Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વૈભવ સૂર્યવંશીએ ચોથા દિવસે લીધો બદલો:તિલક વર્માને લાઈવ મેચમાં તેનાં જ અંદાજમાં આપ્યો જવાબ, દુલીપ ટ્રોફી ફાઇનલમાં ફરી આમને-સામને

    23 hours ago

    દુલીપ ટ્રોફી ફાઇનલમાં ઇસ્ટ ઝોન અને સાઉથ ઝોન વચ્ચે મુકાબલો ચાલુ છે. મુકાબલાનાં ચોથા દિવસે મેદાન પર એક એવી ક્ષણ આવી, જેણે ચાર દિવસ પહેલાં બનેલી ઘટનાની યાદો તાજી કરી દીધી. ઇસ્ટ ઝોનના ઉપ-કેપ્ટન વૈભવ સૂર્યવંશીએ સાઉથ ઝોનના કેપ્ટન તિલક વર્માને તેમનાં જ અંદાજમાં જવાબ આપ્યો. આ મામલો ચોથા દિવસનાં સવારના સેશનનો છે. સાઉથ ઝોનની ટીમ ઇસ્ટ ઝોનના 708 રનના વિશાળ સ્કોરનો પીછો કરી રહી હતી. ટીમની હાલત સતત ખરાબ થતી ગઈ અને જોતજોતામાં તેના 8 વિકેટ પડી ગઈ. આવા સમયે તિલક વર્મા એક છેડેથી ઇનિંગ્સ સંભાળવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ત્યારે વૈભવ બેટ્સમેન પાસે પહોંચ્યા. બંને વચ્ચે થોડી વાતચીત થઈ. વૈભવે તિલકને કંઈક કહ્યું અને પછી એકદમ શાંતિથી ત્યાંથી પાછા ફર્યા. મેદાન પર હાજર લોકો માટે આ ક્ષણ એટલા માટે પણ ખાસ હતી, કારણ કે તેની કડી ફાઇનલનાં પહેલા દિવસ સાથે જોડાયેલી હતી. પહેલાં દિવસે તિલકે વૈભવ સાથે વાત કરી હતી ફાઇનલની શરૂઆતનાં દિવસે ઇસ્ટ ઝોનના બેટ્સમેનોએ સાઉથનાં બોલરો પર જોરદાર દબાણ બનાવ્યું હતું. શરૂઆતની 10 ઓવરમાં જ ઇસ્ટ ઝોનનાં ઓપનરોએ ઝડપથી રન બનાવીને મેચનું વાતાવરણ બદલી નાખ્યું હતું. ચાર દિવસ પછી કહાની કંઈક અલગ હતી મેચ સંપૂર્ણપણે ઈસ્ટ ઝોનની તરફેણમાં જતી રહી હતી અને તિલક પોતે પોતાની ટીમને સંકટમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આવા સમયે વૈભવને પણ પહેલાં દિવસની તે ક્ષણ યાદ રહી. મોકો મળ્યો તો તેમણે પણ સાઉથના કેપ્ટન પાસે જઈને કેટલીક વાતો કહી. એટલે કે ચાર દિવસ પહેલાં તિલકે જે કર્યું હતું, તેનો ચોથા દિવસે વૈભવે પોતાના અંદાજમાં જવાબ આપ્યો. 708 રન બનાવીને ઈસ્ટ ઝોને પકડ મજબૂત કરી મેચની વાત કરીએ તો ઈશાન કિશનની કપ્તાનીવાળી ઈસ્ટ ઝોન ટીમે પ્રથમ દાવમાં 708 રનનો વિશાળ સ્કોર બનાવ્યો. ચેન્નઈનાં એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલી ફાઇનલમાં આ સ્કોર સાઉથ ઝોન માટે મોટો પડકાર બની ગયો. સાઉથ ઝોનના બેટ્સમેનો માટે ઈસ્ટ ઝોનની બોલિંગનો સામનો કરવો સરળ ન રહ્યો. મોહમ્મદ શમી અને મુકેશ કુમારે નિયમિત અંતરાલ પર વિકેટો લઈને મુશ્કેલીઓ વધારી. ખાસ વાત એ રહી કે પિચ બેટિંગ માટે સારી હતી. તેમ છતાં સાઉથની વિકેટો સતત પડતી રહી. ટીમ 330 રનના આંકડા સુધી પહોંચતા પહેલાં જ 8ઠ વિકેટ ગુમાવી અને ઈસ્ટનાં પ્રથમ દાવના સ્કોરથી ઘણી પાછળ રહી ગઈ. સાઉથ ઝોનની ટીમ પ્રથમ દાવમાં 336 રન પર ઓલઆઉટ થઈ, જ્યારે તિલક વર્મા 99 રન બનાવી શક્યા. તિલક એકલા લડતા રહ્યા, પરંતુ પરિસ્થિતિ તેમના પક્ષમાં ન હતી સાઉથ ઝોનની ઇનિંગ્સમાં તિલક વર્મા તે કેટલાક બેટ્સમેનોમાં સામેલ હતા, જેમણે એક છેડો સંભાળીને મુકાબલો બચાવવાનો પ્રયાસ કર્યો. કેપ્ટન સામે પડકાર માત્ર રન બનાવવાનો ન હતો, પરંતુ સતત પડતી વિકેટો વચ્ચે ઇનિંગ્સને આગળ વધારવાનો પણ હતો. પરંતુ બીજી તરફ ઈસ્ટ ઝોનનું દબાણ સતત વધી રહ્યું હતું. શમી અને મુકેશની બોલિંગે સાઉથ ઝોનના બેટ્સમેનોને ખુલીને રમવાનો મોકો ન આપ્યો. આવા જ મુશ્કેલ સમયમાં વૈભવ સૂર્યવંશી તિલક પાસે પહોંચ્યા અને બંને વચ્ચે વાતચીત થઈ. વૈભવે પોતાની વાત કહી અને કોઈ પ્રતિક્રિયા વિના પોતાની જગ્યાએ પાછા ફર્યા. આ નાની વાત એટલાં માટે ચર્ચામાં આવી કારણ કે 4 દિવસ પહેલાં કહાનીનો બીજો છેડો જોવા મળ્યો હતો. -------------------------------------- આ સમાચાર પણ વાંચો: ભારત 35 મહિનાથી ICC વનડે રેન્કિંગમાં ટોપ પર:સપ્ટેમ્બર 2023માં પાકિસ્તાનને પાછળ છોડ્યું, ત્યારથી નંબર-1; ન્યુઝીલેન્ડ બીજા સ્થાને ભારતીય ટીમે ICC વનડે ટીમ રેન્કિંગમાં નંબર-1નું સ્થાન જાળવી રાખ્યું છે. રેન્કિંગમાં તેના 116 રેટિંગ પોઈન્ટ્સ છે. ન્યુઝીલેન્ડ 109 રેટિંગ સાથે બીજા અને ઓસ્ટ્રેલિયા 102 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે. ભારતીય ટીમ સપ્ટેમ્બર 2023માં પાકિસ્તાનને પાછળ છોડીને વનડે રેન્કિંગમાં ટોચ પર પહોંચી હતી. ટીમ ત્યારથી એટલે કે છેલ્લા 35 મહિનાં 18 દિવસથી ટોચ પર યથાવત છે. વાંચો સંપૂર્ણ સમાચાર...
    Click here to Read More
    Previous Article
    Pranav Constructions IPO GMP Today: 32.66% Expected Listing Gain As Bidding Enters Final Day
    Next Article
    તરણેતરના મેળા માટે જિલ્લા વહીવટી તંત્ર સુસજ્જ:લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે બેરિકેટિંગ, CCTV અને ખોયા-પાયા ટેબલની વ્યવસ્થા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment