Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે:જ્ઞાનેશ કુમાર કહ્યું- ગાંધી અને સરદારની ભૂમિ ગુજરાતની ધરતી પર આવીને ગર્વ થયો

    23 hours ago

    ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર આજે ગુરુવારે અમદાવાદની મુલાકાતે આવ્યા છે. સવારે 9:30 એ દિલ્હીના IGI એરપોર્ટથી ફ્લાઇટ નંબર AI-423 દ્વારા અમદાવાદ એરપોર્ટ પર 11:45 એ પહોંચ્યા હતા. ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે એરપોર્ટ ખાતે પ્રેસમાં જણાવ્યું હતું કે, ગુજરાતની પાવન ધરતી ઉપર આવી ગર્વ થયો છે. મહાત્મા ગાંધી સરદાર પટેલની જન્મ અને કર્મ ભૂમિ છે. આજે અને કાલે વિવિધ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓ સાથે સાવંદ કરીશું. સાબરમતી આશ્રમથી પ્રવાસની શરૂઆત જ્યાંથી તેઓ સાબરમતી આશ્રમ જવા નીકળ્યા હતા. અને ત્યાંથી અડાલજની વાવ જવા રવાના થશે. અડાલજની વાવ પહોંચી મુલાકાત લીધા બાદ, હોટલ આઇટીસી નર્મદા જવા નીકળશે. હોટલ આઇટીસી નર્મદા ખાતે પહોંચી બોપોરનું ભોજન અને આરામ કરશે. આઇટીસી નર્મદાના મીટિંગ હોલમાં બેઠક/ચર્ચા કરશે. ત્યારબાદ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે પહોંચી તેની એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે ચર્ચામાં ભાગ લેશે. AMA ઓડિટોરિયમમાં તેમનું વક્તવ્ય શરૂ થશે, ત્યારબાદ પ્રશ્નોત્તરી (QA) સેશન યોજાશે. એક્ઝિક્યુટિવ કાઉન્સિલ સાથે સ્ટેજ પર ગ્રુપ ફોટોગ્રાફ લેવાશે. ત્યારબાદ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્કની મુલાકાત લેશે. હોટલ આઇટીસી નર્મદા પરત ફરશે, જ્યાં તેઓ રાત્રિ ભોજન લેશે અને રાત્રિ રોકાણ કરશે.
    Click here to Read More
    Previous Article
    SD Appએ 635 કરોડ લૂંટ્યા, કચ્ચો ચિઠ્ઠો ભાસ્કર પાસે:રોકાણના નફાથી ડિફેન્ડર-ઓડી ખરીદ્યાના દાવા; માસ્ટર માઇન્ડ ધવલ પટેલ સામે લુકઆઉટ નોટિસ
    Next Article
    લાલપુર-પડાણા પંથકમાં વરસાદી ઝાપટું:છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોને રાહત મળી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment