Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગર દરિયાકાંઠે મરીન કમાન્ડોનું મેગા પેટ્રોલિંગ:નવા-જૂના બેડી, રોઝી બંદર સહિત ટાપુ વિસ્તારોમાં સઘન ચેકિંગ; માછીમારોને શંકાસ્પદ હિલચાલની જાણ કરવા અપીલ

    7 hours ago

    વેસ્ટ એશિયામાં પ્રવર્તી રહેલી તણાવપૂર્ણ ભૂરાજકીય પરિસ્થિતિને પગલે દેશની દરિયાઈ સુરક્ષાને વધુ મજબૂત બનાવવામાં આવી છે. જેના ભાગરૂપે જામનગર જિલ્લાના સંવેદનશીલ દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન ટાસ્ક ફોર્સ દ્વારા મેગા પેટ્રોલિંગ હાથ ધરી સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. 9 સપ્ટેમ્બરના રોજ રોઝી બંદર, નવા-જૂના બેડી બંદર, ભેંસબીડ ટાપુ અને બડા બેલા ટાપુ સહિતના વિસ્તારોમાં મરીન કમાન્ડોની ટીમોએ પગપાળા તેમજ બોટ મારફતે પેટ્રોલિંગ કરીને ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. દરિયાઈ માર્ગે ઘૂસણખોરી, ગેરકાયદેસર પ્રવૃત્તિઓ તેમજ હથિયારો કે નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવાના હેતુથી આ કામગીરી કરવામાં આવી હતી. ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શનમાં વિશેષ અભિયાન એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) તથા કોસ્ટલ સિક્યુરિટીના અધિક પોલીસ મહાનિદેશક અમિતકુમાર વિશ્વકર્માના સીધા માર્ગદર્શન હેઠળ આ વિશેષ પેટ્રોલિંગ યોજાયું હતું. આ ઉપરાંત દરિયાઈ સુરક્ષા અને મરીન ટાસ્ક ફોર્સના નાયબ પોલીસ મહાનિરીક્ષક એ.એમ. મુનિયા તેમજ મરીન ટાસ્ક ફોર્સ, હજીરાના પોલીસ અધિક્ષક એ.જે. પરમારના નેતૃત્વમાં સમગ્ર ઓપરેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. મરીન ટાસ્ક ફોર્સ, જામનગર સેક્ટરના પોલીસ ઇન્સ્પેક્ટર ધરમવીર આર. યાદવ અને પોલીસ સબ-ઇન્સ્પ્રેટર જી.એમ. બોપલિયા સહિતના મરીન કમાન્ડો તથા બેડી મરીન પોલીસના સ્ટાફે વિવિધ વિસ્તારોમાં કડક સુરક્ષા જાપ્તો ગોઠવ્યો હતો. પેટ્રોલિંગ દરમિયાન અજાણી વ્યક્તિઓ, શંકાસ્પદ બોટો અને અસામાન્ય હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી હતી. વ્યૂહાત્મક વિસ્તારોમાં તપાસ: ફિશ લેન્ડિંગ પોઇન્ટ, માછીમારી કેન્દ્રો, જેટીઓ, ઔદ્યોગિક સ્થાપનો અને અવાવરું તથા નિર્જન વિસ્તારોમાં કૂંબિંગ હાથ ધરવામાં આવ્યું હતું. માછીમારો સાથે સંવાદ: વિવિધ માછીમારી વસાહતોની મુલાકાત લઈને માછીમારોને જાગૃત કરવામાં આવ્યા હતા. દરિયામાં કે કાંઠે કોઈ અજાણી બોટ કે શંકાસ્પદ વ્યક્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરવા અપીલ કરાઈ હતી. સંવેદનશીલ દરિયાકાંઠો: જામનગર ખાતે બંદરો, જેટીઓ અને મહત્ત્વના ઔદ્યોગિક એકમો આવેલા હોવાથી આ દરિયાકાંઠો અત્યંત સંવેદનશીલ ગણાય છે. સુરક્ષા વ્યવસ્થાને અદ્યતન રાખવા સમયાંતરે આવા ઓપરેશન હાથ ધરવામાં આવે છે. આગામી રણનીતિ અધિકારીઓના જણાવ્યા મુજબ, આગામી દિવસોમાં પણ જામનગરના દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં મરીન પેટ્રોલિંગ અને સતત દેખરેખ યથાવત્ રહેશે. સ્થાનિક માછીમારો અને નાગરિકોના સહયોગથી દરિયાઈ સીમાઓની સુરક્ષાને વધુ અભેદ્ય બનાવવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    સરકારે કહ્યું- મેરિટલ રેપને અપરાધ બનાવવો સંસદનું કામ:સુપ્રીમ કોર્ટે પૂછ્યું- શું હાલના કાયદા હેઠળ કેસ ચાલી શકે છે?
    Next Article
    સુરત મહાનગરપાલિકાનો મોટો નિર્ણય:પર્યુષણ-ગણેશોત્સવમાં કતલખાના અને માંસ-મચ્છીની દુકાનો સાથે જીવતા પશુ-પક્ષીઓના વેચાણ પર પણ પ્રતિબંધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment