Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વાંસદાના ઉનાઈ ગામે શિક્ષિકાનો નવતર પ્રયોગ:કાગળની નોટબુક નહીં, વૃક્ષના પાન પર ભણાવી રહ્યાં છે વિજ્ઞાન; વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામોમાં પણ સુધારો

    12 hours ago

    વિજ્ઞાન વિષય એટલે અઘરા પાઠ, આકૃતિઓ અને ગોખણપટ્ટી એવું માનવામાં આવે છે. જોકે નવસારી જિલ્લાના આદિવાસી બાહુલ્ય ધરાવતા વાંસદા તાલુકાના ઉનાઈ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકાએ વિજ્ઞાન ભણાવવાની પરંપરાગત પદ્ધતિથી અલગ નવતર પ્રયોગ શરૂ કર્યો છે. અહીં વિદ્યાર્થીઓ કાગળની નોટબુકને બદલે વૃક્ષોના પાનને વિજ્ઞાનની નોટબુક બનાવીને અભ્યાસ કરી રહ્યા છે. વિદ્યાર્થીઓ પાંદડાં પર દોરે છે વૈજ્ઞાનિક આકૃતિઓ ઉનાઈ પ્રાથમિક શાળાના વિજ્ઞાન વિષયના શિક્ષિકા હિના મકવાણાએ વિદ્યાર્થીઓ માટે આ અનોખી પદ્ધતિ અમલમાં મૂકી છે. વિદ્યાર્થીઓ શાળાની આસપાસના વૃક્ષોમાંથી જુદા જુદા આકાર અને કદનાં પાંદડાં એકત્રિત કરે છે. ત્યારબાદ તેના પર વનસ્પતિની રચના, વિવિધ ભાગો અને તેમની કામગીરી દર્શાવતી વૈજ્ઞાનિક આકૃતિઓ દોરે છે. આ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓ માત્ર આકૃતિ બનાવતા નથી, પરંતુ તેના ભાગો, રચના અને કાર્યને પણ પ્રત્યક્ષ રીતે સમજે છે. ગોખણપટ્ટીને બદલે પ્રત્યક્ષ નિરીક્ષણ આ પ્રયોગથી વિદ્યાર્થીઓમાં માત્ર પાઠ યાદ રાખવાની જગ્યાએ જાતે નિરીક્ષણ કરવાની અને પ્રશ્નોના જવાબ શોધવાની ટેવ વિકસી રહી છે. વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન હવે માત્ર પુસ્તકમાં વાંચવાનો વિષય નહીં, પરંતુ આસપાસની કુદરતમાંથી શીખવાનો વિષય બની ગયો છે. વિદ્યાર્થી માહીકા ત્રિવેદીએ જણાવ્યું કે, આ રીતે ભણવાથી વિજ્ઞાનનો અઘરો વિષય પણ રસપ્રદ બની ગયો છે અને શીખેલી બાબતો લાંબા સમય સુધી યાદ રહે છે. વિદ્યાર્થીઓના શૈક્ષણિક પરિણામોમાં પણ સુધારો શિક્ષિકા હિના મકવાણાના જણાવ્યા અનુસાર, આ નવતર પ્રયોગ બાદ વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન વિષય પ્રત્યેનો ડર ઓછો થયો છે અને વિષય પ્રત્યે રસ વધ્યો છે. વિદ્યાર્થીઓની સમજશક્તિ અને વિષયને ગ્રહણ કરવાની ક્ષમતામાં સુધારો જોવા મળ્યો છે. તેની અસર શૈક્ષણિક પરિણામોમાં પણ જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે આ પ્રયોગ માટે મોંઘા શૈક્ષણિક સાધનોની જરૂર પડતી નથી. શાળાની આસપાસ કુદરતી રીતે ઉપલબ્ધ પાંદડાં જ બાળકો માટે શિક્ષણનું માધ્યમ બની રહ્યાં છે. શિક્ષિકા હિના મકવાણાએ જણાવ્યું હતું કે, ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં મોંઘા શૈક્ષણિક સાધનોનો અભાવ હોય છે, પરંતુ શિક્ષક પાસે કલ્પનાશક્તિ હોય તો કુદરત પોતે જ ઉત્તમ વર્ગખંડ બની શકે છે. વાલીઓએ પણ પ્રયોગને આવકાર્યો શિક્ષિકાના આ પ્રયાસને ઉનાઈ ગામના વાલીઓ તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. વાલીઓનું માનવું છે કે સર્જનાત્મક શિક્ષણ પદ્ધતિથી બાળકો પર ભણતરનો ભાર ઓછો થાય છે અને તેઓ અઘરા વિષયોને પણ સરળતાથી સમજી શકે છે. વાલી મલ્લિકા પટેલે જણાવ્યું કે, શિક્ષિકાનો આ પ્રયોગ બાળકોના સર્વાંગી વિકાસ માટે ખૂબ સારો છે. બાળકો ભણતરના ભાર વગર હસતાં-રમતાં ઘણું બધું શીખી રહ્યા છે. એક પાનામાં છુપાયેલું આખું વિજ્ઞાન ઉનાઈ પ્રાથમિક શાળાના આ પ્રયોગે શિક્ષણમાં સર્જનાત્મકતાનું એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ પ્રયોગ એ સંદેશ આપે છે કે શિક્ષણ માટે હંમેશા મોંઘા સાધનો જરૂરી નથી. કુદરતને જોવાની સાચી દૃષ્ટિ હોય તો વૃક્ષનું એક નાનું પાન પણ વિદ્યાર્થીઓ માટે આખી વિજ્ઞાનની નોટબુક બની શકે છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટમાં વરસાદ શરૂ, સુરતમાં વાહનોની લાંબી લાઈન:આફતની નવી ચેતવણી, 12 જિલ્લામાં 4 વાગ્યા સુધી રેડ એલર્ટ; બોરસદમાં સૌથી વધુ 5.43 ઇંચ વરસાદ
    Next Article
    બોરીદ્રા શાળાના મુખ્ય શિક્ષક અનિલ ગુરુજીને ‘વિજ્ઞાન સાધના પારિતોષિક’:ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર્સ ફેડરેશન દ્વારા અંબાજીમાં કરાયા સન્માનિત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment