Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અંબાજી ભાદરવી પૂનમ મહામેળા માટે તંત્રનું આગોતરું આયોજન:દર્શન માર્ગો અને સેવા કેમ્પોમાં વધારાના નેટવર્ક ટાવર ઊભા કરાશે, મોબાઇલ કનેક્ટિવિટી સુદૃઢ બનાવાશે

    6 hours ago

    બનાસકાંઠાના અંબાજી ધામ ખાતે આગામી 20 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર 2026 દરમિયાન ભાદરવી પૂનમ મહામેળો-2026 યોજાવાનો છે. મહામેળા દરમિયાન ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યોમાંથી લાખો માઈભક્તો અને પદયાત્રીઓ માતાજીના દર્શનાર્થે અંબાજી પહોંચશે. યાત્રાળુઓને સલામત, સુવિધાજનક અને સુવ્યવસ્થિત યાત્રાનો અનુભવ મળી રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા આગોતરી તૈયારીઓ કરવામાં આવી રહી છે. પાલનપુરમાં મોબાઇલ સેવા પ્રદાતાઓ સાથે બેઠક મહામેળા દરમિયાન મોબાઇલ નેટવર્ક અને સંચાર વ્યવસ્થા અવિરત જળવાઈ રહે તે માટે પાલનપુર ખાતે બનાસકાંઠા નિવાસી અધિક કલેક્ટર સી.પી. પટેલના અધ્યક્ષસ્થાને મોબાઇલ સેવા પ્રદાતાઓ સાથે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં મહામેળા દરમિયાન વધનારા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને નેટવર્ક ક્ષમતા વધારવા અને ટેકનિકલ વ્યવસ્થાઓ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. મંદિરથી પદયાત્રા માર્ગ સુધી વધારાના ટાવર બેઠકમાં BSNL, Airtel, Vodafone અને Jioના અધિકારીઓ સાથે મોબાઇલ નેટવર્ક અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. યાત્રાળુઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખીને અંબાજી મંદિર વિસ્તાર, ગબ્બર, દર્શન માર્ગો, પાર્કિંગ વિસ્તારો, બસ સ્ટેન્ડ, સેવા કેમ્પો તથા મુખ્ય યાત્રા માર્ગો પર જરૂરિયાત મુજબ વધારાના BTS અને હંગામી મોબાઇલ ટાવર ઊભા કરવા સૂચના આપવામાં આવી છે. કોલ ડ્રોપ અને ઇન્ટરનેટની સમસ્યા ન સર્જાય તે માટે ખાસ વ્યવસ્થા મહામેળા દરમિયાન નેટવર્ક પર વધનારા ભારને પહોંચી વળવા ક્ષમતા વધારવા ઉપરાંત કોલ ડ્રોપ અને ધીમી ઇન્ટરનેટ સેવાની સમસ્યા દૂર કરવા પર પણ ભાર મૂકાયો છે. કોઈ ટેકનિકલ ખામી સર્જાય તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવી શકાય તે માટે વધારાનો ટેકનિકલ સ્ટાફ, કન્ટ્રોલ ટીમ અને જરૂરી સાધનસામગ્રી ઉપલબ્ધ રાખવા મોબાઇલ સેવા પ્રદાતાઓને સૂચના અપાઈ છે. મહામેળા પૂર્વે સ્થળ નિરીક્ષણ કરવા આદેશ તમામ મોબાઇલ સેવા પ્રદાતાઓને મહામેળા પૂર્વે વિવિધ સ્થળોનું નિરીક્ષણ કરી નેટવર્ક કવરેજનું મૂલ્યાંકન કરવા અને જરૂરી આયોજન પૂર્ણ કરવા જણાવાયું છે. ખાસ કરીને જ્યાં પદયાત્રીઓની સંખ્યા વધુ રહેવાની શક્યતા છે તેવા વિસ્તારોમાં નેટવર્ક વ્યવસ્થા પૂરતી મજબૂત રહે તે માટે આગોતરી કામગીરી હાથ ધરવામાં આવશે. ઇમરજન્સી સમયે પણ અવિરત સંચાર પર ભાર મહામેળા દરમિયાન પરિવારજનો સાથે સંપર્ક જાળવવા, ઓનલાઇન સેવાઓનો ઉપયોગ કરવા તેમજ ઇમરજન્સી સમયે પોલીસ, આરોગ્ય અને અન્ય તંત્રની મદદ ઝડપથી મેળવી શકાય તે માટે અવિરત સંચાર વ્યવસ્થાને પ્રાથમિકતા આપવામાં આવી છે. માઈભક્તોની સુવિધા સર્વોપરી રાખીને અંબાજી મહામેળા દરમિયાન મોબાઇલ અને ઇન્ટરનેટ કનેક્ટિવિટી અસરકારક રહે તે માટે તંત્ર દ્વારા આગોતરું આયોજન કરવામાં આવી રહ્યું છે.
    Click here to Read More
    Previous Article
    સિવિલ હોસ્પિટલમાં ‘નો વેઇટિંગ’ તરફ મોટું પગલું:કાઉન્ટર વધ્યા, ટોકન સિસ્ટમ આવી, રિપોર્ટ વોટ્સએપ પર મળશે, સિવિલમાં દર્દીઓ માટે નવી વ્યવસ્થા
    Next Article
    ગોધરા તાલુકામાં “વંદે માતરમ્ યુવા ઉદઘોષ” કાર્યક્રમ યોજાયો:સાંકલીની કે.જી. પરમાર શાળામાં વિદ્યાર્થીઓ સાથે સંવાદ, વંદે માતરમ્ ના મહત્વ અંગે ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment