Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગઢડા પોલીસ આયોજીત ગણપતિ મહોત્સવ.:ગોપીનાથજી મંદિરે આરતી ઉતારી, વરસાદ વચ્ચે પોલીસ પરિવારે ગરબા રમ્યા; શોભાયાત્રામાં શહેરીજનો જોડાયા

    7 hours ago

    બોટાદના ગઢડા પોલીસ સ્ટેશને ગણેશ મહોત્સવની ઉજવણી કરી. આ માટે શહેરમાં ગણપતિ બાપાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. વરસાદ ચાલુ હોવા છતાં પોલીસ કર્મચારીઓ અને નગરજનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. શોભાયાત્રા પહેલા ગઢડાના ગોપીનાથજી મંદિરે ગણપતિ બાપાની આરતી ઉતારવામાં આવી. સાધુ-સંતો, નગરપાલિકા પ્રમુખ કિશોર ખાચર, પીઆઈ કે. એન. ચોપરા અને પોલીસ પરિવાર તેમાં સામેલ થયા હતા. આરતી પછી અબિલ-ગુલાલ ઉડાડવામાં આવ્યું અને ડીજેના તાલે શોભાયાત્રા શહેરના મુખ્ય રસ્તાઓ પર નીકળી. વરસાદ ચાલુ હોવા છતાં પીઆઈ કે. એન. ચોપરા, મહિલા પોલીસ કર્મચારીઓ અને અન્ય પોલીસ જવાનો ગરબા રમ્યા. બધા પોલીસ કર્મચારીઓએ મન મૂકીને ગરબે ઘૂમી ગણેશ મહોત્સવની ઉજવણી કરી. શોભાયાત્રા પૂરી થયા પછી ગઢડા પોલીસ સ્ટેશનમાં ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી. આ સમયે શહેરના આગેવાનો અને નાગરિકો હાજર રહ્યા હતા. ગઢડાના પીઆઈ કે. એન. ચોપરાએ આ અંગે માહિતી આપી. તેમણે જણાવ્યું કે તેમને ગઢડાનો ચાર્જ સંભાળ્યે લગભગ ચાર મહિના થયા છે. આસપાસના ગામોમાંથી ઘણા પોલીસ કર્મચારીઓ અહીં ફરજ બજાવે છે. તેઓ પોતાના પરિવાર સાથે ધાર્મિક તહેવારો અને ઉત્સવો ઉજવી શકતા નથી. આ કારણે પોલીસ સ્ટેશનમાં જ બધા તહેવારો ઉજવવાનો નિર્ણય લેવાયો છે. ગણેશ મહોત્સવની ઉજવણી પણ આ નિર્ણયનો એક ભાગ છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ મેઘતાંડવ:કુબેરનગરનો અંડરપાસ જળમગ્ન, ચાંદલોડિયામાં રોડ બેસી જતા કોર્પોરેશનની ગાડી ફસાઈ
    Next Article
    હળવદના માથક ગામે વીજળી પડતા માતા-પુત્રનું મોત:વાડીમાં મગફળી પિયત કરતી વખતે બન્યો બનાવ, પોલીસે તપાસ શરૂ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment