Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તરણેતરના મેળાના રંગે ફ્રેંચ પ્રવાસી માર્ટિન રંગાયા:ગુજરાતી સંસ્કૃતિના વખાણ કર્યા, કહ્યું, 'સમૃદ્ધ સંસ્કૃતિ માણવાની ઈચ્છા પૂરી થઈ'

    6 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢમાં આવેલા ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે યોજાઈ રહેલા તરણેતરના વિશ્વપ્રસિદ્ધ લોકમેળામાં પ્રવાસીઓનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ મેળામાં ફ્રાન્સના નાગરિક માર્ટિન પણ પહોંચ્યા હતા. તેમણે ગુજરાતી લોકસંસ્કૃતિના મુક્તકંઠે વખાણ કર્યા હતા. ગુજરાતી સમૃદ્ધ સંસ્કૃતિ માણવાની તેમની ઈચ્છા પૂરી થઈ : માર્ટિન ફ્રાન્સના વતની અને હાલ રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા માર્ટિન ખાસ કરીને ગુજરાતની અદ્ભુત લોકસંસ્કૃતિ, પરંપરાગત સંગીત અને રંગબેરંગી પહેરવેશને નજીકથી જોવા તરણેતર આવ્યા હતા. તેમણે જણાવ્યું કે ગુજરાતી સમૃદ્ધ સંસ્કૃતિ માણવાની તેમની ઈચ્છા પૂરી થઈ છે. માર્ટિને પોતાની ખુશી વ્યક્ત કરતા કહ્યું કે તરણેતરના ભાતીગળ મેળામાં આવવું અને સ્થાનિક સંસ્કૃતિને જીવંત માણવી એ લાંબા સમયથી તેમની 'બકેટ લિસ્ટ'નો એક ભાગ હતો. અહીં આવીને ગ્રામીણ જીવનશૈલી અને પરંપરાગત વાતાવરણ વચ્ચે તેમને ખૂબ આનંદ અને સંતોષ મળ્યો. અહીંના લોકોનો ઉત્સાહ અને પરંપરાગત પોશાક ખરેખર અદ્ભુત : : માર્ટિન તેમણે મેળામાં જોવા મળતી અનોખી લોકકળાઓ અને ગ્રામીણ રમતગમતના વખાણ કર્યા. માર્ટિને ઉમેર્યું કે અહીંના લોકોનો ઉત્સાહ અને પરંપરાગત પોશાક ખરેખર અદ્ભુત છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના આંગણે લોક કળા, ગાયન-વાદન અને ભાતીગળ પહેરવેશથી મુલાકાતીઓ મંત્રમુગ્ધ થયા હતા. તરણેતરનો મેળો તેના પરંપરાગત નૃત્ય, ગાયન-વાદન, રંગબેરંગી પહેરવેશ અને ગ્રામીણ રમતગમત માટે વિશ્વભરમાં જાણીતો છે. માર્ટિન જેવા આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓની હાજરીએ મેળાની શોભા અને ગુજરાત પ્રવાસન ક્ષેત્રની વૈશ્વિક ઓળખમાં વધારો કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં દાદી-પૌત્રી ખાડામાં ખાબક્યાં, CCTV:પોરબંદરમાં વીજળી પડતા એકનું મોત, 7 વાગ્યા સુધી અતિભારે વરસાદની આગાહી, 19 જિલ્લામાં રેડ એલર્ટ
    Next Article
    Pak Increases Bounty On Jaish Chief Masood Azhar Weeks Ahead Of FATF Meet

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment