Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં ગણેશ ચતુર્થીની ઉજવણી:પાટણના ગાયત્રી મંદિર એરિયામાં ઢોલના તાલે ગણપતિની મૂર્તિ લવાઈ, વિદ્યાર્થીઓએ લીધો ભાગ

    12 hours ago

    પાટણના ગાયત્રી મંદિર એરિયામાં આવેલા પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં ૧૨ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ ગણેશ ચતુર્થી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શાળાના કમ્પાઉન્ડમાં આયોજનબદ્ધ રીતે ભગવાન શ્રી ગણેશની પરંપરાગત શ્રદ્ધા અને હર્ષોલ્લાસથી ઢોલના તાલે ગણપતિની મૂર્તિ લવાઈ હતી. ગણપતિજીની મૂર્તિ પંડાલમાં સ્થાપના કરાયા બાદ શાળાના સંચાલક કમલબા ઇશાનસિંહ દેવડા, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ આરતી ઉતારી હતી. આરતી બાદ વિદ્યાર્થીઓએ વિવિધ નાટકો અને ગરબા રજૂ કર્યા હતા. જુનિયર કેજીથી ધોરણ ૧૦ સુધીના નાના બાળકો અને મોટા વિદ્યાર્થીઓએ આ ગણપતિ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રેરણા મંદિર શિક્ષણ સંકુલમાં પ્રેરણા બાલમંદિર, પ્રેરણા મંદિર પ્રાથમિક શાળા અને શ્રી એન.બી. પટેલ પ્રેરણા મંદિર માધ્યમિક શાળાનો સમાવેશ થાય છે. આ ત્રણેય સંસ્થાઓના લગભગ ૩૫૦ વિદ્યાર્થીઓએ ધાર્મિક લાગણી અને આનંદ ઉલ્લાસ સાથે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓ અલગ-અલગ ટ્રેડિશનલ ડ્રેસ પહેરીને આવ્યા હતા. આ દિવસે કેટલાક બાળકો ગણપતિદાદા, શંકર ભગવાન, પાર્વતી માતા અને મુષકના પહેરવેશમાં શાળાએ આવ્યા હતા. કાર્યક્રમના અંતે દરેક વિદ્યાર્થીને પ્રસાદી તરીકે બુંદી વહેંચવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ઈટાલિયાએ જ્યાં બેસી પરીક્ષા આપી તે સ્થળને લઈ વિવાદ:કોંગ્રેસે કહ્યું- ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિ.ના પરીક્ષા ખંડમાં CCTV અને ફાયર NOCનો અભાવ, કુલપતિએ કહ્યું- 'ઘણા અમને બદનામ કરે છે'
    Next Article
    સાંસદ ગોવિંદ ધોળકિયાના દીકરા સાથે 76.44 લાખની છેતરપિંડી કેસ:સ્ટેમ્પ વેન્ડર પતિ-પત્નીની ધરપકડ, જમીનના દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ મંગાવ્યા ને લાખો સેરવી લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment