Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તારીખ પર તારીખ નથી જોઈતી અમારે હિસાબ જોઈએ:સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનાઓના શ્રમિકોએ કલેક્ટર કચેરીને બાનમા લીધી, 'રવિવારની રજા અને પૂરો પગાર આપો'

    8 hours ago

    સુરતમાં એમ્બ્રોઇડરી કારખાનાઓમાં કામ કરતા મોટી સંખ્યામાં શ્રમિકો કલેક્ટર કચેરીએ પહોંચીને ઉગ્ર આંદોલન શરૂ કર્યું છે. તેમની માગ છે કે, રવિવારની રજા અને આઠ કલાકની નિશ્ચિત નોકરીના સમય કરવામાં આવે. જ્યાં સુધી આ માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી કલેક્ટર કચેરી ન છોડવાનો મક્કમ નિર્ણય શ્રમિકોએ કર્યો છે. 'અમને રવિવારની રજા અને પૂરો પગાર મળવો જોઈએ' અરવિંદ રાજ વિશ્વકર્માએ જણાવ્યું કે, એક જ માગ છે કે દર રવિવારે રજા મળવી જોઈએ. અમે પણ માણસ છીએ અને રોજના 12-12 કલાક કામ કરીએ છીએ. તેથી રવિવારની રજા મળવી જોઈએ અને પૂરો પગાર પણ મળવો જોઈએ. હાલમાં ખાવા-પીવાનો કે રસોઈ બનાવવાનો પણ સમય નથી મળતો અને ઊંઘ પણ પૂરી થતી નથી. અમને અઠવાડિયામાં એક દિવસ એટલે કે રવિવારે રજા મળવી જ જોઈએ. 'તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા જોઈએ' વધુમાં કહ્યું કે, પ્રશાસન તરફથી માત્ર તારીખ પર તારીખ જ મળી રહી છે, જેવી રીતે અદાલતમાં સની દેઓલનો ડાયલોગ છે; બીજું કશું જ થઈ રહ્યું નથી. તેમને તારીખ પર તારીખ નથી જોઈતી, માત્ર રવિવારની રજા જોઈએ છે. છેલ્લા એક મહિનાથી આવું જ ચાલી રહ્યું છે અને કોઈ તેમની વાત સાંભળતું નથી, સામાન્ય જનતાની કોઈને પડી નથી. જો તેમની આ માગણી સંતોષવામાં નહીં આવે, તો તેઓ આગળ વધીને રસ્તા રોકી દેશે, ચક્કાજામ કરશે અને જે કંઈ પણ કરવું પડશે તે તમામ આંદોલન કરશે. તારીખ પર તારીખ નથી જોઈતી અમારે હિસાબ જોઈએ છે અમે અમારો હક માંગીએ છીએ અમે નથી ભીખ માંગતા નારા સાથે મજૂરોનો ઉગ્ર વિરોધ મજૂરોને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે પરંતુ તેઓ સમજતા નથી અને એક જ માંગ સાથે અટક છે કે અમારી માંગ પૂર્ણ નહીં થાય તો અમે ક્યાંય જઈશું નહીં
    Click here to Read More
    Previous Article
    રશિયામાં પોલીસ ભારતીયોને પરેશાન કરે છે:કાનપુરના એન્જિનિયરે કહ્યું- ખોટી રીતે કેદમાં રાખીને ટોર્ચર કર્યો, ફરીથી વિદેશ જવાનું ક્યારેય નહીં વિચારું; પત્ની સાથે ભારત પરત આવ્યો
    Next Article
    This Tiny Island Can Start World War 3 | China

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment