Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ ગણપતિ પંડાલમાં જશો તો ઈલોરા ગુફાની અનુભૂતિ થશે:વડોદરામાં કૈલાસ મંદિરની ભવ્ય થીમથી ડેકોરેશન, એક્ટર મલ્હાર ઠાકર અને પૂજા જોષી જોઈને દંગ રહી ગયા

    10 hours ago

    રાજ્યભરમાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. ત્યારે વડોદરામાં પણ સોસાયટીઓ અને ઘરોમાં શ્રીજીની સ્થાપના ખૂબ જ ભક્તિભાવપૂર્વક થઇ ચૂકી છે. પોલોગ્રાઉન્ડ પાસે આવેલી રાજસ્થંભ સોસાયટીમાં ઈલોરાની 16 નંબરની ગુફામાં આવેલા ઐતિહાસિક કૈલાસ મંદિરથી પ્રેરિત અનોખી થીમ ગણપતિનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. ગણેશ મહોત્સવમાં યોજાયેલા મુખ દર્શન કાર્યક્રમમાં અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષીએ પણ હાજરી આપી ગણપતિ બાપ્પાના દર્શન કર્યા હતા. બંને ઈલોરા ગુફાની અનુભૂતિ કરીને દંગ રહી ગયા અને ભવ્ય આયોજનની પ્રશંસા કરી હતી. ઐતિહાસિક કૈલાસ મંદિરથી પ્રેરિત અનોખી થીમ 4 તસવીર વિસરાતી જતી પેઢીને માહિતગાર કરવા આ થીમ શ્રી રાજસ્તંભ પરિવારના સભ્ય જયેશ મકવાણાએ કહ્યું હતું કે, અમે છેલ્લા 36 વર્ષથી ગણપતિ ઉત્સવની ઉજવણી કરીએ છીએ. પ્રતિવર્ષ ગણેશ મહોત્સવ માટે કંઈક યુનિક થીમ સાથે મંડપ અને સુશોભન તૈયાર કરાય છે. આ વખતે ઈલોરાની 16 નંબરની ગુફામાં આવેલા કેલાશ મંદિરથી પ્રેરણા લઈને થીમ તૈયાર કરાઈ છે. આ થીમ પાછળનો મુખ્ય હેતુ એ છે કે, ભારત દેશનું આ ભવ્ય શિલ્પ અને સ્થાપત્ય આપણી વિસરાતી જતી પેઢી ભૂલી રહી છે, તેનાથી લોકોને માહિતગાર કરી શકાય. ત્રણ મહિના મહેનતથી કૈલાસ મંદિરની થીમ બનાવાઈ તેને વધુમાં જણાવ્યું હતું કે, આ મંદિર આખા એક જ પર્વતના શિખરથી શરૂ કરીને નીચે સુધી છીણી-હથોડી વડે કોતરીને બનાવવામાં આવ્યું હતું. આ થીમ આકાર આપવા માટે તેમની ટીમે 7 મહિના અગાઉથી આયોજન શરૂ કર્યું હતું અને 100થી વધુ સ્વયંસેવકો તથા પ્રોફેશનલ આર્ટિસ્ટોએ અઢીથી ત્રણ મહિના સુધી સતત મહેનત કરી હતી. ત્યારે આ થીમ તૈયાર થઈ છે. 'ગણેશ દર્શન માટે વડોદરામાં અમે પહેલી જ વખત આવ્યા છીએ' એક્ટર મલ્હાર ઠાકરે ક્હયું હતું કે, ગણેશોત્સવ પૂર્વે મૂર્તિના મુખ દર્શનનો લાભ મળવો અને લોકોની ઉત્સુકતા જોવી એ ખૂબ જ આનંદદાયક ક્ષણ છે. ગણેશ ચતુર્થીના ઉત્સવની શરૂઆત સાથે લોકો સાથે મળીને દર્શન કરવાનો અનુભવ અદ્ભુત રહ્યો. વડોદરામાં આ રીતે ગણેશ દર્શન માટે અમે પહેલી જ વખત આવ્યા છીએ અને ખૂબ જ મજા આવી છે. 'બાપ્પાની મૂર્તિને બસ જોયા જ કરવાનું મન થાય છે' એકટ્રેસ અને મલ્હારની પત્ની પૂજા જોષીએ કહ્યું હતું કે, અમે વડોદરામાં પહેલીવાર આ રીતે ગણપતિ દર્શન માટે આવ્યા છીએ અને આજે મુખ દર્શન કરવાનો મોકો મળ્યો છે, જેનો અદ્ભુત અને પોઝિટિવ અનુભવ રહ્યો. ‘અહીંના લોકોએ આપેલા પ્રેમ અને આવકાર માટે તેઓ દિલથી આભાર વ્યક્ત કરે છે. આ કાર્યક્રમ માટે છેલ્લા બે મહિનાથી જે કલાકારો અને સભ્યો મહેનત કરી રહ્યા છે તેનું સુંદર પરિણામ અહીંના ડેકોરેશન અને વાતાવરણમાં સ્પષ્ટ દેખાય છે.’
    Click here to Read More
    Previous Article
    ગોધરામાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ વરસાદ:વડોદરામાં રસ્તાઓ બેટમાં ફેરવાયા, તાલાલા ગીરમાં ધોધમાર વરસાદ; 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
    Next Article
    ચીને LAC પર પોતાના સૈનિકોની સંખ્યા ઘટાડી:રક્ષા મંત્રાલયના રિપોર્ટમાં દાવો- ભારતની તૈયારી મજબૂત, જમ્મુ-કાશ્મીરમાં હિંસા અને પથ્થરમારાની ઘટના પણ ઓછી થઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment