Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાધિકા અંબાણીની ગણેશ વંદનાએ સૌના દિલ જીત્યા:હાથથી વણેલા કાંજીવરમ ડ્રેસમાં ખાસ ભરતનાટ્યમ પરફોર્મન્સ; સલમાન, આલિયા સહિતનાં સેલેબ્સ પહોંચ્યા

    1 day ago

    અંબાણી પરિવાર કોઈપણ તહેવારને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. તેમાં પણ દર વર્ષે ગણપતિ ઉત્સવમાં એન્ટિલિયાને સુંદર રીતે સજાવવામાં આવે છે. આ વર્ષે પણ અંબાણી પરિવારના ઘરે 'એન્ટિલિયા ચા રાજા'નું આગમન થઈ ગયું છે. પરિવારે ધામધૂમથી બાપ્પાનું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન સલમાન ખાન સહિતના બોલિવૂડ સેલેબ્સ બાપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ઘરની નાની વહુ રાધિકા મર્ચન્ટના ખાસ પરફોર્મન્સે સૌનું ધ્યાન આકર્ષિત કર્યું. ભરતનાટ્યમ દ્વારા ગણેશ વંદના કરી રાધિક અનંત અંબાણી માત્ર બિઝનેસવુમન જ નહીં પરંતુ પ્રશિક્ષિત ભરતનાટ્યમ ડાન્સર છે. ત્યારે આ ગણેશ ચતુર્થીના અવસરે રાધિકાએ ખાસ ગણપતિ વંદના કરી હતી. ખાસ પ્રસંગે રાધિકાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાનો કસ્ટમ ક્રિએશન આઉટફિટ પહેર્યો હતો. આ આઉટફિટ સંપૂર્ણપણે હાથથી વણેલા કાંજીવરમ સિલ્કથી તૈયાર કરવામાં આવ્યો હતો. ખાસ ડિઝાઇનર ડ્રેસ તૈયાર કરાયો આ એથનિક આઉટફિટમાં ઘેરા જ્વેલ પિંક રંગના કાપડ પર ગોલ્ડ જરીનું કામ કરવામાં આવ્યું હતું. આઉટફિટમાં એન્ટિક ગોલ્ડ મારોડી એમ્બ્રોઇડરી અને જરદોષીનું ઝિણવટભર્યું કામ કરવામાં આવ્યું હતું. રાધિકાએ કાંજીવરમ સાડીને બદલે પરફોર્મન્સને ધ્યાનમાં રાખીને ખાસ આઉટફિટ તૈયાર કરાવ્યો હતો. મનીષ મલ્હોત્રાએ તેને પ્રી-સ્ટિચ્ડ સ્કર્ટ સિલ્વેટમાં બનાવ્યું હતું, જેથી ડાન્સ મુવમેન્ટ દરમિયાન તેને સહજતા રહે. 'એન્ટિલિયા ચા રાજા'ના દર્શન માટે સેલેબ્સ ઉમટ્યાં આ પ્રસંગે બોલિવૂડની ઘણી હસ્તીઓ મુકેશ અંબાણીના ઘરે પહોંચી. સલમાન ખાન, કેટરિના કૈફ-વિકી કૌશલ, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા અને ઘણા સિતારાઓ ઉજવણીમાં સામેલ થયા. જુઓ અંબાણી પરિવારના ગણપતિ સેલિબ્રેશનમાં પહોંચેલા સેલેબ્સના લુક- એન્ટિલિયામાં ગણપતિ બાપ્પાનું સ્વાગત મૂર્તિના સ્વાગત દરમિયાન એન્ટિલિયા ગલગોટાના ફૂલો, ભવ્ય લાઇટિંગ અને તહેવારોની સજાવટથી ઝગમગી ઉઠ્યું. સામે આવેલા વીડિયો અને તસવીરોમાં ઘરની અંદર અને બહાર થઈ રહેલા ઉત્સવની ઝલક જોવા મળી. આ પ્રસંગે નીતા અંબાણી, રાધિકા મર્ચન્ટ, અનંત અંબાણી અને મુકેશ અંબાણી ગણપતિ બાપ્પાનું સ્વાગત કરતા જોવા મળ્યા. નીતા અંબાણીએ ઘેરા લાલ રંગનો પરંપરાગત પોશાક પહેર્યો હતો. તેઓ ભવ્ય ઘરેણાંમાં જોવા મળ્યા. રાધિકા મર્ચન્ટે ચમકદાર નારંગી રંગનો ભરતકામ કરેલો એથનિક આઉટફિટ પસંદ કર્યો. તેમણે પરંપરાગત એક્સેસરીઝ સાથે પોતાનો ફેસ્ટિવ લુક પૂરો કર્યો.
    Click here to Read More
    Previous Article
    UPSC में 15वीं रैंक लाने के बाद भी बने IFS, कैसे PM मोदी के ट्रांसलेटर बने सिद्धार्थ बाबू?
    Next Article
    સણોસરામાં થોડા સમય માટે જોરદાર વરસાદ:ગામના રસ્તાઓ પર પાણી ભરાયા, ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment