Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં બપોર બાદ વરસાદી માહોલ, એકનું મોત:શહેરમાં સરેરાશ સવા ઈંચ વરસાદ ખાબક્યો, કુબેરનગરનો અંડરપાસ જળમગ્ન, ચાંદલોડિયામાં રોડ બેસી જતા કોર્પોરેશનની ગાડી ફસાઈ

    20 hours ago

    અમદાવાદમાં રવિવારે સાંજે વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે અનરાધાર વરસાદ તૂટી પડતાં સમગ્ર શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પૂર્વથી પશ્ચિમ સુધી પડેલા સાંબેલાધાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનવ્યવહાર ઠપ થઈ ગયો હતો, જ્યારે ખાડિયા વિસ્તારમાં એક જૂનું મકાન ધરાશાયી થતાં ચાર લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. ફાયરની ટીમે ત્રણનું રેસ્ક્યૂ કર્યું હતું જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું. શહેરમાં સાંજે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધીમાં સૌથી વધુ વરસાદ ઉત્તર ઝોનમાં આવેલા એસ.પી. રીંગ રોડ નજીક હંસપુરામાં અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. શહેરમાંથી વરસાદી પાણીનો નિકાલ કરવા માટે સાબરમતી નદી પર આવેલા વાસણા બેરેજના 6 દરવાજા ખોલવામાં આવ્યા છે. શહેરમાં એકમાત્ર મીઠાખળી અન્ડર પાસ વરસાદી પાણી ભરાયું હોવાના પગલે બંધ કરવામાં આવ્યો હતો. અમદાવાદના જુદા-જુદા વિસ્તારના વરસાદની તસવીરો
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વીજળી પડતાં માતા-પુત્રનું મોત:સૌરાષ્ટ્ર-કચ્છમાં લાંબા સમય બાદ વરસાદનું આગમન, 10 વાગ્યા સુધીમાં 233 તાલુકામાં વરસાદ
    Next Article
    Ground Report । ભાદરવામાં રાહતનો વરસાદ | Farmers |Gujarat Rain | Monsoon | News 18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment