Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદનો પાઘડી મેન ફરી ચર્ચામાં:નવરાત્રિ પહેલાં જ ‘પાઘડીમેન’ની અનોખી આદ્યશક્તિ પાઘડી બની આકર્ષણનું કેન્દ્ર

    13 hours ago

    ગુજરાતભરમાં નવરાત્રિ મહોત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ત્યારે ગરબા અને ગુજરાતી સંસ્કૃતિ પ્રત્યે અનહદ સ્નેહ ધરાવતા જાણીતા ‘પાઘડીમેન’ અનુજ મુદલિયાર ફરી એકવાર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. મૂળ ગુજરાતી ન હોવા છતાં ગુજરાતની ધરતી પર રહીને ગરબાની ભક્તિ અને પરંપરાના રંગે રંગાયેલા અનુજ દર વર્ષે એક નવી અને વિશિષ્ટ થીમ સાથેની પાઘડી પહેરીને ગરબા ગ્રાઉન્ડમાં પહોંચવા માટે જાણીતા છે. આ વખતે તેમણે નવરાત્રિ પૂર્વે જ અંદાજે 5 કિલો વજન ધરાવતી ભવ્ય 'આદ્યશક્તિ થીમ' આધારિત કલાત્મક પાઘડી તૈયાર કરીને સૌનું ધ્યાન ખેંચ્યું છે. માતાજીની છબી, પરંપરાગત વાજિંત્રો અને રાસ રમતી યુવતીઓ અનુજ મુદલિયારે તૈયાર કરેલી આ 5 કિલોની વિશેષ પાઘડીમાં જગતજનની મા અંબાની પાવન છબી સુશોભિત કરવામાં આવી છે. આ ઉપરાંત તેમાં નવરાત્રિના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને ઉજાગર કરતાં પરંપરાગત વાજિંત્રો અને રાસ-ગરબા રમતી યુવતીઓના સુંદર દૃશ્યો કંડારવામાં આવ્યા છે. આ ઝીણવટભરી અને નયનરમ્ય કલાકારીના કારણે પાઘડીને અત્યંત ભવ્ય અને અનોખો રાજવી લુક મળ્યો છે, જે ગરબાના શોખીનોમાં ભારે ઉત્સુકતા જગાડી રહ્યો છે. 2 મહિનાની અથાક મહેનતથી પાઘડી તૈયાર થઈ આ વિશાળ અને વજનદાર પાઘડીનું નિર્માણ કરવામાં અનુજને આશરે બે મહિના જેટલો સમય અને અથાક પરિશ્રમ લાગ્યો છે. ગુજરાત માટે ગરબા એ માત્ર નૃત્ય નથી પરંતુ એક વૈશ્વિક સાંસ્કૃતિક ધરોહર છે, અને અનુજ આ કલાના માધ્યમથી ગુજરાતી સંસ્કૃતિને દેશ-વિદેશ સુધી ગૌરવપૂર્વક પહોંચાડવાનો સંકલ્પ ધરાવે છે. આગામી નવરાત્રિ દરમિયાન તેઓ આ 5 કિલોની આદ્યશક્તિ પાઘડી ધારણ કરી દેશ અને વિદેશના વિવિધ ગરબા પંડાલોમાં ગરબે ઝૂમતા નજરે પડશે.
    Click here to Read More
    Previous Article
    UPSC ડિફેન્સ એક્ઝામ:CDSના 474 અને NDAના 768 ઉમેદવારો 5 બિલ્ડિંગોમાં આપશે પરીક્ષા, સુરતમાં તંત્ર સજ્જ
    Next Article
    માસૂમ બાળકીના મોત પછી પણ સુરત ફૂડ વિભાગ ના સુધર્યું:પુણા પાટિયાની ગીતા રેસ્ટોરન્ટમાં અખાદ્ય પદાર્થોથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં, અધિકારીઓએ ફોન ઉપાડવાનું ટાળ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment