Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરણપુર પાસે ટાયર ફાટતાં બે કાર અથડાઈ:હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે પર બેને સામાન્ય ઇજા, ટ્રાફિક જામ

    10 hours ago

    સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર-શામળાજી નેશનલ હાઇવે-58 પર કરણપુર ગામ નજીક આજે બપોરે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. રાજસ્થાનથી સુરત જઈ રહેલી એક હેરિયર કારનું પાછળનું ટાયર અચાનક ફાટ્યું હતું. આ કારણે કાર બેકાબૂ બની ડિવાઇડર કૂદીને સામેની દિશામાંથી આવતી બીજી કાર સાથે અથડાઈ હતી. બીજી કાર સુરતથી રાજસ્થાન તરફ જઈ રહી હતી. આ અકસ્માતમાં બંને કારને નુકસાન થયું હતું. સુરતથી રાજસ્થાન જતી કારમાં સવાર ચાલક સહિત બે લોકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. આ ઘટનાને કારણે હાઇવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થયો હતો. અકસ્માતની જાણ થતાં ગાંભોઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ગાંભોઈ પોલીસ સ્ટેશનના તપાસ કરનાર કૃષ્ણસિંહે જણાવ્યું કે, હેરિયર કારનું ટાયર ફાટતાં તે ડિવાઇડર કૂદીને સામેની કાર સાથે અથડાઈ હતી. જેમાં બે લોકોને સામાન્ય ઈજા થઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધવાની કાર્યવાહી શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ:6 બસ ભરી હોસ્પિટલ ખસેડાયા, ભોજનના કારણે નહીં પણ ગણપતિના પ્રસાદથી તબિયત લથડ્યાનો લૂલો બચાવ
    Next Article
    ખાયડી પ્રાથમિક શાળામાં ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ પુસ્તક વહેંચ્યા:વિદ્યાર્થીઓમાં અભ્યાસ પ્રત્યે રસ જગાડવા અને જ્ઞાનવૃદ્ધિ માટે કરાઈ પહેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment