Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ સપ્તાહ કેવું રહેશે?:સિંહ અને કન્યા રાશિ માટે ધનલાભના યોગ, વૃષભ અને મિથુન જાતકોએ વાદ-વિવાદથી દૂર રહેવું!

    2 days ago

    13 સપ્ટેમ્બર, રવિવારથી 19 સપ્ટેમ્બર શનિવાર ​​​​​​સુધીના દિવસો તમારા માટે કેવા રહેશે એ અંગે જાણીતા જ્યોતિષાચાર્ય ડો. અજય ભામ્બી પાસેથી જાણો તમારી રાશિ મુજબ… પોઝિટિવઃ આ સપ્તાહ તમારી સામાજિક સીમા વધારે વિસ્તૃત થશે. પારિવારિક ગતિવિધિઓમાં વ્યસ્ત રહી શકો છો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરવાથી તમને આત્મિક સુખ આપશે. પરિવાર સાથે કોઈ મનોરંજન સ્થળ પર જવાનો પણ પ્રોગ્રામ બની શકે છે. નેગેટિવઃ આ સમય આર્થિક દૃષ્ટિથી વધારે અનુુકૂળ નથી. એટલે તમારી ક્ષમતાથી વધારે ખર્ચ અથવા રોકાણ ન કરો. જો દેવુ કે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તેના ઉપર ફરી વિચાર કરવાની જરૂર છે. વ્યવસાયઃ ગતિવિધિઓમાં વ્યસ્ત રહેશો. દૂરના ક્ષેત્રો સાથે સંબંધિત કાર્યોમાં સારી સફળતા મળશે. લવઃ લગ્નજીવન મધુર રહેશે. ઘરમાં કોઈ માંગલિક કામ સંબંધિત યોજના પણ બની શકે છે. સ્વાસ્થ્યઃ બ્લડ પ્રેશર તથા ડાયાબિટિસ ધરાવતા લોકોએ પોતાનું ધ્યાન રાખવું. બેદરકારી શરીરને નુકસાન પહોંચાડી શકે છે. લકી કલરઃ લાલ લકી નંબરઃ 5 પોઝિટિવઃ આ સપ્તાહ ખૂબ જ સુખદ પસાર થશે. વિઘ્ન આવવા છતાં તમે પોતાના મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ કરવામાં સફળ રહેશો. પ્રોપર્ટી સંબંધિત કોઈ અટવાયેલું સરકારી કામ ઉકેલાઈ જશે. યુવાઓને પોતાના કોઈ ખાસ કામને લઈને ચાલી રહેલી કોશિશમાં સફળતા મળશે. નેગેટિવઃ બેદરકારીથી કોઈ આર્થિક સમસ્યા ઊભી થઈ શકે છે. ધ્યાન રાખો કે કોઈપણ સંબંધી કે પાડોસી સાથે વિવાદ જેવી સ્થિતિ ન બને. ભાવનાઓમાં વહીને કોઈપણ મહત્ત્વપૂર્ણ નિર્ણય ન લો. વ્યવસાયઃ વ્યવસાયમાં તમારી મહેનત અને કાર્યક્ષમતા પ્રમાણે કામ યોગ્ય રીતે થઈ જશે. ચિટફંડ જેવી કંપનીઓમાં રોકાણ ન કરો. નોકરિયાત લોકોને ઓફિસનું કામ ઘરે કરવામાં મુશ્કેલી આવશે. લવઃ પતિ-પત્ની વચ્ચે નાનો વિવાદ થઈ શકે છે. આ વિવાદથી સંબંધો વધું ગાઢ બનશે. મિત્રો સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્યઃ ઘરના કોઈ સભ્યના સ્વાસ્થ્યને લઈને ચિંતા રહેશે. આ સમયે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે પણ સાવધાની રાખવી. લકી કલરઃ લીલો લકી નંબરઃ 9 પોઝિટિવઃ આ સપ્તાહ થોડું મિશ્રિત પ્રભાવ આપનારું રહેશે. તમે જે કામ કરવાનું નક્કી કરી લેશો, તેને પૂર્ણ કરીને જ માનશો. ધાર્મિક અથવાઆધ્યાત્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવાથી પોઝિટિવિટીનો અનુભવ થશે. નજીકની ધાર્મિક યાત્રા પણ થઈ શકે છે. નેગેટિવઃ ભાવનાઓમાં વહીને તમે ક્યારેક-ક્યારેક પોતાનું નુકસાન પણ કરાવી શકો છો. અન્ય લોકો પાસેથી વધારે આશા ન રાખો, પરંતુ પોતાની કાર્યક્ષમતા અને યોગ્યતા પર જ વિશ્વાસ રાખો. જીવન સાથે જોડાયેલી ગતિવિધિઓને વ્યાવહારિક રીતે સમજવાની કોશિશ કરો. વ્યવસાયઃ વ્યવસાયિક ગતિવિધિઓ હાલ મંદ જ રહેશે. તેને સારી કરવા માટે તમારે કામ કરવાની રીતમાં ફેરફાર કરવો પડશે. લવઃ લગ્નજીવન મધુર રહેશે. કુંવારા લોકો માટે કોઈ લગ્ન સંબંધી સારો સંબંધ આવે તેવી શ્કયતા છે. સ્વાસ્થ્યઃ બદલાતા વાતાવરણની ખરાબ અસર તમારા સ્વાસ્થ્ય પર પડશે. પોતાનું ધ્યાન રાખો અને નિયમિત રીતે કસરત અને યોગ કરતા રહો. લકી કલરઃ જાંબુડિયો લકી નંબરઃ 2 પોઝિટિવઃ જો સ્થાન પરિવર્તનની યોજના બની રહી છે તો તેને કાર્યરત કરવાનો યોગ્ય સમય છે. સ્થાન પરિવર્તન માટે કોશિશ કરી રહેલા લોકોની સમસ્યાઓ દૂર થશે. ઘરમાં નજીકના સંબંધીઓના આવવાથી ઉત્સવનું વાતાવરણ રહેશે. નેગેટિવઃ આસપાસની નકારાત્મક વાતોનો પ્રભાવ તમારા મન ઉપર પડવા દેશો નહીં. ઘરમાં ખૂબ જ વધારે ટોકાટોકી કરવાથી પરિવારના લોકો પરેશાન રહી શકે છે. આ વાતનું ધ્યાન રાખો કે બાળકોએ આ સમયે અભ્યાસ ઉપર વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. વ્યવસાયઃ વેપારમાં ઉન્નતિ મેળવવા માટે આંતરિક ગતિવિધિઓનું ગંભીરતાથી અને ઝીણવટપૂર્ણ મૂલ્યાંકન કરવું જરૂરી છે. લવઃ લગ્નજીવનમાં ચાલી રહેલી થોડી ગેરસમજ સમાપ્ત થઈ જશે તથા સંબંધ સારા જળવાયેલાં રહેશે. સ્વાસ્થ્યઃ બ્લડ પ્રેશર તથા ડાયાબિટીઝ સાથે સંબંધિત પરેશાનીઓ વધી શકે છે. લકી કલરઃ સફેદ લકી નંબરઃ 7 પોઝિટિવઃ રાજકીય કાર્યોને પૂર્ણ કરવાનો અનુકૂળ સમય છે. સાથે જ કોઈનો સહયોગ પણ મળશે. કોઈ શુભ સમાચાર મળવાથી તમારી અંદર વિશ્વાસ અને એક નવી ઊર્જા અનુભવ કરશો. પારિવારિક યાત્રા પણ શક્ય છે. માંગલિક કાર્ય સંબંધિત કોઈ યોજના બની શકે છે. નેગેટિવઃ નવી વસ્તુઓ, દસ્તાવેજ વગેરે સંભાળીને રાખો. કેમ કે ચોરી થવાનો કે ખોવાઇ જવાનો ભય રહેશે. જો ઘરની દેખરેખ અને સજાવટ સંબંધિત કોઈ યોજના બની રહી છે તો બજેટનું ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાયઃ કાર્યક્ષેત્રમાં નવા કરાર પ્રાપ્ત થશે. તેમને શરૂ કરતા પહેલાં યોગ્ય જાણકારી ચોક્સ લો. પાર્ટનર સાથે ચાલી રહેલાં વિવાદ અને ગેરસમજનો અંત થવાથી સંબંધ ફરી મધુર થઈ જશે. લવઃ પતિ-પત્ની વચ્ચે કોઈ ગેરસમજના કારણે તણાવ રહી શકે છે. પારિવારિક વાતાવરણને સુખમય બનાવવામાં મનોરંજન કે શોપિંગનો પ્રોગ્રામ બની શકે છે. સ્વાસ્થ્યઃ વેપાર અને યોગ પર નિયમિત ધ્યાન આપો, સર્વાઇકલ અને માંસપેશીઓનો દુખાવો ફરી ઊભો થઈ શકે છે. લકી કલરઃ લાલ લકી નંબરઃ 3 પોઝિટિવઃ જો કોઈ પેમેન્ટ વગેરે ફસાયેલું છે, તો આ સપ્તાહ પ્રાપ્ત થઈ જશે. જેના કારણે આર્થિક સ્થિતિ પણ વધારે સારી રહેશે. જો કોઈ સરકારી મામલો અટવાયેલો છે, તો કોઈની મદદથી તેનો ઉકેલ પણ આવી જશે. પરિવાર સાથે કોઈ ધર્મ સ્થળ પર જવાનો વિચાર પણ આવી શકે છે. નેગેટિવઃ પારિવારિક મામલે બહારના લોકો દખલ ન કરે તેનું ધ્યાન રાખવું. ઘરના વડીલ સભ્યો દ્વારા આપેલાં માર્ગદર્શન અને સલાહને ઇગ્નોર ન કરો. તેમને ઇગ્નોર કરવા તમારા માટે નુકસાનદાયી સાબિત થઈ જશે. વ્યવસાયઃ વ્યાવસાયિક ક્ષેત્રની આંતરિક વ્યવ્સથા પર સંપૂર્ણ ધ્યાન રાખવાની જરૂરિયાત છે. ઓફિસમાં વાતાવરણ સુખમય રહેશે. લવઃ પતિ-પત્નીના સંબંધ સારા રહેશે. ઘરનું વાતાવરણ યોગ્ય અને અનુશાસિત રહેશે. ખોટા પ્રેમ સંબંધોથી દૂર રહો. સ્વાસ્થ્યઃ રિસ્ક પ્રવૃત્તિના કાર્યોમાં કે વાહન ચલાવતી સમયે ખૂબ જ વધારે સાવધાની જાળવવાની જરૂરિયાત છે. લકી કલરઃ કેસરી લકી નંબરઃ 6 પોઝિટિવઃ ઘરના વડીલ લોકોનું માર્ગદર્શન અને સહયોગ રહેશે. જેના કારણે કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં તમારું મનોબળ અને આત્મવિશ્વાસ જળવાયેલો રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ સાથે-સાથે અન્ય ક્ષેત્રોમાં પણ રસ જાળવી રાખશે. નેગેટિવઃ ધ્યાન રાખો કે વાર્તાલાપ કરતી સમયે નકારાત્મક શબ્દોના પ્રયોગથી સંબંધ ખરાબ પણ થઈ શકે છે. કોઈ બાળકના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા પણ રહી શકે છે. પરિસ્થિતિ જલ્દી જ સામાન્ય થઈ જશે. વ્યવસાયઃ કાર્યક્ષેત્રમાં આ સમયે વધારે મહેનત કરવાની જરૂરિયાત છે. જોકે તમે તમારી સંપૂર્ણ યોગ્યતા અને મહેનત દ્વારા તમારા કામમાં સફળ પણ થઇ જશો. લવઃ જીવનસાથી તમારી કોઈ વાતથી નિરાશ થઈ શકે છે. સંબંધો સુખમય જાળવી રાખવા માટે તેમને સહયોગ અને ભેટ આપવી યોગ્ય રહેશે. સ્વાસ્થ્યઃ રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. વાહનનો ઉપયોગ પણ સાવધાનીપૂર્વક કરો. લકી કલરઃ ક્રીમ લકી નંબરઃ 1 પોઝિટિવઃ આ સપ્તાહ ઘરમાં કોઈ ખાસ વસ્તુની શોપિંગ થઈ શકે છે. જો વારસાગત સંપત્તિ સંબંધી કોઈ વિવાદ ચાલી રહ્યો છે તો તેને ઉકેલવાનો યોગ્ય સમય છે. અભ્યાસ અને રચનાત્મક કાર્યોમાં પણ તમારો રસ રહેશે. નેગેટિવઃ બેદરકારી અને ઉતાવળના કારણે થોડાં કામ ખરાબ પણ થઈ શકે છે. એટલે કોઈપણ કામ કરતા પહેલાં તેની સફળતા સુનિશ્ચિત કરી લો. સામાજિક ગતિવિધિઓમાં તમારું યોગદાન આપો. તમારા સંપર્કો મજબૂત કરો. વ્યવસાયઃ વેપારમાં નવી સંભાવનાઓ મળશે, પરંતુ તમારી કામ કરવાની રીતને સીક્રેટ જ રાખો. આ સમયે કામની ક્વોલિટી પર ધ્યાન આપવું જરૂરી છે. લવઃ પતિ-પત્ની એકબીજા સાથે તાલમેલ જાળવીને ઘરની સમસ્યાઓ ઉકેલવામાં સફળ રહેશે. પ્રેમ સંબંધો પણ ગાઢ બનશે. સ્વાસ્થ્યઃ પડી જવાથી અથવા વાહનથી ઈજા પહોંચવાની શક્યતા છે. જોખમી કાર્યોથી દૂર રહો. લકી કલરઃ આસમાની લકી નંબરઃ 4 પોઝિટિવઃ આ સપ્તાહ કોઈ ખાસ ગતિવિધિ થવાની છે. ખાસ લોકો સાથે મુલાકાતની તક મળશે. ખાસ કરીને મહિલાઓની ક્ષમતા અને પ્રતિભા તેમને યોગ્ય લક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે. યુવાઓને પોતાના કોઈ પ્રોજેક્ટમાં સફળતા મળશે. નેગેટિવઃ તમારા કાર્યોમાં જ વ્યસ્ત રહો. અન્ય મામલે દખલ કરવાથી તમારી મુશ્કેલીઓ વધી શકે છે. ગુસ્સા અને આવેશમાં આવીને કોઈપણ નિર્ણય ન લો. આ સમયે રિસ્ક પ્રવૃત્તિના કાર્યોથી દૂર રહો. વ્યવસાયઃ કોઈપણ નિર્ણય લેતી સમયે સાવધાની જાળવો. આ સમયે વ્યવસાયિક પેપર્સ તથા ફાઇલોમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન કરો. લવઃ તમારા વ્યક્તિગત તણાવને પારિવારિક વ્યવસ્થા પર હાવી થવા ન દેશો. થોડો સમય જીવનસાથી અને બાળકો સાથે પણ પસાર કરો. સ્વાસ્થ્યઃ વધારે તણાવના કાર્યોથી દૂર રહો. સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સમસ્યા હોય તો તરત જ સારવાર કરો. લકી કલરઃ પીળો લકી નંબરઃ 8 પોઝિટિવઃ કોઈ સમસ્યા આવે તો ગભરાવાની જગ્યાએ તેનું સમાધાન શોધવાની કોશિશ કરો. મકાન કે જમીનને લગતા અટવાયેલાં કામ આગળ વધવાની શક્યતા છે. ધાર્મિક કાર્યોમાં રસ રહેશે તથા કઇંક નવું કરવામાં તમારો રસ વધશે. નેગેટિવઃ નાણાકીય કાર્યોમાં હિસાબ-કિતાબ કરતી સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ શકે છે, એટલે સાવધાની રાખવી જરૂરી છે. કોઈ નજીકના સંબંધી સાથે ચાલી રહેલી ગેરસમજ દૂર થશે. પરંતુ તમારે કોશિશ તો કરવી જ પડશે. વ્યવસાયઃ સરકારી સંસ્થાઓ સાથે જોડાયેલાં વ્યવસાયમાં ઉન્નતિના યોગ બની રહ્યા છે. વિદેશમાં શિક્ષા પ્રાપ્ત કરનાર લોકોને સફળતા પ્રાપ્ત થશે. લવઃ પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા અને તાલમેલ જળવાયેલો રહેશે. ઘર તથા વ્યવસાયમાં યોગ્ય સંતુલન જાળવી રાખવું જરૂરી રહેશે. સ્વાસ્થ્યઃ અસંતુલિત આહારના કારણે ગળું ખરાબ થઈ શકે છે. લકી કલરઃ કાળો લકી નંબરઃ 3 પોઝિટિવઃ રોજિંદાની કંટાળાજનક જિંદગીથી રાહત મેળવવા માટે કઇંક નવું કરવાનું વિચારશો અને સફળ પણ રહેશો. કોઈ ઉધાર આપેલાં રૂપિયા પાછા મળવાની પૂર્ણ શક્યતા છે. યુવાઓને પ્રોફેશનલ અભ્યાસમાં સફળતા મળશે અને કરિયર સાથે સંબંધિત કોઈ વાત બની શકે છે. નેગેટિવઃ બિનજરૂરી ખર્ચના કારણે આર્થિક રીતે કોઈ મુશ્કેલીઓ કે સમસ્યાઓ વધી શકે છે. જોકે તમે જલ્દી જ તેનું સમાધાન મેળવી લેશો. તમારી ભાવનાઓ ઉપર કાબૂ રાખવો જરૂરી છે. નહીંતર તમારું નુકસાન પણ થઈ શકે છે. વ્યવસાયઃ વ્યવસાયમાં કોઈ કર્મચારીના સ્વાસ્થ્યને લગતી મુશ્કેલીઓ આવવાથી કામમાં વિઘ્ન આવશે. લવઃ લગ્નજીવનમાં સરળતા બની રહેશે. પ્રેમ સંબંધોમાં કોઈ પ્રકારનો ભાવનાત્મક આઘાત લાગવાથી અંતર વધી શકે છે. સ્વાસ્થ્યઃ તણાવ તથા સિઝનલ બીમારીઓથી બચીને રહો. ખાનપાન અને દિનચર્યા યોગ્ય રાખો. લકી કલરઃ સ્લેટી લકી નંબરઃ 9 પોઝિટિવઃ પરિવાર સાથે સંબંધિત કોઈ સમસ્યાનું સમાધાન મળવાથી તમે રાહત અનુભવ કરશો. તમારી જીવનશૈલી તથા દિનચર્યામાં થોડાં પરિવર્તન આવશે. તમારો પોઝિટિવ વ્યવહાર અન્ય ઉપર સારી છાપ છોડશો. કોઈ યાત્રાનો પ્લાન પણ બની શકે છે. નેગેટિવઃ ગેરકાયદેસર તથા રિસ્ક પ્રવૃત્તિઓ જેવા કામમાં રસ ન લેશો. ઘરે બેઠાં જ મુશ્કેલીઓમાં પડી શકો છો. પાડોસીઓ સાથે સંબંધોમાં મધુરતા જાળવી રાખવામાં તમાીરી કોશિશ જરૂરી રહેશે. વ્યવસાયઃ વ્યવસાય સાથે સંબંધિત કાર્યોમાં વધારે મહેનત રહેશે. જોકે, મોટાભાગની ગતિવિધિઓ સારી રીતે સંપન્ન થઈ જશે. લવઃ પતિ-પત્ની વચ્ચે કોઈ વાતને લઈને વિવાદ થઈ શકે છે. પ્રેમ સંબંધોના મામલે લકી રહેશો. સ્વાસ્થ્યઃ કસરત અને મેડિટેશનને તમારી દિનચર્યાનો ભાગ બનાવો. નકારાત્મકતા હાવી થવાથી તમારી કાર્યક્ષમતા પર અસર પડી શકે છે. લકી કલરઃ નેવી બ્લૂ લકી નંબરઃ 7
    Click here to Read More
    Previous Article
    આવતીકાલથી ગણેશોત્સવનો પ્રારંભ:જાણો ગણેશ સ્થાપનાનું શુભ મુહૂર્ત, પૂજા સામગ્રી અને વિધિ; તમારી રાશિ પ્રમાણે કરો મંત્ર જાપ અને પૂજા
    Next Article
    કયું કામ ક્યારે કરાય ક્યારે ના કરાય?:કોઇ પણ નવું કામ શરુ કરતાં પહેલા શું ધ્યાનમાં રાખશો જાણો ડૉ. પંકજ નાગર

    Related Religion Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment