Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિરમગામના મુનસર તળાવે સ્વામિનારાયણ ભગવાનનો પુષ્પાભિષેક:કુમકુમ મંદિરના સંતો દ્વારા ભક્તિમય માહોલમાં ધૂન-કીર્તન ગુંજી ઉઠ્યા

    7 hours ago

    સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી દ્વારા સ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ, મણિનગર, અમદાવાદના સંતોએ વિરમગામના જાણીતા અને જૂના મુનસર તળાવ ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાનનો પુષ્પાભિષેક કર્યો. આ પ્રસંગે સંતો અને ભક્તોએ ધૂન, ભજન અને કીર્તન કર્યા, જેનાથી આખા વિસ્તારમાં ભક્તિમય માહોલ છવાઈ ગયો. આ પ્રસંગે કુમકુમ મંદિરના જાણીતા મોટિવેશનલ સ્પીકર સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, "આ જૂનું તળાવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના ચરણોથી પવિત્ર થયેલું તીર્થધામ છે. ભગવાન આ જગ્યાએ આવ્યા હતા અને તેમની લીલાઓની યાદ કાયમ રહે તે માટે અહીં ખાસ પૂજન અને પુષ્પાભિષેક કરાયો હતો." ઉલ્લેખનીય છે કે, પાટણના સોલંકી વંશના મહારાજા સિદ્ધરાજ જયસિંહના માતા રાજમાતા મીનળદેવીએ ૧૧મી સદીમાં (આશરે ઈ.સ. ૧૦૯૦) લોકોના ભલા માટે આ તળાવ બનાવ્યું હતું. શિલ્પ અને સ્થાપત્યકળાનો સારો નમૂનો ગણાતા આ તળાવના ઘાટ પર ૩૬૦ જેટલી નાની દેરીઓ અને શિવાલયો છે. દરેક દેરી પરની કોતરણી ગુજરાતના જૂના અને સાંસ્કૃતિક વારસાની ઓળખ છે. ભારતીય વાસ્તુકળાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતું આ મુનસર તળાવ આખા ગુજરાતનું ગૌરવ છે. સંતોની હાજરીમાં થયેલા આ ધાર્મિક કાર્યક્રમથી સ્થાનિક ભક્તોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો.
    Click here to Read More
    Previous Article
    શેલામાં વરસાદી પાણીમાં સ્કૂલ બસ ફસાઈ:બસચાલકનો જીવ પડીકે બંધાયો, અન્ય બસ મંગાવી વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા
    Next Article
    વડોદરામાં 17 સપ્ટેમ્બરે 4 જિલ્લાનો રોજગાર-એપ્રેન્ટિસ ભરતી મેળો:35થી વધુ કંપનીઓ દ્વારા 1500થી વધુ જગ્યાઓ માટે ભરતી, ધો.10 પાસથી MBA, B.E., B.Pharm સહિતના ઉમેદવારોને તક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment