Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટ જિલ્લામાં આગ લાગવાની બે ઘટના:પડવલા ખાતે જે.કે. પોલીમર્સ અને ભરૂડીની એમ.એમ. ફોર્જિંગમાં અગમ્ય કારણોસર લાગી આગ, કલાકોની જહેમત બાદ કાબુ મેળવાયો

    11 hours ago

    રાજકોટ જિલ્લામાં આજે સવારના સમયે આગ લાગવાના બે અલગ-અલગ બનાવો સામે આવતા ભારે દોડધામ મચી હતી. પ્રથમ ઘટના પડવલા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવેલી જે.કે. પોલીમર્સ કંપનીમાં બની હતી, જ્યારે બીજી ઘટના ભરૂડી નજીક આવેલી એમ.એમ. ફોર્જિંગ કંપનીમાં બની હતી. બંને બનાવોની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને તાત્કાલિક કામગીરી હાથ ધરી હતી. અને ભારે જહેમત બાદ બંને સ્થળે આગ ઉપર સંપૂર્ણ કાબુ મેળવી લેવામાં સફળતા મળી છે. જોકે આગ લાગવાના કારણો અંગેની ચોક્કસ જાણકારી હજુ સામે આવી નથી. પ્રથમ બનાવ અંગે મળતી વિગતો અનુસાર, પડવલા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી જે.કે. પોલીમર્સ નામની ફેક્ટરીમાં સવારે આશરે 5:30 વાગ્યાના સુમારે અચાનક આગ ફાટી નીકળી હતી. ફાયર બ્રિગેડને સવારે 6:32 વાગ્યે કંટ્રોલ રૂમ દ્વારા કોલ મળતા જ શાપર-વેરાવળ, મવડી અને ગોંડલ ફાયર સ્ટેશનથી ફાયર ફાઇટરોની 3 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. કંપની પરિસરમાં પ્લાસ્ટિકનો મોટો જથ્થો સંગ્રહિત હોવાના કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. પ્લાસ્ટિકનો આ મોટો જથ્થો બળીને સંપૂર્ણ નાશ પામ્યો હતો. આ અંગે માહિતી આપતા ફાયરમેન શૈલેષ ખોખરે જણાવ્યું હતું કે, ફાયર ફાઇટરો દ્વારા ચારેય તરફથી પાણીનો મારો ચલાવીને આગ બુઝાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. શરૂઆતમાં પાણીના અભાવના કારણે આગ પર કાબુ મેળવવામાં થોડી મુશ્કેલી પડી હતી અને વાર લાગી હતી, પરંતુ ફાયર બ્રિગેડની ટીમોએ સતત 3 કલાક સુધી સઘન કામગીરી કરી આખરે આગ પર પૂર્ણપણે કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ભયાનક આગમાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કયા કારણોસર લાગી તે અંગે ચોક્કસ કારણ જાણી શકાયું નથી, જેથી તંત્ર દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. બીજી ઘટનાની વિગતો મુજબ, રાજકોટના ભરૂડી વિસ્તાર નજીક આવેલી એમ.એમ. ફોર્જિંગ કંપનીમાં સવારે 8:45 વાગ્યાના અરસામાં આગ લાગી હતી. આ બનાવ અંગે ગોંડલ ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરોએ ત્વરિત અને સરાહનીય કામગીરી કરી આગને વધુ પ્રસરતી અટકાવી હતી અને ટૂંક સમયમાં જ આગ પર સંપૂર્ણ કાબુ મેળવી લીધો હતો. આ ઘટનામાં પણ સમયસર કાબુ મેળવાઈ જતાં કોઈ જાનહાનિ થવા પામી નથી, જેના કારણે કંપની સંચાલકો અને સ્થાનિક તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
    Click here to Read More
    Previous Article
    જામનગરમાં PGVCLની લોક અદાલતમાં 705 કેસનું સમાધાન:વીજ લેણાં પેટે સ્થળ પર જ રૂ. 75.47 લાખની વસૂલાત; પ્રી-લિટિગેશન અને લિટિગેશન કેસોનું સફળતાપૂર્વક સમાધાન
    Next Article
    રાહુલ ગાંધીની મલેશિયન PM ઇબ્રાહિમ સાથે મુલાકાત:BRICS સમિટ વચ્ચે બ્રેકફાસ્ટ પર મળ્યા; પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment