Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહિલા કર્મી અને પુત્રીને બદનામ કરવાનો પ્રયાસ:વોટ્સએપ ગ્રુપમાં બન્ને વિરુદ્ધ અપશબ્દો લખી બદનામ કર્યા, ગોત્રીના શખ્સ સામે ફરિયાદ

    10 hours ago

    વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ગણપતિ આગમનના પોલીસ બંદોબસ્ત દરમિયાન વોટ્સએપ ગ્રુપમાં એક મહિલા અને તેની પુત્રી વિશે ગંદા તેમજ અપમાનજનક મેસેજ કરવામાં આવ્યા હતા. જે અંગે મહિલાએ ગોત્રીમાં રહેતા એક શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં અશ્લીલ ફોટા મોકલી બદનામ કરવાનો પણ ગંભીર આક્ષેપ મહિલાએ કર્યો છે. ગ્રુપમાં મહિલાના નામે બીભત્સ અપશબ્દો લખવામાં આવ્યા વડોદરા શહેરના એક વિસ્તારમાં રહેતાં 45 વર્ષીય મહિલાકર્મીએ ફરિયાદમાં જણાવ્યું કે, તેઓ સિવિલ ડિફેન્સ તરીકે ફરજ બજાવે છે. તેઓ ગોત્રીના વુડાના મકાનમાં રહેતા ડિમ્પેશ અગ્રવાલને ઓળખતા હતા. તા.5 સપ્ટેમ્બરની રાત્રે ગણપતિ આગમનના પોલીસ બંદોબસ્તમાં ફરજ દરમિયાન સાથી કર્મીએ મહિલાને જણાવ્યું હતું કે, ડિમ્પેશ અગ્રવાલે વોટ્સએપ ગ્રુપ બનાવી તેમના વિશે ખરાબ અને ગંદા શબ્દોમાં મેસેજ કર્યા છે. ત્યારબાદ કર્મીના મોબાઇલમાં ગ્રુપ તપાસતાં મહિલા કર્મી તેમજ સિવિલ ડિફેન્સના અન્ય સભ્યોનું ગ્રુપ હોવાનું સામે આવ્યું હતું. આ ગ્રુપમાં મહિલાના નામે ગંદા અને બીભત્સ અપશબ્દો લખવામાં આવ્યા હતા. પોલીસે વોટ્સએપ ગ્રુપ અને મેસેજની તપાસ હાથ ધરી આ ઉપરાંત તેમની પુત્રીને પણ બદનામ કરવાના ઇરાદાથી અપમાનજનક મેસેજ કરવામાં આવ્યા હતા. ગ્રુપમાં અશ્લીલ ફોટા તથા અગાઉ પણ આવા મેસેજ શેર કરાયા હોવાનો આક્ષેપ છે. મહિલાએ સમગ્ર મામલે ડિમ્પેશ અગ્રવાલ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે. પોલીસે વોટ્સએપ ગ્રુપ અને મેસેજની તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    VVIPઓને 6 કિમી સુધી લઈ જવા 20 લાખનો તોતિંગ ખર્ચ:જૂનાગઢ મહાશિવરાત્રિ મેળામાં કલાકારો પાછળ કરાયેલા ખર્ચના વિવાદ બાદ હવે વાહનો પાછળ કરાયેલા ખર્ચનો વિવાદ
    Next Article
    બાળકોની માથાકૂટમાં વાંકાનેરના વસુંધરામાં યુવકની છરીના ઘા ઝીંકી હત્યા:દૂધમંડળીમાં તોડફોડ કરી 3000 લિટર દૂધ ઢોળી નાખ્યું, સગીરને ગંભીર ઈજા; 10થી વધુ સામે ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment