Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રોલ પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ખેડૂતોના સૂકાતા પાકને મળ્યું નવજીવન

    7 hours ago

    જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ધ્રોલ ઉપરાંત ઈટાળા, ખારવા, માનસર અને હમાપર સહિતના ગામોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસતા સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ગ્રામજનો અને ખેડૂતોમાં વરસાદને લઈને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા હતા ચોમાસાની ઋતુમાં વરસાદ ખેંચાઈ જતાં ખેતરોમાં ઊભા પાકને નુકસાન થવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી હતી. પૂરતા વરસાદના અભાવે પાક સુકાવા લાગતાં ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો હતો. ખાસ કરીને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની નજર આકાશ તરફ મંડાયેલી હતી. ધોધમાર વરસાદથી પાકને સંજીવની આ દરમિયાન ધ્રોલ તાલુકા અને આસપાસના ગામોમાં મેઘરાજાએ અનરાધાર વરસાદ વરસાવીને ખેડૂતોને મોટી રાહત આપી છે. ખેતરોમાં પાણી પહોંચતા સુકાઈ રહેલા પાકને જાણે સંજીવની મળી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. લાંબા વિરામ બાદ પડેલા વરસાદથી ખેતીને મોટો ફાયદો થવાની આશા ખેડૂતોમાં જાગી છે. ખેડૂતોના ચહેરા પર ખુશી છવાઈ લાંબી પ્રતીક્ષા બાદ વરસેલા વરસાદને લઈને ખેડૂતો અને ગ્રામજનોમાં હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો. કાચા સોના સમાન વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશીની લહેર દોડી ગઈ છે. વરસાદ હજુ વધુ સારો રહે તો પાકને પૂરતું પાણી મળી રહે અને ચોમાસાની ખેતીને ફાયદો થાય તેવી આશા ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    iPhone Launch Event LIVE: मुड़ने वाला आईफोन, और बहुत कुछ.. लॉन्च होंगे ये प्रोडक्ट्स
    Next Article
    બાળકી પર બળાત્કારની કોશિશ કરનારને 10 વર્ષની સખત કેદ:ઇડર પોક્સો કોર્ટે 31 હજારનો દંડ ફટકાર્યો, પીડિતાને 1 લાખ વળતર ચૂકવવા હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment