Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સંસદીય કામગીરીમાં ગુજરાતનો ડંકો:પૂર્વ નાયબ મુખ્યમંત્રી નરહરિ અમીનને મળ્યો 'સાંસદ રત્ન એવોર્ડ', કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિમાં બહુમાન

    11 hours ago

    સંસદમાં પ્રજાલક્ષી પ્રશ્નોની ધારદાર રજૂઆત અને ઉત્કૃષ્ટ સંસદીય કામગીરી બદલ ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને પૂર્વ રાજ્યસભા સાંસદ નરહરિ અમીનને નવી દિલ્હી ખાતે પ્રતિષ્ઠિત 'સાંસદ રત્ન એવોર્ડ-2026' એનાયત કરવામાં આવ્યો છે. પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા 9 સપ્ટેમ્બર 2026ના રોજ આયોજિત 16મા સાંસદ રત્ન એવોર્ડ્સ સમારોહમાં કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રી જી. કિશન રેડ્ડીના અધ્યક્ષ સ્થાને આ ગૌરવપૂર્ણ સન્માન અર્પણ કરાયું હતું. 18મી લોકસભા વર્ષ 2025-26ના બજેટ સત્ર સુધી સંસદના ગૃહમાં પૂછાયેલા સવાલો, વિવિધ ખરડાઓ પર ચર્ચાઓમાં સક્રિય ભાગીદારી અને લોકહિતના મુદ્દાઓની રજૂઆતના મૂલ્યાંકનના આધારે તેમની આ સન્માન માટે પસંદગી કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામની પ્રેરણાથી 2010થી શરૂ થયેલી પરંપરા આ ભવ્ય એવોર્ડ વિતરણ સમારોહમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી ડૉ. સુકન્તા મજુમદાર, ભારતના પૂર્વ ચીફ જસ્ટિસ બી. આર. ગવાઈ, NCBCના પૂર્વ ચેરમેન અને જ્યુરી કમિટીના અધ્યક્ષ હંસરાજ જી. આહીર, સંસદસભ્ય ભર્તૃહરિ મહતાબ, પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશનના ચેરમેન શ્રીનિવાસન તેમજ એવોર્ડ કમિટીના ચેરમેન પ્રિયદર્શીની રાહુલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામની પ્રેરણાથી પારદર્શક અને લોકશાહી ઢબે સંસદીય કામગીરીને પ્રોત્સાહન આપવા માટે વર્ષ 2010થી પ્રાઈમ પોઈન્ટ ફાઉન્ડેશન દ્વારા સતત આ એવોર્ડ્સ એનાયત કરવામાં આવે છે. દેશભરમાંથી 12 સાંસદો, NCSC ચેરમેન અને સંસદની 4 સમિતિઓનું સન્માન આ સમારોહમાં દેશભરમાંથી નરહરિ અમીન સહિત કુલ 12 સંસદસભ્યો, રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના ચેરમેન કિશોરભાઈ મકવાણા તેમજ સંસદની 4 ઉત્કૃષ્ટ સ્ટેન્ડિંગ કમિટીઓને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા. "ધી જર્ની ઓફ સાંસદ રત્નાસ 2026" સહિત બે વિશેષ પુસ્તકોનું વિમોચન સંપન્ન આ ગૌરવશાળી કાર્યક્રમ દરમિયાન મંચસ્થ મહાનુભાવોના વરદહસ્તે સંસદીય પ્રક્રિયાઓ, સાંસદોની કામગીરીના લેખાજોખા અને લોકશાહી મૂલ્યોને ઉજાગર કરતા પુસ્તક "ધી જર્ની ઓફ સાંસદ રત્નાસ 2026" ઉપરાંત અન્ય બે માહિતીસભર પુસ્તકોનું સત્તાવાર વિમોચન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ લોકશાહીના મંદિર સમી સંસદમાં સતત લોકહિતની જાગૃતિ દાખવવા બદલ તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    મોરબી કલેક્ટરે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સની સરપ્રાઈઝ મુલાકાત લીધી:હાજરી પત્રક, સ્ટોક રજીસ્ટર સહિતના રેકોર્ડ તપાસ્યા, બાલિકાઓ અને સ્ટાફને સૂચનાઓ આપી
    Next Article
    રાજપીપલામાં રાજ્ય કક્ષાનો બાળગીત અને કાવ્ય પરિસંવાદ યોજાયો:ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા આયોજન; તાલીમી શિક્ષકોએ બાળ કાવ્ય લેખનનું માર્ગદર્શન મેળવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment