Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સલમાનના બોડીગાર્ડ શેરાનો દીકરો અબીર બોલિવૂડમાં ડેબ્યૂ કરશે!:ફિલ્મ 'ટાર્ઝન'માં જોવા મળશે, સૂરજ પંચોલી પણ ફિલ્મનો ભાગ હશે

    6 hours ago

    સલમાન ખાનના લાંબા સમયથી બોડીગાર્ડ રહેલા ગુરમીત સિંહ જોલી ઉર્ફે શેરાના પુત્ર અબીર સિંહ જલ્દી બોલિવૂડમાં ડેબ્યૂ કરી શકે છે. ફિલ્મફેરના રિપોર્ટ અનુસાર, અબીર ફિલ્મ ‘ટાર્ઝન’થી એક્ટિંગ ડેબ્યૂ કરશે. ફિલ્મમાં સૂરજ પંચોલી પણ જોવા મળશે. અબીરના ડેબ્યૂને લઈને 2022થી રિપોર્ટ્સ સામે આવતી રહી છે. તે સમયે દાવો કરવામાં આવ્યો હતો કે સલમાન ખાન તેમના ડેબ્યૂ પ્રોજેક્ટની તૈયારીમાં વ્યક્તિગત રીતે સામેલ છે. આ ફિલ્મ અભિનેતા-ફિલ્મમેકર સતીશ કૌશિકના નિર્દેશનમાં બનવાની વાત કહેવામાં આવી હતી અને જાન્યુઆરી 2023માં શૂટિંગ શરૂ થવાનો રિપોર્ટ હતો. જોકે, આ પ્રોજેક્ટની કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. માર્ચ 2023માં સતીશ કૌશિકના નિધન પછી અબીરના ડેબ્યૂને લઈને આગળ કોઈ માહિતી સામે આવી નથી. હવે નવા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અબીરને ‘ટાર્ઝન’ મળી ગઈ છે. ફિલ્મના ડિરેક્ટર, પ્રોડક્શન બેનર અને બાકીની કાસ્ટની માહિતી હાલમાં સામે આવી નથી. જેના કારણે હજુ એ જાણી શકાયું નથી કે સલમાન ખાન અબીર સિંહને લોન્ચ કરશે કે નહીં. ‘ટાર્ઝન’માં સૂરજ પંચોલી પણ રિપોર્ટ અનુસાર, ‘ટાર્ઝન’માં અબીર સાથે સૂરજ પંચોલી પણ હશે. સૂરજે 2015માં રિલીઝ થયેલી રોમેન્ટિક એક્શન ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મને સલમાન ખાને પ્રોડ્યુસ કરી હતી. ફિલ્મમાં સુનીલ શેટ્ટીની દીકરી અથિયા શેટ્ટીએ પણ લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું હતું. ‘હીરો’ પછી સૂરજ અને અથિયાને ઇન્ડસ્ટ્રીમાં ઓળખ મળી, જોકે ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ પ્રદર્શન કરી શકી નહીં. જો ‘ટાર્ઝન’ને લઈને સામે આવેલો રિપોર્ટ સાચો છે, તો સૂરજ હવે એક વધુ એવા નવા કલાકાર સાથે સ્ક્રીન શેર કરશે, જેને સલમાન ખાને લોન્ચ કર્યો હતો. સલમાન ઘણા કલાકારોને લોન્ચ કરી ચૂક્યા છે સલમાન ખાને પોતાની ફિલ્મો અને પ્રોડક્શન હાઉસ દ્વારા ઘણા નવા ચહેરાઓને બોલિવૂડમાં તક આપી છે. સોનાક્ષી સિન્હાએ તેમની સાથે ‘દબંગ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું, જ્યારે ઝરીન ખાનને ‘વીર’માં રજૂ કરવામાં આવી હતી. ડેઝી શાહે ‘જય હો’થી લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું અને સઈ માંજરેકરે ‘દબંગ 3’થી હિન્દી ફિલ્મોમાં પગ મૂક્યો. વળી, તેમના પ્રોડક્શન બેનર સલમાન ખાન ફિલ્મ્સ (SKF)થી સૂરજ પંચોલી અને અથિયા શેટ્ટીએ 2015ની ફિલ્મ ‘હીરો’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. આ પછી 2018માં ‘લવયાત્રી’થી વારિના હુસૈને લીડ એક્ટ્રેસ તરીકે ડેબ્યૂ કર્યું. ફિલ્મમાં સલમાનના જીજા આયુષ શર્મા પણ લોન્ચ થયા હતા. 2019માં સલમાન ખાન પ્રોડ્યુસ્ડ 'નોટબુક'થી ઝહીર ઇકબાલ અને પ્રનૂતન બહલે લીડ એક્ટર્સ તરીકે ડેબ્યૂ કર્યું. 2023માં 'ફર્રે'થી સલમાન ખાન ફિલ્મ્સ દ્વારા અલીઝે અગ્નિહોત્રીને લોન્ચ કરવામાં આવી. ભત્રીજાની ડેબ્યૂ ફિલ્મમાં સલમાન કેમિયો કરશે અરબાઝ ખાન અને મલાઈકા અરોરાના પુત્ર અરહાન ખાન ટૂંક સમયમાં બોલિવૂડમાં લીડ હીરો તરીકે ડેબ્યૂ કરવાના છે. ખાસ વાત એ છે કે તેમના ડેબ્યૂને ખાસ બનાવવા માટે સલમાન ખાન ફિલ્મમાં કેમિયો રોલ કરતા જોવા મળી શકે છે. રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ એક એક્શન લવ સ્ટોરી હશે. તેનું ટાઇટલ હજુ નક્કી થયું નથી.
    Click here to Read More
    Previous Article
    BRICS Gala Dinner Menu पर Rahul Gandhi का तंज! क्यों पोस्ट की छोले-भटूरे की तस्वीर? Priyanka Gandhi
    Next Article
    શિલ્પા શેટ્ટીના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન:પતિ રાજ સાથે આરતી કરી, ભારે વરસાદ વચ્ચે બાપ્પાને લેવા પહોંચી અંકિતા લોખંડે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment