Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જેને દ્રાક્ષ ન મળે, તેને ખાટી જ લાગે':નેહા કક્કડે રિયાલિટી શો 'સ્ક્રિપ્ટેડ' હોવાના દાવાને ફગાવ્યા, આડકતરી રીતે સુનિધિ ચૌહાણ પર નિશાન સાધ્યું

    7 hours ago

    બોલિવૂડ સિંગર નેહા કક્કડે સિંગિંગ રિયાલિટી શોઝના સ્ક્રિપ્ટેડ અને 'ફેક' હોવાની વાતને નકારી કાઢી છે. આ દરમિયાન તેણે સુનિધિ ચૌહાણ પર આડકતરી રીતે નિશાન પણ સાધ્યું હતું. તાજેતરમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન નેહા કક્કડને રિયાલિટી શોઝના સ્ક્રિપ્ટેડ હોવા અને TRP ઘટવા અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો. તેને સુનિધિ ચૌહાણ જેવા ઘણા જજોના નિવેદનો પર પણ પ્રતિક્રિયા માંગવામાં આવી. આના પર નેહા કક્કડે કહ્યું, 'TRP એટલા માટે ઘટી ગઈ કારણ કે મેં કરવાનું છોડી દીધું! જ્યાં સુધી હું કરી રહી હતી, TRP સૌથી વધુ હતી. પણ હું એ કહેવા માંગીશ, 'દ્રાક્ષ ન મળે તો ખાટી છે', લોકો આવું બોલે છે. તો એવું જ છે. જેને દ્રાક્ષ નથી મળતી, તેને ખાટી જ લાગે છે.' તેણે આગળ કહ્યું, 'આ શો બિલકુલ સ્ક્રિપ્ટેડ નથી. લોકોની લાઈફ બિલકુલ સ્ક્રિપ્ટેડ નથી હોતી. અલબત્ત, આપણે ભારતીયો મોટે ભાગે બધા સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી જ આવીએ છીએ. હું પોતે સામાન્ય પૃષ્ઠભૂમિમાંથી આવી છું અને જો મને કોઈની વાર્તા સાંભળીને ભાવુકતા અનુભવાય છે, હું લાગણીઓ અનુભવું છું, તો અલબત્ત, લાગણીઓ અનુભવવી સ્વાભાવિક છે.' તેણે કહ્યું, 'આપણે બધા ખબર નહીં કયા-કયા નાના-નાના શહેરોમાંથી આવીએ છીએ, અને કેટલી-કેટલી મુશ્કેલીઓ પાર કરીને આવીએ છીએ. તો અલબત્ત, તે બધા સ્પર્ધકો અચાનક કોઈ નવી વાર્તા બનાવીને તો નહીં આવે. જે સાચું છે, તે જ સાચું છે, અને તે જ અમને જોવા મળ્યું.' સુનિધિ ચૌહાણે રિયાલિટી શો પર પ્રશ્ન ઉઠાવ્યા હતા સિંગર સુનિધિ ચૌહાણે રાજ શમાનીના પોડકાસ્ટમાં સિંગિંગ રિયાલિટી શોના બદલાતા ફોર્મેટ પર ખુલીને વાત કરી હતી. સુનિધિએ કહ્યું હતું કે, તેને ‘ઇન્ડિયન આઇડલ’ના શરૂઆતના બે વર્ષ ખૂબ ગમ્યા હતા. તે સમયે શોમાં વસ્તુઓ સારી રીતે ચાલી રહી હતી. તેના મતે, ત્યારે રિયાલિટી શોનું ફોર્મેટ આજથી ઘણું અલગ હતું. પહેલા સ્પર્ધકોની અસલી પરફોર્મન્સ અને તેમનો સ્વભાવ વધુ બતાવવામાં આવતો હતો. તેણે કહ્યું કે, શરૂઆતી સિઝનમાં સ્પર્ધકની કોઈ લાંબી-પહોળી વાર્તા બનાવવામાં આવતી ન હતી. જો કોઈ સ્પર્ધક ખરાબ ગાતો હતો, તો જજ તેના પર હસતા હતા. તેને મજાકમાં આવતા વર્ષે ફરી આવવા માટે કહેતા હતા. સુનિધિના મતે, આ બધું શોનો ભાગ ચોક્કસ હતો, પરંતુ જે પર્ફોર્મન્સ દર્શકોને સંભળાવવામાં આવતું હતું, તે અસલી હતું. હવે ઘણી વસ્તુઓ ‘ડોક્ટર્ડ’ અને ‘કરેક્ટેડ’ હોય છે- સુનિધિ સુનિધિએ દાવો કર્યો કે હવે ટીવી પર બતાવવામાં આવતી ઘણી વસ્તુઓ ‘ડોક્ટર્ડ’ અને ‘કરેક્ટેડ’ હોય છે. તેણે તેનું કારણ જણાવતા કહ્યું કે, મેકર્સ નથી ઈચ્છતા કે તેમના શોમાં કોઈ ખરાબ સિંગર દેખાય. એટલે ઘણી વાર સ્પર્ધકની પર્ફોર્મન્સને એવી રીતે રજૂ કરવામાં આવે છે કે તે ટીવી પર વધુ સારી લાગે. તેણે એક ઉદાહરણ આપતા કહ્યું કે, ઘણી વાર જજ કોઈ સ્પર્ધકની ખૂબ પ્રશંસા કરે છે. તેઓ તેના માટે ઊભા રહે છે અને કહે છે કે તેમણે આનાથી સારો પર્ફોર્મન્સ ક્યારેય સાંભળ્યો નથી. તેમ છતાં, પછીના જ એપિસોડમાં તે જ સ્પર્ધક બહાર થઈ જાય છે. સુનિધિના મતે, આનાથી દર્શકો પણ આશ્ચર્યચકિત થાય છે. તેમને સમજાતું નથી કે જે સ્પર્ધક માટે જજએ આટલી પ્રશંસા કરી, તેને શા માટે બહાર કરી દેવામાં આવ્યો. સુનિધિએ કહ્યું કે, આવી વસ્તુઓ તેને પરેશાન કરવા લાગી હતી. તેથી તેણે ધીમે ધીમે રિયાલિટી શોનો ભાગ બનવાનું છોડી દીધું. બાદમાં તેણે 'ધ વોઈસ'ના ઇન્ડિયન વર્ઝનમાં કામ કર્યું. તેણે જણાવ્યું કે આ શો સાથે કેટલીક શરતો પહેલેથી નક્કી હતી અને મેકર્સે તેને સ્વીકારી લીધી હતી. સુનિધિના મતે, તેને એ વાતની ખુશી હતી કે 'ધ વોઈસ'માં જજ અને દર્શકો તે જ સાંભળતા હતા, જે ખરેખર કન્ટેસ્ટન્ટે ગાયું હતું. તેણે કહ્યું કે તેને દર્શકો સાથે આ પ્રકારની 'ચીટિંગ' પસંદ નથી. પોડકાસ્ટમાં સુનિધિને એ પણ પૂછવામાં આવ્યું કે રિયાલિટી શોમાં તેમને સૌથી વધુ આશ્ચર્યચકિત કરનારી બાબત કઈ લાગી. આના પર તેણે જણાવ્યું હતું કે સૌથી વધુ મુશ્કેલી ત્યારે થઈ, જ્યારે શોમાં તેને કોઈ ખાસ સ્પર્ધકને આગળ વધારવા માટે સારી વાતો કહેવાનું કહેવામાં આવ્યું. સુનિધિએ કહ્યું કે, તે આવું કરી શકતી નહોતી. તેના મતે, કેટલાક સ્પર્ધકોને આગળ વધારવા પાછળ માત્ર તેની પરફોર્મન્સ જ નહીં, પરંતુ અન્ય ફાયદાઓ પણ જોવામાં આવે છે. તેણે જણાવ્યું કે શો જીતનાર સ્પર્ધક સાથે પછીથી શો અથવા અન્ય પ્રોજેક્ટ્સ કરી શકાય છે કારણ કે તેને જીતતા જોનારા પ્રેક્ષકો તેની સાથે જોડાયેલા હોય છે. આવી સ્થિતિમાં, નિર્માતાઓને લાગે છે કે તે સ્પર્ધક ભવિષ્યમાં પણ દર્શકોને આકર્ષી શકે છે. સુનિધિએ કહ્યું કે આ જ કારણોસર ઘણીવાર રિયાલિટી શો પૂરો થયા પછી મળતા ફાયદા પણ સ્પર્ધક પસંદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    🟠Venezuela Earthquake Update LIVE | ભૂકંપે આખા દેશને હચમચાવી નાખ્યો | Tsunami Alert | N18G
    Next Article
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’ના મેકર્સ વિરુદ્ધ લીગલ નોટિસ:મહારાણા પ્રતાપ પર બનેલું ‘શૂરવીર’ ગીત પરવાનગી વગર હિંસક દ્રશ્યમાં રાખ્યું હોવાનો આરોપ

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment