ફરી જવાબદારી:કાંકરેજ ખરીદ-વેચાણ સંઘના ચેરમેન વાઇસ ચેરમેનની બિનહરીફ વરણી

    15 hours ago

    કાંકરેજ તાલુકા ખરીદ-વેચાણ સંઘમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી પ્રક્રિયા સોમવારે શિહોરી ખાતે યોજાઈ હતી. ડીસા પ્રાંત અધિકારી કિશનદાન ગઢવીની અધ્યક્ષસ્થાને યોજાયેલી ચૂંટણીમાં ચેરમેન તરીકે અમરતભાઈ રામાભાઈ દેસાઈ અને વાઇસ ચેરમેન તરીકે કરણસિંહ વાઘેલાની બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ સાથે સંઘના 15 ડિરેક્ટરો અગાઉ જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. સોમવારે બપોરે 12 વાગ્યે સંઘની કચેરી ખાતે ચેરમેન પદ માટે અમરતભાઈ દેસાઈના નામની દરખાસ્ત કલાભાઈ ખેતાભાઈ પટેલે કરી હતી, જેને ભરતકુમાર રતિલાલ શાહે ટેકો આપ્યો હતો. વાઇસ ચેરમેન પદ માટે કરણસિંહ વાઘેલાના નામની દરખાસ્ત અમરસિંહ મફાજી સોલંકીએ કરી હતી અને માંડણભાઈ ભેમાભાઈ પટેલે ટેકો આપ્યો હતો. બંને પદ માટે અન્ય કોઈ ઉમેદવારી ન આવતા ચૂંટણી અધિકારીએ બંનેને બિનહરીફ જાહેર કર્યા હતા.વરણી બાદ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ બંને હોદ્દેદારોનું ફૂલહાર પહેરાવી તથા સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પ્રભારી ધવલભાઈ દવે, મહામંત્રી રસિકજી ઠાકોર, તાલુકા ભાજપ પ્રમુખ નટુભાઈ પટેલ સહિતના આગેવાનો, ડિરેક્ટરો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    નવા નરોડામાં 300 કરોડનો પ્લોટ:સોલા, આંબલી અને ગોતાના 9 પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ; 12 ઓક્ટોબર સુઘી રજિસ્ટ્રેશન કરી શકાશે
    Next Article
    Babar Azam Returns To Domestic Cricket For First Time In 7 Years, Joined By Other Senior Stars

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment