Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અગાઉની અરજીના મનદુઃખમાં યુવક પર હુમલો:બે ભાઈઓએ ટેમ્પો ચાલકને રસ્તા વચ્ચે આંતરી, પૈસાની માંગ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી

    17 hours ago

    ભાવનગરના કુંભારવાડા મોતીતળાવ વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરી ગુજરાન ચલાવતા 26 વર્ષીય યુવકને બે શખ્સોએ રસ્તામાં આંતરી અપશબ્દો બોલી, નાણાંની માંગણી કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા યુવકે બોરતળાવ પોલીસ મથકે બન્ને સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.. પૈસા આપવાની ના પાડતા બન્ને શખ્સોએ ધમકી આપી ગત તા.25/8 ના રોજ સાંજના આશરે સાડા સાત વાગ્યાના અરસામાં સમીર પોતાનો માલ-સામાન ભરેલો ટેમ્પો લઈને કુંભારવાડા મોતીતળાવ સ્થિત વી.આઈ.પી. ડેલામાં ખાલી કરવા જઈ રહ્યો હતો, આ દરમિયાન વી.આઈ.પી. ડેલા નજીક ખુલ્લી જગ્યા પાસે એક લાલ રંગની ફોર વ્હીલ ગાડીમાં ઇરફાન ઉર્ફે પાન્યો સુમરા અને તેનો ભાઈ ભોપો આવ્યા હતા. તેઓએ ટેમ્પો અટકાવ્યો હતો, બંને શખસોએ ગાડીમાંથી નીચે ઉતરી સમીરને અપશબ્દો બોલવાનું શરૂ કર્યું હતું, સમીરએ ગાળો આપવાની ના પાડતા બંને ઉશ્કેરાઈ ગયા હતા અને પૈસાની માંગણી કરી હતી. જોકે, સમીરે પૈસા આપવાની ના પાડતા ઉશ્કેરાયેલા બંને ભાઈઓએ "આજે તો તને જવા દઈએ છીએ, હવે પછી સામે મળીશ તો પતાવી દઈશું" તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. બનાવ પાછળનું મુખ્ય કારણ અગાઉની અદાવત હોવાનું સામે આવ્યું બનાવ બાદ યુવક ગભરાઈ ગયો હોય, શરૂઆતમાં પોલીસમાં જાણ કરી ન હતી. પરંતુ આરોપીઓ તરફથી સતત જાનનું જોખમ જણાતા આખરે યુવકે પોલીસ મથકે રૂબરૂ પહોંચી ફરિયાદ નોંધાવી હતી. આ બનાવ પાછળનું મુખ્ય કારણ એક જ વિસ્તારમાં રહેતા હોવાને લીધે અગાઉ શેરીના ઓટા પર બેસવા બાબતે થયેલો ઝઘડો અને તેની સામે પક્ષે કરેલી અરજીનું મનદુઃખ હોવાનું સામે આવ્યું છે હાલ પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    BRICS Summit LIVE: पीएम मोदी-जिनपिंग के बीच द्विपक्षीय वार्ता खत्म, अलग-अलग मुद्दों पर करीब 50 मिनट तक हुई बातचीत
    Next Article
    કદવાલ તાલુકામાં ધોધમાર વરસાદથી ખેડૂતો ખુશ:પાકને મળ્યું જીવતદાન, રામદેવજી બાપુના આશીર્વાદ ગણાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment