Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ- મંદીનું પ્રભુત્વ ગાઢ બન્યું:બજાર માટે સૌથી મોટો પડકાર પશ્ચિમ એશિયામાં વધતો તણાવ અને ક્રૂડ ઓઈલની ઊંચી કિંમતો

    2 days ago

    ભારતીય શેરબજારમાં શરૂઆતથી જ ઊંચી અસ્થિરતા જોવા મળી રહી છે.આજના બજાર માટે સૌથી મોટો પડકાર પશ્ચિમ એશિયામાં વધતો તણાવ અને તેના કારણે બ્રેન્ટ ક્રૂડનો ભાવ 100 ડોલર પ્રતિ બેરલની ઉપર રહેવાનો છે. ભારત ક્રૂડનો મોટો આયાતકાર હોવાથી મોંઘું ક્રૂડ રૂપિયા, ફુગાવો, વેપાર ખાધ અને કંપનીઓના નફાના માર્જિન ઉપર દબાણ વધારી શકે છે. બજારમાં નકારાત્મકતા હોવા છતાં આજે 16 માંથી 9 મુખ્ય ક્ષેત્રોમાં શરૂઆતના તબક્કે સુધારો જોવા મળ્યો હતો. ખાસ કરીને ઊંચા ક્રૂડ ભાવથી ઓઇલ ઉત્પાદન કરતી કંપનીઓને લાભ મળ્યો છે. ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં શરૂઆતમાં અનુક્રમે લગભગ 2% અને 2.4%નો વધારો જોવા મળ્યો હતો.સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી પણ બજાર માટે મહત્વપૂર્ણ આધાર છે. 09 સપ્ટેમ્બરના સત્રમાં સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આશરે ₹1509 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. પશ્ચિમ એશિયામાં વધતો સૈન્ય તણાવ આજના બજાર માટે સૌથી મોટું નકારાત્મક પરિબળ છે. બ્રેન્ટ ક્રૂડ 100 ડોલરની ઉપર જતાં ભારતના આયાત ખર્ચ અને ફુગાવાની ચિંતા વધી છે. ઊંચા ઊર્જા ખર્ચથી કંપનીઓના ઉત્પાદન અને પરિવહન ખર્ચમાં વધારો થઈ શકે છે.બીજી તરફ રૂપિયા 95.10 પ્રતિ ડોલરની આસપાસ નબળો પડ્યો છે. વધતા ક્રૂડ ભાવ અને ઊંચી અમેરિકન બોન્ડ ઉપજ રૂપિયા ઉપર વધારાનું દબાણ બનાવી રહ્યા છે. અમેરિકન બજારોમાં સતત નબળાઈ અને એશિયન બજારોમાં મિશ્રથી નકારાત્મક વલણ ભારતીય બજાર ઉપર પણ અસર કરી રહ્યું છે. અમેરિકન બજારોમાં ક્રૂડના ભાવ અને ફુગાવાની ચિંતાને કારણે રોકાણકારોમાં જોખમ ઘટાડવાની ભાવના વધી છે.આગામી અમેરિકન ફુગાવાના આંકડા પણ મહત્વપૂર્ણ રહેશે, કારણ કે તે ફેડરલ રિઝર્વની આગામી વ્યાજદર નીતિ અંગેની અપેક્ષાઓને અસર કરી શકે છે. ઊંચો ક્રૂડ ભાવ લાંબા સમય સુધી રહે તો વૈશ્વિક સ્તરે ફુગાવો ફરી વધવાની ચિંતા મજબૂત બની શકે છે. સ્થાનિક સ્તરે ભારતીય અર્થતંત્રની વૃદ્ધિ અને મજબૂત ઘરેલુ માંગ સકારાત્મક પરિબળો છે, પરંતુ હાલ વૈશ્વિક જોખમો સ્થાનિક સકારાત્મક પરિબળો ઉપર હાવી થયા છે.રૂપિયામાં નબળાઈ, મોંઘું ક્રૂડ અને વિદેશી રોકાણકારોની સતત વેચવાલી બજાર માટે ચિંતાજનક છે. બીજી તરફ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી ઘટાડાને મર્યાદિત કરવાનો પ્રયાસ કરી રહી છે. વ્યાપક બજારમાં એકતરફી તેજી નથી, પરંતુ ઓઇલ એન્ડ ગેસ અને પસંદગીના નવીનીકરણીય ઊર્જા સંબંધિત શેરોમાં તુલનાત્મક મજબૂતી જોવા મળી છે.ઓએનજીસી અને ઓઇલ ઇન્ડિયામાં ક્રૂડના ઊંચા ભાવને કારણે વધારો નોંધાયો છે. એન્વિરો ઇન્ફ્રાને મહારાષ્ટ્રમાં 180 મેગાવોટના પવન ઊર્જા પ્રોજેક્ટ માટે પત્ર મળ્યા બાદ શેરમાં લગભગ 4.4%નો વધારો થયો હતો. શક્તિ પમ્પ્સમાં મોટા સૌર પમ્પ ઓર્ડર બાદ લગભગ 10.4%નો ઉછાળો જોવા મળ્યો હતો. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની સતત ખરીદી બજાર માટે સૌથી મહત્વપૂર્ણ સકારાત્મક આધાર છે. 09 સપ્ટેમ્બરે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ આશરે ₹1509 કરોડની ખરીદી કરી હતી અને તેમની સતત ખરીદી બજારને ટેકો આપી રહી છે.આ ઉપરાંત ઓઇલ એન્ડ ગેસ ક્ષેત્રમાં ઊંચા ક્રૂડ ભાવથી ઉત્પાદન કરતી કંપનીઓની આવક અને નફાકીય માર્જિનને લાભ મળવાની અપેક્ષા છે. કેટલાક ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નવીનીકરણીય ઊર્જા શેરોમાં કંપની-વિશેષ ઓર્ડર અને કરારના કારણે ખરીદી જોવા મળી શકે છે.સોનામાં પણ વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે સલામત રોકાણની માંગ જળવાઈ શકે છે. બીજી તરફ મોંઘા ક્રૂડના કારણે ઓટો, ઉડ્ડયન, પેઇન્ટ્સ, કેમિકલ્સ, ટાયર અને પરિવહન ક્ષેત્રના ખર્ચ ઉપર દબાણ વધવાની શક્યતા છે. ભાવિ દિશા :- ટૂંકા ગાળામાં ભારતીય શેરબજારનું વલણ નકારાત્મકતા સાથે ઊંચી અસ્થિરતાવાળું રહેવાની શક્યતા છે. નિફ્ટી અને સેન્સેક્સ છેલ્લા અનેક સત્રોમાં સતત નબળા પડ્યા છે અને બજાર ત્રણ મહિનાના નીચલા સ્તરની આસપાસ છે. છેલ્લા આઠ સત્રોમાં બંને સૂચકાંકો લગભગ 3.1% ઘટ્યા હોવાનું રોઇટર્સે નોંધ્યું છે.આગામી દિશા મુખ્યત્વે ક્રૂડ ઓઇલ, પશ્ચિમ એશિયાની સ્થિતિ, રૂપિયા-ડોલરની ચાલ, અમેરિકન ફુગાવાના આંકડા, અમેરિકન બોન્ડ યીલ્ડ અને FII પ્રવાહ ઉપર આધારિત રહેશે.જો પશ્ચિમ એશિયાનો તણાવ ઘટે અને ક્રૂડ 100 ડોલરની નીચે પાછું આવે તો સતત ઘટાડા બાદ શોર્ટ કવરિંગ અને નીચલા સ્તરે ખરીદીથી બજારમાં ઝડપી સુધારો આવી શકે છે. DIIની સતત ખરીદી પણ બજારને આધાર આપી શકે છે.પરંતુ ક્રૂડ 100 ડોલરની ઉપર ટકાઉ રહે, રૂપિયા 95ની આસપાસ અથવા તેનાથી નબળો પડે અને FII વેચવાલી ચાલુ રહે તો બજારમાં વધુ અસ્થિરતા અને વેચવાલી જોવા મળી શકે છે.હાલના તબક્કે એકતરફી તેજી કરતાં સાવચેતીભર્યો અને પસંદગીયુક્ત અભિગમ વધુ યોગ્ય દેખાય છે. મજબૂત નાણાકીય સ્થિતિ, ઓછું દેવું, સ્થિર રોકડ પ્રવાહ અને સ્થાનિક માંગ ધરાવતી કંપનીઓમાં ઘટાડા દરમિયાન તબક્કાવાર ખરીદી તરફ ધ્યાન રાખવું યોગ્ય રહેશે. તા.11.09.2026 ના રોજ સ્ટોક માર્કેટ ટ્રેડીંગ સંદર્ભે... તા.10.09.2026ના રોજ નિફટી ફ્યુચર બંધ ભાવ @ 23505 પોઈન્ટ :- આગામી સંભવિત નિફ્ટી ફ્યુચર 23606 પોઈન્ટના પ્રથમ અને 23676 પોઈન્ટના અતિ મહત્વના સ્ટ્રોંગ સપોર્ટથી ટ્રેડીંગ સંદર્ભે 23434 પોઈન્ટ થી 23404 પોઈન્ટ આસપાસ અતિ મહત્વની સપાટીને સ્પર્શી શકે તેવી સંભાવના ધરાવે છે. નિફ્ટી ફ્યુચર 23373 પોઈન્ટ નજીક સાવધાનીપૂર્વક પોઝિશન બનાવવી જોઇએ....!!! હવે જોઈએ સ્ટોક સ્પેસિફિક રેન્જ મૂવમેન્ટ ભારત ફોર્જ ( 1960 ) :- ઓટોમોટિવ કમ્પોનન્ટ્સ સેક્ટરની આ અગ્રણી કંપનીના શેરનો ભાવ હાલમાં રૂ.1960 આસપાસ પ્રવર્તી રહ્યો છે. રૂ.1944 ના સ્ટ્રોંગ સપોર્ટથી આ સ્ટોક ટૂંકા સમયગાળે રૂ.1978 થી રૂ.1984 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! રૂ.1990 ઉપર તેજી તરફી ધ્યાન...!! ચોલા ફાઇનાન્સ ( 1868 ) :- ટેકનીકલ ચાર્ટ મુજબ ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરનો આ સ્ટોક રૂ.1838 આસપાસ પોઝીટીવ બ્રેકઆઉટ…!! રૂ.1823 ના સપોર્ટથી આ સ્ટોક રૂ.1883 થી રૂ.1890 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી સંભાવના છે...!! ભારતી એરટેલ ( 1841 ) :-રૂ.1828 નો પ્રથમ તેમજ રૂ.1813 ના બીજા સપોર્ટથી ટેલિકોમ્યુનિકેશન સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1858 થી રૂ.1870 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! એથર એનર્જી ( 1668 ) :-રૂ.1644 નો પ્રથમ તેમજ રૂ.1630ના બીજા સપોર્ટથી ઓટોમોટિવ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1683 થી રૂ.1690 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! ટેક મહિન્દ્રા ( 1532 ) :-રૂ.1505 નો પ્રથમ તેમજ રૂ.1494 ના બીજા સપોર્ટથી ઇન્ફોર્મેશન ટેક્નોલોજી સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1548 થી રૂ.1560 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!! સીડીએસએલ ( 1353 ) :-રૂ.1323 નો પ્રથમ તેમજ રૂ.1317 ના બીજા સપોર્ટથી ફાઇનાન્સિયલ સર્વિસિસ સેક્ટરનો રોકાણલક્ષી આ સ્ટોક રૂ.1367 થી રૂ.1373 આસપાસ ભાવ સપાટી નોંધાવે તેવી શક્યતા છે...!!
    Click here to Read More
    Previous Article
    Days After Delhi Building Collapse, 54 Shops Sealed In Chandni Chowk
    Next Article
    વંદે માતરમ્ મુદ્દે ખેડાવાલા સામે શિસ્તભંગની કાર્યવાહી કરવા માગ:જમીન વેચાણની નોંધ એક દિવસમાં પ્રમાણિત કરાશે, ખાનગી સ્કૂલોની ભરતીમાં અનામત નીતિ લાગુ થશે, ગૃહમાં બિલ પસાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment