Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બ્લિંકિટમાંથી મંગાવેલા લાડુમાંથી નીકળી ફૂગ:ગણેશ ચતુર્થીએ પ્રસાદમાં ફૂગ નીકળતા વેપારી ભડક્યા, ગૂગલ પરથી નંબર ફૂડ વિભાગનો નંબર શોધી કરી ફરિયાદ

    1 day ago

    સુરત શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઊભા થયા છે. પાંડેસરા વિસ્તારમાં ઓનલાઇન ક્વિક ડિલિવરી પ્લેટફોર્મ 'બ્લિંકિટ' (Blinkit) મારફતે ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર પર મંગાવવામાં આવેલા લાડુ વાસી, સડેલા અને ફૂગ વળેલી હાલતમાં નીકળતાં ગ્રાહકોમાં ભારે રોષ ફેલાયો છે. તહેવારના દિવસે સ્ટાફ અને પરિવાર માટે મંગાવેલી મીઠાઈમાંથી જ સફેદ ફૂગ નીકળતાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હોવાનો પર્દાફાશ થયો છે. “અમારું કામ માત્ર સામાન પહોંચાડવાનું, ચેક કરવાનું નહીં” પાંડેસરાના સ્થાનિક વેપારી પ્રવીણ ગુપ્તાએ સ્ટાફમાં પ્રસાદી વિતરણ માટે બ્લિંકિટ પર લાડુનો ઓર્ડર આપ્યો હતો. પાર્સલ મળ્યા બાદ બોક્સ ખોલતાં જ અંદર લાડુ સડી ગયેલા અને દુર્ગંધ મારતા જોવા મળ્યા હતા. વેપારીએ જ્યારે ડિલિવરી બોયને આવો સડેલો સામાન કેમ લાવ્યા તેવો સવાલ કર્યો ત્યારે તેણે ઉડાઉ જવાબ આપતાં હાથ ઊંચા કરી દીધા હતા કે, અમારું કામ માત્ર પાર્સલ પહોંચાડવાનું છે, અંદર શું છે તે જોવાનું અમારું કામ નથી. ફૂડ વિભાગનો આશ્ચર્યજનક જવાબ અખાદ્ય ખોરાક મળતાં વેપારીએ ગૂગલ પરથી નંબર શોધી સુરત ફૂડ વિભાગનો તાત્કાલિક સંપર્ક કર્યો હતો. જોકે, જવાબદાર અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ કરવા કે સેમ્પલ લેવાને બદલે ફોન પર એવો જવાબ આપ્યો હતો કે, જો ફરિયાદ નોંધાવવી હોય તો રૂબરૂ બહુમાળી ભવન કચેરીએ આવવું પડશે. અધિકારીઓના આવા નિંભર વલણ સામે વેપારીએ ભારે આક્રોશ વ્યક્ત કરતાં સવાલ ઉઠાવ્યો હતો કે, ફૂડ ઇન્સ્પેક્ટરો માત્ર એસી ચેમ્બરોમાં બેસી રહે છે અને લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. બાળકીના મોત અને હોસ્ટેલ કાંડ છતાં તંત્ર ઘોર નિંદ્રામાં ઉલ્લેખનીય છે કે, સુરતમાં થોડા સમય પહેલાં જ ફૂડ પોઈઝનિંગના કારણે 4 વર્ષની બાળકીએ જીવ ગુમાવ્યો હતો, જ્યારે પી.પી. સવાણી હોસ્ટેલમાં પણ વાસી ખોરાકથી 100થી વધુ વિદ્યાર્થીઓ બીમાર પડ્યા હતા. હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી હોવા છતાં મનપાનું ફૂડ વિભાગ કડક ચેકિંગ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. જ્યારે મીડિયામાં અહેવાલો ચમકે કે સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થાય ત્યારે જ તંત્ર દેખાડો કરવા દોડધામ કરે છે, પરંતુ તહેવારોના સમયે અગાઉથી કડક સેમ્પલિંગ કેમ કરવામાં આવતું નથી તે અંગે શહેરીજનોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    लीजेंड्री स्टार के घर पिछले 52 साल से आ रहे हैं गणपति बप्पा, बताया इस साल कैसे बीता इंतजार
    Next Article
    Move Over Boba, This Turtle-Shaped Chinese Herbal Jelly Is The New Food Craze

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment