Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છઠ્ઠીની પરંપરા મુજબ પૂજારી દ્વારા ધાર્મિક પુજનવિધિ‎:જન્માષ્ટમી બાદ જગતમંદિરમાં દ્વારકાધીશજીનું ષષ્ઠી પૂજન કરાયું

    11 hours ago

    જગતના નાથ ભગવાન શ્રી દ્વારકાધીશજીના જન્મોત્સવ બાદ જગતમંદિરમાં પરંપરાગત ધાર્મિક વિધિઓનો ક્રમ આગળ વધ્યો છે. જન્માષ્ટમીના પાવન પર્વ બાદ ભગવાન શ્રી દ્વારકાધીશજીની છઠ્ઠીનો ધાર્મિક પ્રસંગ પરંપરાગત રીતે ઉજવાયો હતો. જગતમંદિરના પૂજારી પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ભગવાનનું ષષ્ઠી પૂજન કરવામાં આવ્યું હતું. સનાતન પરંપરામાં પરિવારમાં બાળકનો જન્મ થયા બાદ છઠ્ઠા દિવસે છઠ્ઠ માતાજીની પૂજા કરવાનો રિવાજ છે. લોકબોલીમાં આ વિધિને ‘છઠ્ઠી લોટાડી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ભગવાન શ્રીકૃષ્ણને પણ પરિવારના લાડલા બાળક સ્વરૂપે માની તેમની છઠ્ઠીનો પ્રસંગ ઉજવવાની પરંપરા દ્વારકામાં વર્ષોથી ચાલી આવે છે. શ્રાવણ વદ આઠમના દિવસે ભગવાન શ્રીકૃષ્ણના જન્મોત્સવની ભવ્ય ઉજવણી થયા બાદ છઠ્ઠા દિવસે જગતમંદિરમાં ભગવાન શ્રી દ્વારકાધીશજીનું ષષ્ઠી પૂજન કરવામાં આવ્યું હતું. પૂજારી પરિવાર દ્વારા ધાર્મિક પરંપરા અને શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજનવિધિ સંપન્ન કરાઈ હતી. બાલસ્વરૂપ સાથે જોડાયેલી પરંપરા દ્વારકાધીશજીની છઠ્ઠીનો આ પ્રસંગ દ્વારકાની પ્રાચીન ધાર્મિક પરંપરાઓમાં આગવું સ્થાન ધરાવે છે. પૂજનવિધિ દરમિયાન જગતમંદિરના વાતાવરણમાં ભક્તિ અને શ્રદ્ધાનો માહોલ જોવા મળ્યો હતો. ભગવાન દ્વારકાધીશજીના બાળસ્વરૂપ સાથે જોડાયેલી આ પરંપરાના દર્શન અને પૂજનનો મોટી સંખ્યામાં ભક્તોએ ભાવપૂર્વક લાભ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન આજે લો પ્રેશર બનવાની સંભાવના:અમદાવાદમાં હળવો વરસાદ તો દક્ષિણ-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ
    Next Article
    A Delhi SIR mystery: 728 of 729 voters deleted in booth, poll official says their homes ‘unauthorised’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment