Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં શ્રાવણી અમાસે બાબા અમરનાથનો અલૌકિક શૃંગાર:જયંત સોસાયટીના સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોએ કર્યા દિવ્ય દર્શન

    3 days ago

    પવિત્ર શ્રાવણ માસના અંતિમ દિવસે, શ્રાવણી અમાસ નિમિત્તે જામનગરમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું. હિંમતનગર વિસ્તારની જયંત સોસાયટીમાં આવેલા શ્રી રામ મંદિર પરિસરમાં બિરાજમાન શ્રી સોમનાથ મહાદેવ મંદિરે વિશેષ આયોજન કરાયું હતું. આ દિવસે દેવાધિદેવ મહાદેવને 'બાબા બર્ફાની' એટલે કે બાબા અમરનાથ મહાદેવના પવિત્ર હિમલિંગ સ્વરૂપનો અલૌકિક અને મનોહર શૃંગાર કરવામાં આવ્યો હતો. સ્થાનિક ભક્તોએ બાબા અમરનાથના પ્રત્યક્ષ દર્શનની અનુભૂતિ કરાવતી આ દિવ્ય ઝાંખીના દર્શન કરી ધન્યતા અનુભવી. સમગ્ર મંદિર પરિસર "હર હર મહાદેવ" અને "બમ બમ ભોલે"ના નારાઓથી ગુંજી ઊઠ્યું હતું. મોટી સંખ્યામાં દર્શનાર્થીઓએ શિવજીની મહાઆરતી તથા પૂજા-અર્ચનાનો લાભ લીધો હતો. શ્રાવણ માસની પૂર્ણાહુતિ ભક્તિ અને શ્રદ્ધાના માહોલમાં થઈ હતી.
    Click here to Read More
    Previous Article
    ઐતિહાસિક દરબાર હોલનું ₹14.88 કરોડના ખર્ચે રિસ્ટોરેશન શરૂ:જૂનાગઢના દિવાન ચોકમાં જર્જરિત બનેલા ઐતિહાસિક દરબાર હોલના સંરક્ષણ માટે રિસ્ટોરેશન કામગીરી શરૂ, 24 મહિનામાં મૂળ સ્વરૂપ અપાશે
    Next Article
    સુરતમાં મહિલાઓને શૌચાલય માટે મોરચો કાઢવો પડ્યો:સલાબતપુરામાં 28 વર્ષ જૂનું જાહેર શૌચાલયને તાળું મારી દેવાયું, ધારાસભ્ય-કોર્પોરેટરના ઘર ઘેરવાની કોંગ્રેસની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment