Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજકોટમાં આપઘાતના બે બનાવ:સોફ્ટવેર એન્જિનિયરે આર્થિક ભીંસમાં સુસાઇડ નોટ લખી ગળેફાંસો ખાધો, આધેડે દારૂની કુટેવથી કંટાળી એસિડ પીધું

    7 hours ago

    રાજકોટ શહેરના દૂધસાગર રોડ પર આવેલા હૈદરી ચોક વિસ્તારમાં રહેતા 34 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર યુવાને ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી છે. છેલ્લા છ મહિનાથી કામધંધો બરાબર ન ચાલતા આર્થિક ચિંતામાં સરકી ગયેલા યુવાને આ આપઘાત કરતાં પૂર્વે એક સુસાઈડ નોટ પણ લખી હતી, જેમાં તેણે પોતાની લાચારી વ્યક્ત કરતા લખ્યું હતું કે 'હવે જિંદગીમાં કંઈ રહ્યું નથી, તેથી આ પગલું ભરૂ છું, આમાં કોઈનો દોષ નથી'. બનાવ અંગે હોસ્પિટલ ચોકી સ્ટાફ દ્વારા થોરાળા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે સુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી મૂળ જામનગર જિલ્લાના લાલપુરના વતની અને હાલ રાજકોટના દૂધની ડેરી પાસે હૈદરી ચોકમાં રહેતા 34 વર્ષીય મુનીરભાઈ કાસમભાઈ ખાખીએ સવારના સમયે પોતાના ઘરે રૂમમાં છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટના બની તે પૂર્વે સવારે મુનીરભાઈ અને તેમના પત્ની શબીનાબેન બંને સાથે મળીને પોતાના સંતાનને સ્કૂલે મૂકવા ગયા હતા સ્કૂલેથી ઘરે પરત ફર્યા બાદ મુનીરભાઈએ પત્નીને નાસ્તો બનાવવાનું કહ્યું હતું અને પોતે રૂમમાં ગયા હતા થોડી વાર બાદ પત્નીએ જોતા મુનીરભાઈ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યા હતા. ​પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક બેભાન હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર દરમિયાન તેમણે દમ તોડી દીધો હતો. મૃતક મુનીરભાઈ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરતા હતા અને એક બહેનથી નાના હતા. છેલ્લા છ મહિનાથી તેમનો કામધંધો ઠપ થઈ જતાં તેઓ સતત માનસિક અને આર્થિક તણાવમાં રહેતા હતા. પોલીસે ઘટનાસ્થળેથી મૃતકે લખેલી સ્યુસાઇડ નોટ કબજે કરી તપાસ શરૂ કરી હતી જેમાં લખ્યું હતું કે, જેમાં તેણે પોતાની લાચારી વ્યક્ત કરતા લખ્યું હતું કે 'હવે જિંદગીમાં કંઈ રહ્યું નથી, તેથી આ પગલું ભરૂ છું, આમાં કોઈનો દોષ નથી'. આધેડનું સારવાર દરમિયાન મોત નીપજ્યું બીજા બનાવમાં ​રાજકોટના પેડક રોડ પર આવેલા સેટેલાઇટ ચોક નજીક આવાસ યોજના ક્વાર્ટરમાં રહેતા 45 વર્ષીય પરેશભાઇ માવજીભાઇ પરમાર નામના આધેડે દારૂની લતથી કંટાળીને એસિડ પી આપઘાત કરી લેતા પરિવારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે. ભૂગર્ભ ગટર સફાઇનું કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પરેશભાઇ ગઈકાલે સવારે ઘરેથી બહાર ગયા હતા. ત્યારબાદ 10 વાગ્યા આસપાસ તેઓ ઘરે પરત ફર્યા હતા અને અચાનક ઉલટીઓ કરવા લાગ્યા હતા. પરિવારજનોએ ગભરાઈને પૂછપરછ કરતા તેમણે પોતે બહારથી એસિડ પી લીધું હોવાનું જણાવ્યું હતું. ​બનાવની જાણ થતાં જ સ્વજનો દ્વારા તેમને તુરંત સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજતા હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે બી-ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં મૃતકને સંતાનમાં બે દીકરા હોવાનું સામે આવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    જૈન સાધુના સેવક બની શ્રાવકો સાથે 2.90 લાખની છેતરપિંડી:કોર્ટ આદેશ બાદ 8.14 કરોડનો વિદેશી દારૂ નષ્ટ, ટ્રાફિક સિગ્નલ અને મંદિરો પાસે ભિક્ષાવૃત્તિ કરતા 19 લોકો ડિટેઈન
    Next Article
    Amid Concerns, Anthropic CEO Calls For Slowing Development Of AI Models

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment