Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઇન્સ્ટાગ્રામનો પ્રેમ ભારે પડ્યો:લગ્નની લાલચ આપી ભુજના ધર્મ વોરાએ સુરતની યુવતીનું અઢી વર્ષ સુધી શારીરિક શોષણ કર્યું

    8 hours ago

    સુરત શહેરમાં સોશિયલ મીડિયાના માધ્યમથી યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. આવો જ વધુ એક ચોંકાવનારો કિસ્સો સુરતના પાલ વિસ્તારમાંથી સામે આવ્યો છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, પાલ વિસ્તારમાં રહેતી એક યુવતીનો મે 2023માં ઇન્સ્ટાગ્રામ મારફતે કચ્છ-ભુજના માધાપર ખાતે સનરાઇઝ સિટીમાં રહેતા ધર્મ કમલેશભાઈ વોરા નામના યુવક સાથે પરિચય થયો હતો. સોશિયલ મીડિયા પર શરૂ થયેલી આ વાતચીત ટૂંક સમયમાં જ પ્રેમસંબંધમાં પરિણમી હતી. આરોપી ધર્મ વોરાએ યુવતીને મીઠી-મીઠી વાતો કરી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને ભવિષ્યમાં તેની સાથે જ લગ્ન કરશે તેવા ખોટા સપના બતાવ્યા હતા. લગ્નની લાલચ આપી હોટલોમાં આચર્યું દુષ્કર્મ લગ્નના સપના બતાવીને આરોપી ધર્મ વોરાએ યુવતીને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ તેણે સુરતના પાલ વિસ્તારમાં નિશાળ સર્કલ પાસે આવેલી ક્રાઉન પેલેસ હોટલમાં તેમજ ભુજ ખાતે પોતાના ઘર પાસે આવેલી શ્યામ પેલેસ હોટલમાં યુવતીને અવારનવાર મળવા બોલાવી હતી. આ સ્થળોએ તેણે યુવતીની એકલતાનો લાભ ઉઠાવી અને લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યું હતું. આ સિલસિલો લગભગ અઢી વર્ષ સુધી ચાલ્યો હતો, જેમાં યુવતી સંપૂર્ણપણે છેતરાઈ ગઈ હતી અને આરોપીની ચુંગાલમાં ફસાઈને શારીરિક શોષણનો ભોગ બનતી રહી હતી. જાતિવિષયક અપશબ્દો બોલી તરછોડી દેતાં પોલીસ ફરિયાદ અઢી વર્ષના લાંબા શારીરિક શોષણ બાદ જ્યારે યુવતીએ ધર્મ વોરા પર લગ્ન કરવા માટે દબાણ કરવાનું શરૂ કર્યું, ત્યારે તેણે પોતાનો અસલી રંગ બતાવ્યો હતો. આરોપીએ શરૂઆતમાં અલગ-અલગ બહાનાં કાઢીને લગ્નની વાત ટાળી હતી. છેવટે તેણે યુવતીને તેની જાતિ અંગે અપશબ્દો બોલી અપમાનિત કરી હતી અને સ્પષ્ટપણે લગ્ન કરવાનો ઇનકાર કરી દઈ તેને તરછોડી દીધી હતી. પોતાની સાથે થયેલા આ વિશ્વાસઘાત અને દુષ્કર્મની જાણ થતાં જ ભોગ બનનાર યુવતીએ હિંમત દાખવીને પાલ પોલીસ મથકમાં ધર્મ વોરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. હાલ પાલ પોલીસે ગુનો દાખલ કરી આરોપીને ઝડપી પાડવા આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરના કાંસાબડ ગામે વીજળી પડતાં એક વ્યક્તિનું મોત:કુતિયાણા તાલુકામાં ભેંસ પર વીજળી પડી, સ્થાનિકોમાં ચકચાર
    Next Article
    વરાછામાં ચોથા માળે ફ્લેટનો દરવાજો જામ થતાં પરિવાર ફસાયો:3 બાળકો સહિત 6 સભ્યો ઘરમાં કેદ થતાં સોસાયટીમાં દોડધામ મચી, ફાયર બ્રિગેડે લોક તોડી તમામને બહાર કાઢ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment