Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોલીસ સ્ટેશન નજીક સમાધાન કરાવતા વકીલ પર હુમલો:પાંડેસરામાં રોડ પર ઊભા રહેવા મુદ્દે તકરાર, 'તારા બાપનો રોડ છે' કહી યુવા વકીલ પર ચપ્પુથી જીવલેણ હુમલો

    6 hours ago

    સુરતના પાંડેસરા વિસ્તારમાં મોડી રાત્રે અસીલ સાથે જાહેર રોડ પર ઊભા રહેવા બાબતે થયેલી તકરારમાં યુવા વકીલ પર જીવલેણ હુમલો થતાં ચકચાર મચી જવા પામી છે. પાંડેસરાના રણછોડ નગરમાં રહેતા અને સુરત કોર્ટમાં વકીલાત કરતા 26 વર્ષીય એડવોકેટ કૈલાશ દેવનારાયણ મિશ્રા પોતાના અસીલના કેસમાં સમાધાન કરાવી રહ્યા હતા. તે સમયે બાઇક પર આવેલા બે અજાણ્યા શખ્સોએ 'જાહેર રોડ પર શું કામ ઊભો છે, તારા બાપનો રોડ છે?' કહી ઉશ્કેરાઈ જઈ વકીલના પેટ અને છાતીના ભાગે લોખંડ જેવા ધારદાર હથિયારના ઘા ઝીંકી દીધા હતા. અસીલની અરજી આપી બહાર નીકળતાં જ મામલો બિચક્યો સમગ્ર ઘટનાની વિગત મુજબ, વકીલ કૈલાશ મિશ્રાના અસીલ અનુપમ શુકલાને આદર્શ કેસરવાણી નામનો યુવક વીડિયો આપવા મુદ્દે ધમકી આપતો હતો. આ અંગે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને વકીલ અને તેમનો અસીલ રાત્રે 1:30 વાગ્યાના અરસામાં બહાર નીકળ્યા હતા. નાઝ એન્ટરપ્રાઇઝ પાસે જાહેર રોડ પર સામેવાળો આદર્શ ઊભેલો હોવાથી વકીલ બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવી રહ્યા હતા. તે દરમિયાન ત્યાંથી બાઇક પર પસાર થઈ રહેલા યોગેશ ઉર્ફે યોગીયા પાત્રા અને સુરજ નામના શખ્સોએ રસ્તામાં ઊભા રહેવા બાબતે વકીલ સાથે ગાળાગાળી શરૂ કરી દીધી હતી. 'તું એડવોકેટ હોય તો તારા ઘરનો' કહી હથિયાર હુલાવી દીધું વકીલે અપશબ્દો બોલવાની ના પાડતાં યોગેશ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને 'તું એડવોકેટ હોય તો તારા ઘરનો' કહી ખિસ્સામાંથી ધારદાર હથિયાર કાઢી વકીલના પેટ તથા છાતીના ડાબા ભાગે હુલાવી દીધું હતું. સાથે આવેલા સુરજે ગડદાપાટુનો માર મારી બિભત્સ ગાળો આપી હતી. અસીલ અનુપમ બૂમાબૂમ કરી મદદ માટે પોલીસ સ્ટેશન દોડી ગયો હતો. પોલીસ કર્મચારીઓને બહાર આવતા જોઈ આરોપી સુરજે 'આજે તો બચી ગયો, હવે ભેગો થયો તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી બાઇક પર ફરાર થઈ ગયા હતા. ઇજાગ્રસ્ત વકીલ સિવિલ ખસેડાયા, પોલીસે તપાસ હાથ ધરી હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવા વકીલ કૈલાશ મિશ્રાને તાત્કાલિક સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ તેમને રજા અપાઈ હતી. આ મામલે પાંડેસરા પોલીસે ઇજાગ્રસ્ત વકીલની ફરિયાદના આધારે હુમલાખોર યોગેશ ઉર્ફે યોગીયા પાત્રા અને સુરજ સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે બંને ફરાર આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    કદવાલ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્ટાફે મહાદેવ મંદિરને જળ અર્પણ કર્યું:શ્રાવણ અમાસના છેલ્લા દિવસે કદવાલમાં ભક્તિમય વાતાવરણમાં મહાદેવના દર્શન
    Next Article
    '5- ડે બેન્કિંગ જો ના દે, વો સરકાર નિકમ્મી હૈ':અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં કર્મચારીઓનો વિરોધ; આજે હડતાળ, શનિ-રવિની રજાને કારણે 3 દિવસ બેંકો બંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment