Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દારૂ પીને ઘરે આવેલી પત્નીની પતિએ હત્યા કરી:ઊંઘતી હતી ત્યારે માથા પર લાકડાના ફટકા માર્યા, લોહીવાળાં કપડાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ; કપરાડાની ઘટના

    7 hours ago

    વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના કરજુન ગામે દારૂ પીવાની બાબતે થયેલી તકરારે ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું. દારૂના નશામાં વહેલી સવારે ઘરે આવેલી પત્ની સાથે પતિએ ઝઘડો કર્યા બાદ લાકડાના ફટકા મારી તેની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ આરોપી પતિએ લોહીવાળાં કપડાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે મૃતકના પુત્રએ જ પોતાના પિતા સામે કપરાડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. બંને દંપતીને દારૂની કૂટેવ હતી પોલીસની માહિતી મુજબ, કપરાડાના કરજુન ગામના પારસપાડા ફળિયામાં રહેતા સુરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘમાર્યા અને તેમની પત્ની 48 વર્ષીય આનંદીબેન બંનેને દારૂ પીવાની કૂટેવ હતી. આનંદીબેન અવારનવાર દારૂ પીવા માટે ઘરેથી નીકળી જતા અને મોડી રાત્રે અથવા ગમે ત્યારે ઘરે પરત ફરતા હતા. આ બાબતે પતિ-પત્ની વચ્ચે વારંવાર ઝઘડા થતા હતા. વહેલી સવારે નશામાં ઘરે આવતા પતિ ઉશ્કેરાયો છેલ્લા બે દિવસથી પણ આનંદીબેન દારૂ પીવા માટે ઘરેથી નીકળી જતા હતા અને મોડી રાત્રે પરત ફરતા હતા. ઘટનાના દિવસે વહેલી સવારે આશરે 5 વાગ્યે તેઓ દારૂના નશામાં ઘરે આવ્યા હતા. પત્નીને નશાની હાલતમાં જોઈ સુરેશભાઈ ગુસ્સે ભરાયા હતા અને ઘરના ઓટલા પર જ તેમને ગાલ પર બે-ત્રણ થપ્પડ મારી હતી. ત્યારબાદ આનંદીબેન ઘરમાં જઈને સૂઈ ગયા હતા. ઊંઘતી પત્ની પર લાકડાના ફટકા માર્યા આનંદીબેન ઊંઘી ગયા બાદ પણ સુરેશભાઈનો ગુસ્સો શાંત થયો નહોતો. તેમણે ઘરની પાછળના ભાગેથી લાકડું લાવી ઊંઘી રહેલી પત્નીના માથાના જમણા ભાગે તેમજ પેટના ભાગે લાકડાના ફટકા માર્યા હતા. ગંભીર ઈજાઓ થતાં આનંદીબેનનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. લોહીવાળાં કપડાં ફેંકી પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ હત્યા કર્યા બાદ આરોપી સુરેશભાઈએ ગુનાના પુરાવાનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે મૃતક પત્નીના લોહીથી ખરડાયેલા નાઇટી અને ચણિયાને કાઢીને ઘરની પાછળ ફેંકી દીધા હતા. આ ઘટનાની જાણ થયા બાદ મૃતકના 27 વર્ષીય પુત્ર પ્રવિણ સુરેશભાઈ વાઘમાર્યાએ કપરાડા પોલીસ મથકમાં પોતાના પિતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સુરેશભાઈ લક્ષ્મણભાઈ વાઘમાર્યા સામે BNS 2023ની કલમ 103(1) હેઠળ હત્યા, કલમ 238(A) હેઠળ પુરાવાનો નાશ કરવા તેમજ જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    કાલાવડના વિદ્યાર્થીઓએ કલાકૃતિથી ગણેશ ચતુર્થીની ઉજવણી કરી:નિકાવા ગામની કાર્તિક વિદ્યાલયના વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા જોઈ લોકો ખુશ થયા
    Next Article
    મીઠા ભરેલા ટ્રેલર અને આઈવા ટ્રક સામસામે અથડાયા:ભુજ-ખાવડા રોડ પર લોરીયા બસ સ્ટેશન નજીક અકસ્માત, ટ્રેલર ચાલકને ઈજા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment