Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેન્ઝીન ભરેલું ટેન્કર પલટ્યું, લીકેજ ન થતા મોટી દુર્ઘટના ટળી:કપડવંજ-વડોદરા રોડ પર ચીખલોડ સીમ વિસ્તારમાં અતિજ્વલનશીલ પ્રવાહી ભરેલું ટેન્કર પલટી ગયું

    11 hours ago

    ચીખલોડ સીમ વિસ્તારમાં કાપડીવાવથી વડોદરા તરફ જઈ રહેલું એક અતિજ્વલનશીલ બેન્ઝીન ભરેલું ટેન્કર અચાનક પલટી ખાઈ જતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે સદનસીબે ટેન્કરમાંથી કોઈ પ્રવાહી લીકેજ ન થતા એક મોટી અને ગંભીર દુર્ઘટના ટળી ગઈ હતી. ઘટનાને પગલે વહીવટી તંત્ર દ્વારા તત્કાળ પગલાં લઈને માર્ગ પરનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર આ ટેન્કર કાપડીવાવથી ચીખલોડ થઈને વડોદરા તરફ જઈ રહ્યું હતું. આ દરમિયાન ચીખલોડ સીમ વિસ્તારમાંથી પસાર થતી વખતે કોઈ કારણસર ટેન્કર રસ્તાની બાજુમાં ખાબકીને પલટી ખાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા અને તાત્કાલિક સ્થાનિક વહીવટી તંત્ર તેમજ પોલીસને આ અંગે જાણ કરવામાં આવી હતી. ટેન્કર પલટી ખાવાની ઘટનાની જાણ થતાં જ કપડવંજ પ્રાંત અધિકારી અને સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ટેન્કરમાં અતિજ્વલનશીલ પ્રવાહી હોવાને કારણે ફાયર વિભાગની ટીમને પણ જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડના જવાનો જરૂરી સાધનો સાથે સમયસર પહોંચી ગયા હતા. પોલીસ અને ફાયર વિભાગ દ્વારા સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી ટીમોએ સૌથી પહેલા તકેદારીના ભાગરૂપે આ માર્ગ પરથી પસાર થતી તમામ અવરજવર સંપૂર્ણપણે બંધ કરાવી દીધી હતી. પ્રાથમિક તપાસમાં ટેન્કરમાંથી બેન્ઝીન લીકેજ થતું ન હોવાનું જાણવા મળતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. લીકેજ ન હોવાથી આગ લાગવાની કે અન્ય કોઈ જાનહાનિ થવાની શક્યતાઓ નિવારી શકાઈ હતી. આ સમગ્ર ઘટના અંગે કપડવંજ પ્રાંત અધિકારી એ પી ઝાલાએ જણાવ્યું હતું કે આ ટેન્કરમાં કોઈ નુકસાનકારક પ્રવાહી લીકેજ થઈ રહ્યું નથી. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે વહીવટી તંત્ર દ્વારા આઈઓસીએલની ટીમને બોલાવી લેવામાં આવી છે અને તેઓ સ્થળ પર પહોંચ્યા બાદ આગળની સુરક્ષિત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    દોઢ દિવસના ગણપતિ બાપ્પાને આજે ભાવભીની વિદાય:ઘરોમાં સ્થાપિત બાપ્પાનું પૂજા-અર્ચના અને મહાઆરતી બાદ વિસર્જન કરાશે
    Next Article
    નવા નરોડામાં 300 કરોડનો પ્લોટ:સોલા, આંબલી અને ગોતાના 9 પ્લોટનું જાહેર હરાજીથી વેચાણ; 12 ઓક્ટોબર સુઘી રજિસ્ટ્રેશન કરી શકાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment